નવલકથા:ઉડાન પ્રકરણ ગુનાની કબૂલાત....

પ્રકરણ:19.ગુનાની કબૂલાત...

                પી.એસ.આઈ.પોતાની સાથે અપરાધીને પકડવાનું વોરન્ટ પણ લાવ્યા હતાં."એ....હરામખોર હું પી.એસ.આઈ.અમી વેગડા ક્રાઈમ બ્રાન્ચથી છું,આ દંડો ભલભલા અપરાધીઓની શાનભાન ઠેકાણે લાવી દે છે.તમે સીધીરીતે પોતાના જાતને કાનુનને હવાલે કરો છો કે,હું મુંબઈવાળો આઈડિયા વાપરું?"

                  અમી.વેગડાનુ વ્યક્તિત્વ પણ એવું ગજબ હતું કે ભલભલા અપરાધી કાપી ઉઠતાં.સિંહણસમી ત્રાડ નાંખી બોલ્યા;"હવે તમારો ખેલખત્મ...એ માફિયાગેંગના ગોવિંદ આપટે ચાલો ત્યારે અમારા મહેમાન ગૃહે આપણે ત્યાં રિવાજ છે કે આપના જેવા.ખાસ લોકોની ખાતેદારી બહુ ખાસ રીતે થાય છે."

           અમી વેગડાને જોઈ"અપરાધીના તો હોશકોશ ઉડી ગયાં.તેઓ પી.એસ.આઈ.અમી વેગડા સામે ઘણાંય પોતે નિર્દોષ હોવાથી સાક્ષી આપતા રહ્યા પણ સબૂત તેમના વિરુદ્ધ હતા છતાંય તેઓ કાલા વ્હાલા કરે પણ હવે શું વળે "જબ ચીડિયા ચુગ ગઈ ખેત"અમી વેગડાએ અપરાધીને પકડવા માટે ગોળીબાર કર્યો.ત્યાં થયેલા જીવલેણ ગોળીબારમાં પણ હીરને કશું જ ન થયું,પરંતુ ભૂખ તરસથી 
હીર અર્ધબેભાન અવસ્થામાં મળી આવી,પણ હીર રડી રડીને અર્ધબેભાન થઈ ગયેલી.તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી.સ્મૃતિનો જીવ અધ્ધર થઈ ગયો."હીર દિકરા આંખો ખોલ જો તારી મમ્મા તને બોલાવે છે,જો મારી સાથે કોને લાવી છું જો દિકરા આંખો ખોલ..."આટલું કહી રડી પડે છે.સ્મૃતિનું હૈયાફાટ રુદન જોઈ પોલીસ મિત્રોની સાથે પી.એસ.આઈ.અમી વેગડાની પણ આંખો ભીની થઈ ગઈ.પરંતુ ધીરજ પાઠવ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નોહતો.

                 અમી વેગડાએ પોતાની રીતે અપરાધી પાસે માહિતી ઉગલાવી 

"બોલ....તે આવો અપરાધ કયા દમ ઉપર કર્યો...શું દુશ્મની હતી તારી આ બાળકીથી...કહે નહીં તો થર્ડ ડીગ્રી અજમાવવી પડશે.કહે...ગોવિંદ આપટે અને તેની ગેંગ પાસે
ગૂનો કબુલ્યા વગર સિવાય કોઈ ઉપાય જ નોહતો...

વધૂમાં હવે આગળ

Comments