કાવ્ય:શાકભાજીએ કર્યું આંદોલન....
શાકભાજીએ કર્યું આંદોલન....
અરે...રે...આ રહી રોજની રામાયણ,હોસ્ટેલના વિદ્યાર્થીઓ રડે એ મંજૂર, પરંતુ શાકભાજીએ લીધો ઠેકો રોજની મોકાણથી અકડાઈ શાકભાજીઓને ભેગા થઈ
કરી મિટિંગ,આ સભા ઈડરમાં ભરાઈ,આજે તો ત્રાહીમામ્ ત્રાહીમામ્ થયું છે કંઈ,શાક ઉપર થયો મરચા પાવડરને લવિંગનુ આક્રમણ થયું છે કંઈ,કોણ હાર્યુ ને કોણે બાજી મારી...એ પરિણામ જમણવારે આપ્યુ જે આજના જમણમાં જોઈ શકો છો,શાકભાજીએ સ્વીકારી મરચા પાઉડરને લવિંગ સામે હાર,આ યુદ્ધ માં પિસાઈ ગઈ હોસ્ટેલની પ્રજા,જમવાની રોજની મગજમારી કદાચ આજ હોઈ શકે હોસ્ટેલ જમણની પરિભાષા...
શૈમી ઓઝા"લફ્ઝ"
Comments
Post a Comment