કાવ્ય:બળબળતા બપોરે
બળબળતા ઉનાળે રૂઠેલા સૂર્યદેવને,સૌ જીવો કોપ શાંત કરવા વિનવતા,આજે દિવસ આવી ગયો છે,ગરજતો વરસતો મેહૂલો સૌને તે કેવો લાગે સોહામણો,એ અષાઢી મેઘ જરા ધીમા પડો તો સારું
એ વાદળ...એ વિજળી...
ધીમી ગરજ તો સારું
આ અષાઢી મેઘને ફૂટેલી વાચાને સાંભળવી છે મારે,
એ કળાયેલ મોર જરા ધીમો પડી જા મારા વીરા...
તારી સાથે નાચવા આ હૈયું અધીરુ બની ગયું છે,
આ દેડકાઓના ગીત જોને સૌના ભાન કેવા ભુલાવે છે!
નાના બાળકોથી માંડી સૌ વડીલો ઋતુઓની
રાણી વર્ષાઋતુનું કેવું સ્વાગત કરે છે.સૌ કોઈ મોઢે એક જ ગીત ગણગણે છે,ભલે પધાર્યા મેઘરાજા,આવ રે વરસાદ ઢેબરિયો વરસાદના ગીતથી ધરણી ગૂંજી ઉઠે
ભીની માટીની સુંગધથી વાતાવરણ મઘમઘી ઉઠે છે,
તને પામવાની ઘેલષાએ જેને જોગણ બનાવી છે,
એવી ધરણી આજે નવોઢા જણાય છે,આતે
બે પ્રેમીઓનો કેવો અદભૂત મેળાપ થાય છે,ખેડૂતોના હૈયે હરખ સમાયે સમાતો નથી.
ચોમેર પાણી જ પાણી જણાય છે,છબછબિયાં
કરતા બાળકો કેવા વ્હાલા લાગતાં,આ દ્રશ્ય નિહાળવા
દેવતાઓ કેવા તરસતા હશે!એ મેઘ જરા ધીમો પડી જા
તો સારું છે,આ દિવસને મનભરી માણી લેવા દે
આ શૂર સંગીત સાથે મનમૂકી નાચવુ છે મારે
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment