વાર્તા:જીંદગી આપકે નામ કર દી
("જીંદગીની હકીકત દર્શાવતી અને સમાજીક ઘટના ઓને આવરી લેતી કાલ્પનિક વાર્તાઓ")
(આ નવલીકા વાસ્તવિક જીવનને આવરી લે છે,અને સમાજમાં બનતી સારી નરસી ઘટનાઓનુ વર્ણન કરે છે.
તમારા પ્રતિભાવ મને મેઈલમાં જણાવશો)
"એ પિયા એ જીંદગી આપકે નામ કર દિ,
આપ દિયા હમ બાતી હૈ,એ સફર સાથ કાટેગૈ પર,મેરા ખ્વાબ અધુરા સા રહ ગયા,આપને હમકો જીવન સફર મેં તન્હા સા કર દિયા,ઓ નાદાન પિયા આપને હમકો પાગલ સા કર દિયા."
શૈલી આનંદ મિજાજ ધરાવતી યુવતી હતી.તો વિશાલનો સ્વાભાવ એનાથી તદ્દન વિપરીત તે પોતાના જીવનને ખુબ ગંભીરતાથી જીવવામાં માનતો.શૈલી અને વિશાલના લગ્ન ત્રણ વર્ષ વિતી ગયાં.તેઓ કરકસરપૂર્વક જીવી પણ તેમાં આનંદ શોધતાં હતાં.
સાંજનાં પાંચ વાગ્યા હતાં,શૈલી આજે વિચારોમાં ડૂબેલી હતી.હળવેક રહી વિશાલે તેને ઢંઢોળતા કહ્યું;"એ શૈલી ક્યાં ખોવાઈ ગઈ છો?"
"બસ ક્યાં નહીં,આજે વાતાવરણ સારું હતું તો હું એમાં જ ખોવાઈ ગયેલી,તો મને ખબર જ ન રહી કે તું આવી ગયો."આટલું કહી વિશાલની વાત ટાળી દીધી.
શૈલી ડાયરી લખવાની ખુબ શોખીન હતી.જીવનના યાદગાર પ્રસંગો શૈલી ડાયરીમાં કંડારતી હતી,વિશાલ ફ્રેશ થઈ બહાર આવ્યો.એ...શૈલી મારે તને એક ખુશખબરી આપવી છે,પણ તારું ઉદાસ મોઢું જોઈ મારો મૂડ મરી ગયો.
"બોલ...હવે શું ખુશખબરી છે?મને કહેજે મારી ધીરજની પરીક્ષા ન કરીશ,કહી દેને યાર વિશાલ!તું મને આમ તડપાવ નહીં તો હું સાચે જ હું રોઈ પડીશ,
આટલું કહી શૈલી અધીરી થઈ ગઈ."
શૈલી થોડી શાંતિ રાખ નહીં તો મારે તને સંભાળવી અઘરી પડી જશે.ના...ના...વિશાલ તું મારી સાથે ઠીક નથી કરી રહ્યો.અરે...કહે...ને યાર મને તું શુ કામ આટલું સતાવે છે?આટલું કહીને શૈલી રડી પડી.
વિશાલ રડતી શૈલીને કહે,"ખુશખબરી જાણે એમ છે કે મારું પ્રમોશન થઈ ગયું,સિનિયર મેનેજર તરીકેની પોસ્ટ મળી છે,ચાલ શૈલી આજે આપણે એ ખુશીમાં જમવાનું બહારથી ઓર્ડર કરીએ."
વિશાલને પ્રેમભર્યુ આલિંગન આપી ફિલ્મી અંદાજમાં કહે છે"વાહ!આતો સારા સમાચાર છે,તો જનાબે મોહતમ્ ક્યું ન ઈસ ખુશી મેં મીઠા હો જાયે."
"કેમ નહીં આજે તો શૈલી બનાવશે મીઠામાં
આટલું કહી" વિશાલે હળવી મજાક કરી.
વિશાલની વાતમાં હુંકારો કરી શૈલી કહે "હા કેમ નહીં બકૂડા...આજે તો તારો દિવસ છે,બોલ તને મીઠામાં શું ભાવશે?"
"અરે...હા...વિશાલ મને યાદ આવ્યું તને રબડી બહુ ભાવે છે...તો આજે હું એ બનાવું છું.તું ફટાફટ ફ્રેશ થઇ આવ...આપણું પાર્સલ આવે પછી સાથે જમવા બેસીએ"આટલુ કહી શૈલી વિશાલને પ્રેમભર્યુ આલિંગન આપી કિચનમાં જઈ રબડી બનાવવા લાગી ગઈ.
વિશાલ છાપું વાંચવા બેસી ગયો,બંન્ને જમવાનું પતાવી પોતપોતાના કામે લાગી ગયાં.
જોતજોતામાં રાત થઈ ગઈ.બંન્ને યાદગાર પળને વાગોળતાં વાગોળતાં સુઈ ગયાં,ખબર જ ન રહી સુર્ય ક્યારે ઉગી ગયો.
વિશાલ ફટાફટ ઉઠી ગયો ઘડિયાળમાં ટાઇમ જોઈ તે ઝબક્યો.અરે...હાય...હાય... આટલા બધાં વાગી ગયાં ઓહ શૈલુ તે મને ઉઠાડ્યો કેમ નહીં,નક્કી આજે બોસ મારી વાટ લગાડશે...શું શૈલુ તુ પણ?આટલું કહી વિશાલ શૈલી ઉપર વરસી પડ્યો.અરે...હું પણ આજે લેટ ઉઠી... સોરી વિશાલ આટલું કહી શૈલી પોતાના કામમાં પરોવાઈ ગઈ."હા ઠીક છે...હું ફટાફટ ઓફિસ જાવ છું ટાટા... બાય...બાય...સાંજે કરીએ,આટલું કહી વિશાલ ઓફિસે જવા નિકળી ગયો."આ વિશાલનો રોજિંદાક્રમ બની ગયો.
આમને આમ સમય વિતતો ગયો. અરે...શૈલી ઘર વ્યવસ્થિત કરી રાખજે કાલે બોસ આવવાનાં છે,તો જમીને જ જશે તો જમવાનું કેવું બનાવે છે હો!બોસ ખુશ થઈ જવા જોઈએ,આટલું કહી વિશાલ ઓફિસ જવા નિકળી ગયો.
"અરે...વિશાલ તારે મને આ ક્યારથી કહેવું પડવા લાગ્યું!મેં તારા કયાં મહેમાન ન સાચવ્યા અરે વિશાલ યાર... તું તો ખરેખર હદ કરે છે."આટલું કહી શૈલી રડવા જેવી થઈ ગઈ.
વિશાલ પોતાની વાતનું તાત્પર્ય રજુ કરતાં શૈલીને જણાવે છે કે"રિલેક્સ શૈલી...રિલેક્સ...મને ખબર છે તું ખુબ હોશિયાર છે,મારે તને કહેવું નહીં પડે તારા જેવી ડાહી અને આજ્ઞાકારી પત્ની મેળવવા દરેક પુરુષોએ તપ કરવું પડે,પણ તું મને એમ નેમ જ મળી એ માટે તારી મહેરબાની, પણ બોસ બહુ અનુશાસન પ્રિય છે.એટલે મેં તારી જાણ ખાતર કહી દીધું."
શૈલી વિશાલને મીઠો ઠપકો આપતાં કહે "એ...વિશાલ આ શું હતું,આ મારી મશ્કરી હતી કે વખાણ હતાં?મને કંઈ સમજ ન આવ્યું.તું ઉભો રહે...કોઈ પોતાની પત્નીને આમ ચિડવતુ હશે!તારા બોસ પાસેથી એ પણ શિક્ષા લેજે કે પત્ની જોડે કેવી રીતે વર્તાય,ત્યારે શું...".
"અરે...શૈલી રિલેક્સ થા,તુ તો બહુ સિરિયસ થઈ ગઈ,ગાંડી હું તો મજાક કરતો હતો.તું તો સિરિયસ થઈ ગઈ.તને ખબર છે ને સવાર સવારમાં તને ચિડાવુ નહીં તો મને ચેન નથી પડતું,એ તો તુ જાણે જ છે ને?આટલું કહી વિશાલ મરક મરક હસવા લાગ્યો."
"હા...હા...વિશાલ એ તો તારી રોજની આદત છે.બસ...હવે...બહુ થયું,ઓફિસ જવાનું મોડું નથી થતું નહીં તો તું મારી ઉપર બ્લેમ નાંખે"આટલું કહી શૈલી વિશાલને મીઠો ઠપકો આપે છે.
"અરે...હા શૈલી બાય...."આટલું કહી વિશાલ તેની વ્હાલી પત્ની શૈલીને ફ્લાઈંગ કીસ આપી ઓફિસે જાય છે,બંન્ને ના સુખી લગ્ન જીવનને નજાણે કોની ખરાબ નજર લાગી ગઈ,એ જ ખબર નો રહી.
આજે વિશાલના કહ્યા મૂજબ યાજ્ઞિક સર પણ સાથે આવ્યા હતાં.શૈલીએ બોસને ખરાદિલથી આવકાર્યા.શૈલી આજે લાઈટ પીંક સાડીમાં ખુબ સુંદર લાગી રહી હતી.શૈલીએ યાજ્ઞિક ગરેવાલ સરના ચરણ સ્પર્શ કર્યા,પણ સરે પોતાની ઉંમર નાની બતાવી તેને આ કરતાં અટકાવી.બોસ શૈલીની સુંદરતા અને નજાકતા ઉપર મોહી પડ્યા તેમના તનમનમાં શૈલીને પામવાનુ ભૂત સવાર થઈ ગયેલું.આ જોઈ શૈલીને ઇનબેલેન્સ ફિલ થતું હતું.
યાજ્ઞિક સર કહે "આજે જમવાનું બહુ મસ્ત બનાવ્યું છે,પણ નજરશૈલીના સુંદર શરીર પર હતી.બોસના બદ ઈરાદા શૈલી જાણી ગયેલી.શૈલી ડિનર સર્વ કરવાના બહાને,તે કિચનમાં ચાલી ગઈ."હા...વિશાલ તો હું રજા
લઉ છું,કાલે ઓફિસે મળશું"
આટલું કહી યાજ્ઞિક સર પોતાના ઘર તરફ રવાના થયાં.
વિશાલ ઉત્સુકતાવશ પુછે કે,"કેવા લાગ્યા અમારા યાજ્ઞિક સર?"
હેબતાઈ ગયેલી શૈલીને વિશાલ ઢંઢોળતા કહે"અરે...શૈલી તને કંઈ પુછુ તારું ધ્યાન ક્યાં રહે છે!"હું તને કંઈ કહી રહ્યો છું તું સાંભળે છે,ને?અમારા બોસને જોઈ પરસેવો છૂટી ગયોને તારો...?અમારા પણ આજ હાલ થાય છે.શૈલીના અવાજમાં સાફસાફ ધ્રુજારી
વંચાઈ રહી હતી.
"અરે...શું થઈ ગયું છે શૈલી મને જવાબ આપ તને?"આટલું કહી વિશાલ ચિંતામાં ડૂબી ગયો.જ્યારે બોસ ઘરે મળવા આવે ત્યારે શૈલીને અડપલાં કરવાનો એકમોકો ન છોડતાં,શૈલી યાજ્ઞિકસરનુ આવું વર્તન જોઈ અકડાઈ ગઈ હતી.
તે મનમાં એવી દ્રિધા અનુભવી રહી હતી,તે તેના પતિ અને બોસના મિત્રતાભર્યા સંબંધો તોડવા નોહતી
માંગતી.હવે તેની પણ સહનશક્તિનો અંત આવી ગયો હતો.
વિશાલ તેને હિંમત આપતાં કહે"એ...શૈલી તું કહે તો ખરી શું વાત છે?હું કેટલા દિવસથી જોવું છું,તારું વર્તન હવે બદલાઈ રહ્યું છે,વાતવાતમાં ચીડાઈ જાય છે,તું વિચારોમાં ખોવાયેલી રહે છે?નથી સરખી રીતે વાત કરતી."
વિશાલ તને હું એક વાત કહું તો તું સાંભળવાની હિંમત રાખી શકે?પણ આજ શૈલીએ હિંમત કરી વાત કહી દીધી.
"તારા મિત્ર અને બોસ તું જે એમને ગણે છે તે યાજ્ઞિક સરના ઈરાદાને વર્તન મને ઠીક નથી લાગતું,એ મને ખરાબ રીતે અડપલાં કરે છે.મને આવું બધું પસંદ નથી.
શૈલીને ઢંઢોળતા વિશાલ કહે,"એ...શૈલી તારી અક્કલ ઠેકાણે તો છે ને?તું આ શું બોલી રહી છો એનું તને ભાન છે,તું શું કામ અમારા મિત્રતાના સંબંધો બગાડવા બેઠી છો?
યાજ્ઞિક સરે થોડી હળવી મજાક કરી પણ દીધી તો તારું શુ લૂંટાઈ ગયું?બોસ આમ પણ મહિલા કર્મચારીઓ સાથે ઓફિસમાં મજાકમસ્તી કરતાં જ રહે છે. એ...ગવાર...જાહીલ... તું કયાં જમાનામાં જીવી રહી છો જરા બહાર તો નિકળી જો દુનિયા ક્યાં પહોંચી ગઈ છે?
તે શું ધાર્યું છે?હે...ભગવાન આ શૈલીને શું થઈ ગયું છે?આજે કેમ આડી અવળી વાતો કરે છે?આટલું કહી વિશાલે નિ:શાસા ઉંડાણભર્યા નિશાસા નાંખ્યા.
વિશાલની આવી વાત સાંભળી શૈલી તો આભી બની ઊભી જ રહી ગઈ.તે મનોમન વિચારી રહી હતી શું આ એજ વિશાલ છે જેને મારી સાથે અગ્નિની સાક્ષીએ સાતવચનો લીધા હતાં,શું આ એ જ વિશાલ છે,જે મુશ્કેલી સમયે મારી રક્ષા કરવાનુ વચન આપી શકે તે આમ પૈસા અને પ્રમોશનની લાલચ તેને ધર્મથી ભટકાવી શકે?એ વાત એના ગળે નોહતી ઉતરી રહી.પણ સંબંધોની પરીક્ષા કપરા સમયમાં તો થાય છે.
"શૈલી તારે તૈયાર રહેવાનું છે,બોસ આવવાના છે,બોસ સામે મારી ઇજ્જતની નિલામી ન કરતી.મારે તારી કોઈ જ દલીલ સાંભળવી નથી.તારે મને સહકાર આપવો જ પડશે તને લગ્નસમયે લીધેલા સાતવચનની આણ છે,તારે તારા વચનો નિભાવવા કે ન નિભાવવા તારી મરજી... "આટલું કહી વિશાલ ગુસ્સામાં બહાર નીકળી ગયો..
એ વિશાલ...ભગવાનથી ડર,હવે આ બધી જ પળોજણમાંથી તુ બહાર નિકળી જા,હું જાણું છું કે તને લાલચે અંધ કરી નાંખ્યો છે,માફ કરજે હું તને આવા કામમાં સાથ ન આપી શકું,કુદરતની ઇચ્છા હશે તો બાકીનું ઋણ આવતાં જન્મે ચૂકવે,કેમકે મારે પોતાની જાતને દુષિત નોહતી કરવી.મને શોધવા આવતો નહીં.તું શોધવા આવીશ તો પણ હું તને નહીં મળું,આ દૂનિયાથી છોડી દૂર જઈ રહી છું.બોલ્યું ચાલ્યું માફ કરજે.
-તારી શૈલી
આટલું કાગળમાં લખી શૈલી ઝેર પી ગઈ.વિશાલ તેની લાલચને કારણે પ્રાણપ્યારી પત્નીને સદાયને માટે ખોઈ બેઠો.
શૈમી ઓઝા "લફ્ઝ"
મિત્રો શૈલીના આ કદમ બાબતે તમારું શું કહેવું છે?આપ સૌ આપના મતો મને જણાવશો.
Comments
Post a Comment