કવિતા:મારી અધુરી ઈચ્છા....

મારી અધુરી ઈચ્છા....

એક માસુમ ઢીંગલુ જેના ચહેરા,
પર છલકાતી માસુમિયત,જેને ભેટ આપી લોકો દસ ફેબ્રુઆરીનો દિવસ ઉજવે છે,નાનાથી લઈ ઘરડા
પણ મનાવે છે ટેડીબિયર દિવસ,
જેને જોઈ ગમગીન ચહેરે પણ આનંદ આવે,
પરંતુ એક ઈચ્છા તો મારી અધુરી જ રહી ગઈ,
મારા ગામમાં મળી આવી એક સુંદર ઢીંગલી,
કાંટામાં પડેલી ઠંડીથી કળસતી,
કોઈના પ્રેમ માટે તરસતી ઢીંગલી,
જેને ખોળે લેવાનું સપનું સજાવી આ હૈયુ બેઠું હતું
ક્યારે પુરી થશે આ દિલની આશ,
આ દિલ તરવળે એના માસુમ રુદન સાંભળવા,
જો એ બાળકી મને ખોળે મળે તો મારો
ટેડીબિયર ડે ખરા દિલે સાર્થક થાય.
એ મધુર હાસ્ય, નાના હાથ,નાની નાની આખે
પરંતુ આ દિલ ની ઇચ્છા અધુરી રહી ગઈ,
આંખો પટપટાવેને બોખા મોંઢે સ્મિત રેલાવે,
માતાની મમતા માટે તરસતી મારી ઢીંગલી
લોકો જોઈ સહાનુભૂતિ દર્શાવી રસ્તો પકડે,
પણ મદદ કરે ન કોઈ,હજારો નિરાશાએ એક આશ બંધાઈ,
પર આ દિલની ઈચ્છા તો અધુરી જ રહી ગઈ.
આ ઢીંગલીને ખોળે લેવાની ઈચ્છા મારી ઈચ્છા રહી ગઈ.
ન જાણે ભગવાન મને ક્યારે આ દિવસ દેખાડશે,
એના બાળપણને માણવું હતું મારે,એને પાપા પગલી
ભરતા શીખવવી હતી મારે,એની સામે ટેડીબિયરના ઢગલા કરી,એની સાથે બાળક બનીને રમવું હતું.
એની એક એક શરારતોને મારે યાદગાર સ્મૃતિ તરીકે રાખવી હતી,એને ભણાવી ગણાવી દિકરાથી પર ઉપરની
પદવી અપાવવી હતી,આ દિલની ઈચ્છા તો મારી અધુરી જ રહી ગઈ,ને મારી સપનાંની ઢીંગલીને પી.આઈ દત્તક લઈ ગયાં.મારો આ ટેડીબિયર દિવસ લુણવગરના,
પકવાનસમો થઈ ગયો.આજનો ટેડીબિયર ડે મારો 
ઢીંગલી વગર સુનો સુનો રહી ગયો.

             શૈમી ઓઝા"લફ્ઝ"

Comments