કવિતા:નારી દિવસ...

નારી દિવસ...
(સાચું કહું તો સ્ત્રીઓ માટે કોઈ ખાસ દિવસ નથી હોતો એજ આ દુનિયા માટે ખાસ છે,એ ચાહે કોઈ પણ સ્વરૂપે પુજનીય હોય છે.સ્ત્રી પુરુષ પ્રધાન સમાજને સવાલ કરે છે એને મેં મારી રચનામાં કંડાર્યુ છે.

કોઈ કહે તુ પારકુ ધન
તો કોઈ કહે પારકાઘરની
મને કોઈ મારુ સાચુ ઘર 
હોય તો બતાવો.

નવ મહિના બાળકને
ગર્ભમાં ધારણ કરી,પ્રસ્રુતિની અસહ્ય વેદના સહન કર્યા પછી,એ પિતાનું નામ લાગે,તો હું બાળક પર થોડો અધિકાર મને આપો..

રિત રિવાજ માન મર્યાદાની બેડીએ મને તમે બાંધી,તમે ઉડવા ગગન આપો તો કહી નહીં, પરંતુ અપેક્ષા છે,થોડો પ્રેમને યશ આપો જેનો અમને પણ હક છે.

હું નથી જોકને મનોરંજન નુ સાધન,કે નથી સુશોભન કરી રાખવાની સામગ્રી,
ઈચ્છા અને અપેક્ષાઓ રુપિ માટી થકી ઘડાયેલ જીવ છું.

મંદિરમાં સ્ત્રીઓની પાષાણ પ્રતિમાઓ પૂજાય છે,ને ગર્ભમાં એક નવજાત બાળકી બોજ માની બલિ અપાય છે,આ કારણ જાણવા હું આતુર છું.

સર્જનકર્તા,પાલનકર્તા
પતિ સાથે કદમ કદમથી કદમ મિલાવી ચાલનાર સીતા,તો પતિના વિરહમાં ઝૂરનાર ઉર્મિલા સ્ત્રી,પ્રેમરસમા પરમેશ્વરને
ઓળઘોળ કરનાર રાધા તુ,ભક્તિ રસનો પાઠ સમજાવનાર મીરાં તુ,
પતિના અપમાન બદલ પોતાની જાતને અગ્નિ વેદીમા હોમનાર સતી તુ,પતિ માટે પુનઃજન્મ 
લઈ તપ કરનાર પાર્વતી તુ
તુ દરેક સ્વરૂપે વંદનને માનની અધિકારી છે.

કહેવામાં આવે દિકરી લક્ષ્મી પરંતુ એના જન્મ સમયે મિષ્ટાન્નની સાથે આંસુ કેમ વેચાય છે.

શાના ને ડાહ્યા લોકો કહી ગયેલા કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ પરંતુ  પગની પાની આખાય શરીર
શરીર ભાર ઉપાડે તેમ સ્ત્રી 
ઘરની જવાબદારીનો બોજ સ્ત્રી ઉપાડે,છતાંય શું મળે જશ માંથે જૂતા 

પુરુષ પાસે ડીગ્રી અને ધંધો ભલે રહ્યો પરંતુ સ્ત્રીઓ
આખાય ઘરનો વહીવટી કારોબાર હસતાં મુખે એ પણ વિનામૂલ્યે કરે છે,એક દિવસની રજા નવ માંગે
સમાજના ડાહ્યા લોકો 
આ પણ નોંધ લો.

ક્યારેક તો ગળામાં મંગળસૂત્રને સેંથો સિંદુરનો જાણે અજાણે બોજ બની રહી ગયા છે.સ્ત્રીઓની સ્વંત્રતા હણવા ને ખુશીઓને હોમવાનુ નિમિત્ત બની રહ્યા છે.

બાળક માટે તો કોઇવાર પિતા માટે,તો કોઈવાર પતિ માટે પોતાની ખુશીઓનુ બલિદાન આપી,સ્વ કરતાં બીજાને મહત્વ આપે,ત્યાગ ને બલિદાનની મૂર્તિ સમાન નારીની વંદના માટે એક દિવસ શું કાફી હોય છે?
આઠ માર્ચના દિવસે તડકતા ભડકતા સ્ત્રી
પ્રિય સૂવિચારો ને પોસ્ટ મુકી ભાષણકરી મનમોહી લેનાર 365દિવસ સ્ત્રી ઓની ઈજ્જત કરવાનુ શાને વિસરી જાય છે.

બાળક માટે તો કોઇવાર પિતા માટે,તો કોઈવાર પતિ માટે પોતાની ખુશીઓનુ બલિદાન આપી,સ્વ કરતાં બીજાને મહત્વ આપે,ત્યાગ ને બલિદાનની મૂર્તિ સમાન નારીની વંદના માટે એક દિવસ શું કાફી હોય છે?

શૈમી ઓઝા લફ્ઝ


Comments

Popular Posts