કવિતા:હું કવિતા છું...
કવિતાદિન નિમિત્તે મારી કવિતા....
હું કવિતા છું...
મારા ચાહકો ઓળખી બતાવો,હું કોણ છું,
તમે ન સમજો તો હું પહેલી છું,
મને સમજી શકો તો લોકોના મનની વાત છું,
મનમાં ગુંજારવ કરતાં શબ્દોની શૃંખલા છું,
કવિઓને અમરત્વ અપાવતી એક જડીબુટ્ટી છું
હું કવિતા છું...
શબ્દો મારા બાળકો છે,એની જો તમે માવજત
પ્રેમથી કરો,તો એ મારા જ અંશ છે
શબ્દોની શૃંખલાઓથી,બનતી એક શ્રેણી છું,
હું કવિતા છું...
જ્યારે ઉર્મિ,લાગણી અનુભવોને
જો કંડારવામાં આવે તો મારી રચના થાય છે,
હું કવિઓનુ ઘરેણું છું,કવિઓને અપાયેલ ભવાની,
સરસ્વતીનું વરદાન છું,હું કવિતા છું...
જ્યારે દિલ ઉપર ઉઝરડા ઘાવ વાગે,
ત્યારે લાગણીઓ છિન્નભિન્ન થઈ જાય છે,
દર્દભર્યા દિલની આહટ છું,
હું આંસુ થકી લખાયેલી હું કવિતા છું...
જેમ સાતરસ રસોઈનો સ્વાદ વધારે છે,
તેમ હું નવરસથી ભરપુર શબ્દો દ્વારા બનતું પકવાન છું,
હું સાહિત્ય જગતમાં સ્વતંત્ર છું,મને બંધનમાં બાંધશો નહીં,
મારા ચાહકોનો પ્રેમ તો જુઓ મને ભિન્ન ભિન્ન રાગોમાં
વેચી દેવાઈ,હું ઘાયલ કવિઓનું હથિયાર છું
હું ખોવાયેલા પ્રેમને પરત મેળવવાનો એકમાત્ર ઉપાય છું
તમારા દ્વારા જાણે અજાણે અપાયેલી લાગણીઓને શાબ્દિક વાચા છું, હું કવિતા છું...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment