કવિતા:ચહેરાની નિર્દોષતા...
ચહેરાની નિર્દોષતા
------------------------
તારુ હાસ્ય આ દિલને ભાવે
છે,પણ આ હાસ્ય પાછળ કેટલા પાગલ છે,નોંધમાં અગણિત લખેલું છે.
તમે મંદમંદ હસો છો ત્યારે
ખુબ ગમો છો,આવી ખુશામત
કેટલાયે કરી હશે.
તારી કાતિલ અદા,ને બોલાયેલી કાલીઘેલી ભાષા
નજાણે કેટલાયના દિલના ધબકારા વધાર્યા હશે?
તારી ઢળતી નજર,તારુ નાના
બાળકની જેમ ચીસ પાડી ઉછળવુ કોઈપણના દિલમાં પ્રેમના બીજ બોયે,
તારા ગાલના ખંજન,તારા લહેરાતા વાળ,
કાજળ આંજેલા નયનો જ્યારે જ્યારે મસ્તીભર્યા તીર છોડે ત્યારે નજાણે કેટલાયને ઘાયલ
કરી નાંખે પ્રેમપાષમાં.
આમને આમ આપે દિવાનાઓની ભીડ વધારી હશે,મારી વ્હાલી
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment