ડાયરી:અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ

મુક્ત મને થયેલી વાતો 
જીવન વળાંક ભાગ;8

વ્હાલી ભાવુ...હું પણ કેટલીક સ્વાર્થી છું કે,તને.ગુડમોર્નિગ પણ વિશ ન કર્યું,સખી મિત્રતા મા સોરી કે આભાર ન આવે તેમ છતાંય તને કહું છું...તારી સાથે કેટલીક વાતો કરવી છે મારે...ડિયર 
પ્રશ્ન એ થાય છે કે,કહેવાય છે શું અને કરાય છે શું.....
આ બાબત મને ચિંતામા મૂકી દે છે.

     આપણે જોયું કે સમાજમાં મોટી મોટી વાતો ફેકાય છે.સ્ત્રી પુરુષ એક સમાન પણ ડિયર આવું નથી હોતું."સ્ત્રી છે તુ મર્યાદા ન ઓળંગ,તુ આ લઈ શું કરીશ,તુ શું કરીશ જીતી તારે બીજા ઘરે જ તો જવાનું છે... તું આવી રહીશ તો અમારી આબરૂ કાઢીશ, સમાજમાં થુ થુ થશે...ધીમે બોલ ધીમે હસ આવું,કપડાં સરખા પહેર નહીં તો અમારી સમાજમાં બદનામી થશે તારો કોઈ હાથ નહીં ઝાલે,"આવા શ્લોગન પણ સાભળવા મળે છે શું સાચું શું ખોટું એ દ્રીધા મનમાં ચાલે છે.

     બહુ સાંભળવા મળે છે,દિકરી દિકરો એક સમાન,આપણે આવા દોગલા રાજકારણના શિકાર જાણે અજાણે બનીએ છીએ.તુ પણ છે,અને હું પણ જાણે અજાણે બની રહ્યા છીએ.આ સિસ્ટમ બકવાસ છે,જે જડમૂળથી બદલવી જ રહી હું એકલી બોલીશ કે તુ એકલી બોલીશ એ નહીં ચાલે, દરેક સ્ત્રીએ પોતાના હક માટે લડવું જ પડશે,ત્યારે જ આ સિસ્ટમ બદલાશે,મોટી મોટી વાતોના ગોળા કરવાથી કોઈ જ દાડા નહીં વળે..

      ઈતિહાસ ગવાહ છે,કે પહેલાં ના સમયમાં 
ક્રાંતિકારીઓએ કેટલાય આદોલનો કરેલા કેટલાય બલિદાનો તો આપ્યા પણ ખરા દિલથી પોતાની જાતને પુછો કે "આપણે ખરેખર આઝાદ થયા છીએ ખરા!આ સંકુચિતતા આઝાદી પહેલાની છે મગજમા એ જડમૂળથી ડામવી જ પડશે.એજ અંગ્રેજ પહેલાંની પ્રથા ચાલી આવે છે,સ્ત્રી બાબતે આપણો સમાજ હજુ એજ રુઢીઓથી બંધિત છે.

સાચું કહું તો સ્ત્રીઓ કદી હારતી જ નથી પણ તેને સમાજમાં બદનામીનો ભય બતાવી અથવા તો ડુબતી નશ પર હાથ રાખી સ્ત્રી ઓ તેમના પડ્યા બોલ ઝીલે એવી અપેક્ષા રાખવામાં આવે છે.

જમાનો બદલાયો સદી બદલાઈ પણ સ્ત્રી બાબતે આજ માન્યતા ચાલતી આવી છે,સ્ત્રી તો લક્ષ્મીનો અવતાર શક્તિનુ ઉપનામ આપી સ્ત્રી પુરુષ એકસમાનના સ્લોગન પ્રમાણે વર્તનાર કેટલા ડિયર ભાવુ એ જ તો જોવા જેવું છે...હજી પણ સમાજમાં સ્ત્રીઓને બિચારી,અબળા તરીકે જ જોવામાં આવે છે.સ્ત્રી દરેક જગ્યાએ અવ્વલ રહી છે.એ ચાહે સ્કૂલમાં રિઝલ્ટ હોય કે લશ્કરી ફિલ્ડ હોય કે પછી કોઈ પણ ક્ષેત્ર જ કેમ ન હોય.છતાંય સ્ત્રીઓને આપણો સમાજ નીચી જ માને છે,કોઈ છોકરીઓ સાથે ભેદભાવ કરતો આવ્યો છે.

.છોકરીઓને સંઘર્ષ કરવો પડે છે,પોતાની જાતને સાબિત કરવા અને પોતાના આત્મસન્માન માટે લડવા,આ વાત જો તમને ખોટી લાગે તો કહેજો.

તને તો હજી ઘણા બધા અનુભવો જાણવા મળશે 

તને ખબર નહીં હોય ડિયર હજી તો બહુ બધું ફેશ કરવાનું બાકી છે ડિયર તુ સાથે હોઈશ તો મને દરેક સમય મજાનો લાગશે...
આપણે બાકીની વાતો કાલ કરશું.

વધુમાં હવે આગળ...

Comments

Popular Posts