એકવાર ધરતીપર તમે આવજો...

એકવાર ધરતીપર તમે આવજો.....

એ જગતપતિ એકવાર અમને દર્શન આપવા આવજો,કોઈ કહે ઘનશ્યામ તો કોઈ કહે મનમોહન,તમારા તો નામ
અનેક છે,કયા નામે તમને પુકારે ભક્તો પ્રશ્ન મનમાં સરવળે...

તમારી લીલા અપરંપાર છે,
જય નારાયણ જાપ જપે એ ભવસાગરથી પાર છે,

મથૂરાની જેલમાં જન્મેલા કાનાજી,ગોકુળમાં જે 
એકવાર ધરતી પર વહેલા વહેલા આવો સાથે રાધા- રુકમણી સંગે લાવો ને...

અમને તમારી ભક્તિમાં
રંગાઈ ગયા નારાયણ એકવાર કલિયુગમાં તમે આવો જય નારાયણ...

ગોકુળમાં ગોપીઓના વસ્ત્રો ચોરી તેમને લાજ,
શીલની શિક્ષા આપી,એકબાજુ દ્રોપદીના ચીર પુરી લાજ લૂટાતા બચાઈ,રાધા સંગ પ્રિત રચાવી,રાધેશ્યામ કહેવાયા,
ગોપીઓની મટકી ફોડી ચોરી ચોરી માખણ ખાઈ માખણચોરનુ બિરુદ પામ્યા
મીરાંબાઈના  હળાહળ પી પ્રેમ જ ભક્તિ છે,એનું પ્રમાણ આપ્યું, ભક્ત પ્રહલાદને ઉગાર્યો,ધ્રુવને પોતાનું સંતાન બનાવ્યો,કુરુક્ષેત્રમાં ગીતા ઉપદેશ આપી જીવન જીવવાની રાહ બતાવનાર યોગેશ્વર એકવાર ધરતી પર આવો,એક નહીં અત્યારે તો અસંખ્ય દ્રૌપદીની લાજ લૂંટાય છે,તેમની લાજ બચાવવા પ્રભુ માનવ અવતાર ધરી આવો.પાપનો ઘડો જેનો ભરાઈ ગયો છે,જે ઉદ્ધાર ઈચ્છુક ભ્રષ્ટાચારી,પાપી,
કાળાબજારિયા લાચીયા,પાપ કર્મ કરી જે પોતાના પવિત્ર હોદ્દાને કલંકિત કરનારો જે વર્ગ માનવનું રુપ ધરી જે દાનવો આવ્યા છે,એમને મોક્ષ આપવા પ્રભુ એકવાર ધરતી ઉપર અવતરો,કૃષ્ણા,માં ધરતી આપના સ્વાગત માટે છે વ્યાકુળ,કલિયુગના ભક્તો આપને પૂકારે છે,એકવાર ધરતી પર લક્ષ્મી પતિ તમે આવજો...

શૈમી ઓઝા "લફઝ"

Comments

Popular Posts