વાર્તા:અંધકાર

એક રાત:અંધકાર...

                    શિલ્પા સોળ વર્ષની કિશોરી હતી.તે ભણવામાં એટલી હોશિયાર નોહતી પણ ઈતર પ્રવૃત્તિમાં અવ્વલ હતી,ચિત્રો દોરવાનો ખુબ શોખ હતો.જ્યારે મન ઉદાસ હોય ત્યારે ચિત્રકામ કરી પોતાના મનમાં છવાયેલી ઉદાસીને દૂર કરતી.

                  એને ભગવાને કલાની સાથે રુપ પણ ભેટમાં આપ્યું હતું,એ ભણવામાં હોશિયાર ન હોવાથી એના મમ્મી પપ્પાને એના માટે રત્તીભર પણ માન હતું નહીં.શિલ્પા પોતાની ધૂનમાં મસ્ત રહેતી.

               શિલ્પા ચિત્રકળામાં તે એટલી અંદર ઉતરી જાતી એને સમયનું પણ ભાન ન રહેતું.

                   ત્યારે એના મમ્મી ઈન્દુબહેન બૂમ બરાડા પાડતાં કહે"એ...છોકરી તું આમાં ને આમાં રચી પચી રહીશ તો તારું શું થશે,થોડું ભણવામાં ધ્યાન રાખ,અને જો આ વખતે રિઝલ્ટ ઓછું આવ્યું તો તારી ખેર નહીં?"

                     શિલ્પા તેની મમ્મીને સમજાવતા કહે"
દરેકમાં અલગ અલગ પ્રતિભા હોય છે, બધાં ભણવામાં જ ટોપર હોય એવું તો બની ન શકે,જો હું મારી પોતાની તારીફ નથી કરી રહી પણ તું ને પપ્પા વારંવાર મારા નબળા રિઝલ્ટને લઈ,ચિંતિત રહો છો,એટલે મેં તમને કહ્યું..."

              અરે...ન જોઈ હોય મોટી કલાકાર ભણવાનું કર આમ પીછી ફેરવે કંઈ પૈસા મળતાં હશે!તુ આમ ગાંડા જેવી વાત ન કર,નહીં તો મારા જેવી ભૂંડી બીજી કોઈ નહીં,છાનીમાની ભણવાનું કર"આટલું કહી ઈન્દુ બહેન તો ગુસ્સામાં લાલચોળ થઈ ગયા.

                   શિલ્પાની ઉંમરની છોકરીઓ આગળના વર્ગમાં હતી જ્યારે શિલ્પા સૌથી પાછળ હતી,મમ્મીના શબ્દોની કોઈ જ અસર થતી નોહતી.મમ્મી અને શિલ્પાના ઝગડામાં અજયભાઈ ક્યારેય વચ્ચે નહીં બોલે એવી આકરી પ્રતિજ્ઞા હતી.આ ઝગડો ઘડીક માટે જ રહેતો માં દિકરી પોતાની વાતોમાં ખોવાઈ જતી.

                ઓછાબોલી શિલ્પા તેના પેઈન્ટિંગ થકી ઘણું બધું કહી દેતી.શિલ્પાને કોઇ ખાસ મિત્ર ન હતા.શિલ્પાના  પેઈન્ટિંગની વિઝિટ કરનાર એક પળ માટે નજર જ ન  હટાવી શકે,એવું લાગતું હતું કે હમણાં જ આ ચિત્રોને હમણાં જ વાચા ફૂટી નિકળશે?ચિત્રકળા કહેવાય છે
કે સાચા હીરાની પરખ ઝવેરીને હોય છે.એમ એક કલાકારની ઈજ્જત સ્ટેજ ઉપર થાય છે,તેની કળાથી પ્રભાવિત થઈ એને મુખ્ય મંત્રીના પારિતોષિક મળેલો.

પણ જીવનમાં આવેલી એક રાત કે જેને શિલ્પાનો નકશો બદલી નાંખ્યો.

તેની આ કળામાં તે આગળ વધે એ પરિવારને મંજુર ન હતું.

             એને ચિત્રકળામાં ખુબ જ રસ હતો,તેને ફાઈન આર્ટનો અભ્યાસ કરવો હતો,એના પિતાને લાખ રૂપિયાનું દેવું થઈ ગયું,પોતાનું મકાન વેચી નાખ્યું.આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે શિલ્પા બાર સુધી જ ભણી.સમયનું ચક્ર ફરી ગયું.સમય ધીરે ધીરે વિતતો ગયો.

              શિલ્પા હવે યુવાન થઈ ગઈ.યુવાની સાથે ચહેરો પણ સોળેકળાએ ખીલ્યો હતો.લગ્ન માટે સમાજમાંથી વાતો આવવા લાગી.શિલ્પાના પરિવારની હાલત આર્થિક રીતે નબળી હાલત હોવાથી શિલ્પાના લગ્ન જવાબદારી પાર પાડવાના આશ્રયથી છોકરાની કોઇ જ તપાસ કર્યા વગર શિલ્પાની વિનોદ નામના યુવક સાથે સગાઈ નક્કી કરી નાંખવામાં આવી.એના મમ્મી પપ્પા શિલ્પાને એવું પણ પુછવું જરૂરી ન સમજ્યા કે આ સગાઈથી શિલ્પા ખુશ છે કે નહીં,એ પણ પુછવાની તસ્તી લેવામાં ન આવી.શિલ્પા બધું જ સમજતી પણ પરિવારની આબરુ ખાતર મૌન સેવી દીધું

                સગાઈના બે ત્રણ દિવસ પછીના મૂહુર્ત મૂજબ લગ્ન લેવામાં આવ્યાં,પણ ન જાણે કેમ આ લગ્ન માટે શિલ્પાનુ મન નોહતુ માનતું,પણ પરિવારના કહ્યા મુજબ,
આ લગ્ન માટે પણ તેને અંદાજ નો'હતો કે તેનું આ મૌન જ તેનું જીવન અંધકારમાં ધકેલી દેશે.

                       જોત જોતાં લગ્નનો દિવસ નજીક આવ્યો.શિલ્પા દુલ્હાનના કપડામાં સુંદર અને લજામણી નારી લાગતી હતી,પણ કહેવાય છે કે સમય રહેતાં સુંદરતા           
અને હોશિયારી કોઈ જ કામ નથી લાગતી.શિલ્પાની વિદાય વખતે આખો પરિવાર ખુબ જ રડ્યો પણ શિલ્પાની આંખમાં  કોઈ જ આંસુ નોહતા કદાચ એવું પણ બની શકે
કે શિલ્પાના આંસુ સુકાઈ ગયાં હોય!

                   શિલ્પાએ પરિવારની ઈજ્જત ખાતર સપનાંને
લગ્નની વેદીમા હોમી દીધા,તેને મનમારી વિનોદને અપનાવવાનો નિશ્ચિય કર્યો,લગ્નની પ્રથમરાત્રીને લઈ તેને જે સપનાં સજાવ્યા હતાં તે ચુરચુર થઈ ગયા,પણ લગ્નની પહેલી રાતે એના પતિની હકીકત સામે આવી ને પગ નીચેથી જમીન સરકી ગઈ..

                     લગ્નની પ્રથમરાત્રીએ પતિની જગ્યાએ સસરા તેના આવ્યા હતા.શિલ્પા પતિની જગ્યાએ દલાલને જોઈ"હેબતાઈ જ ગઈ,તેની ચીખો ખાલી બંધ કમરા પૂરતી સિમિત રહી ગઈ.એ...ક્યાં જાય છે"શિલ્પા તું ચાહકર પણ કંઈ જ નહીં કરી શકે,તુ ગમે તેટલી બૂમો પાડીશ પણ તારી કોઈ જ મદદે નહીં આવે.એટલે તારો પ્રયત્ન વ્યર્થ છે.આટલુ કહી સસરા ત્રાંસી નજરે રાક્ષસી અવાજે હસ્યા."શિલ્પા સસરાની બદ ઇરાદા જાણી ગયેલી.

               શિલ્પા આવાજમાં અડગ અવાજે કહે"હું બહાર નિકળી સૌને આ વાત જણાવીશ..."શિલ્પા તેના સસરાને ધક્કો મારી બહાર નિકળવા પ્રયાસ કરે છે.સફળ પણ થાય છે.તે વિનોદને અહીંથી છોડાવવા વિનંતી કરે છે મને અહીંથી છોડાવો,ત્યારે સાસુમા અકડાઈને કહે,

              "બસ...બહુ થયું વિનોદ આને સમજાય નહીં તો પરિણામ નહીં સારું આવે...એ છોકરી...નાટક નખરાં બંધ કર આ તારા સસરા કહે તેમ કર અહીં રહેવું હોય તો અમારા રીત અપનાવી પડશે,નહીંતર દરવાજા ખુલ્લા છે આ ઘરનાં!"

            ઓય...સાસુમા તમે કેવા પત્ની છો પોતાના ધણીને સમજાવવાની જગ્યાએ આવા કામ માટે ઉપસાવો છો તમને લાજ નથી આવતી?અરે પૂત્રવધૂ તો દિકરી સમાન કહેવાય,એની સાથે...છી...તમને નર્કમાં પણ...જગ્યા નહીં મળે...એ વિનોદ મને છોડાવો...આટલું કહી તે રડી પડી.

          અરે....કાલની આવેલી છોકરી તુ મને શુ શીખવાડતી હતી.પહેલાં તુ તો તારા માં બાપ પાસે શિક્ષા
લઈ સાસરીમાં કેવી રીતે રહેવું એ તો શીખી આવ,પછી મને જ્ઞાન આપજે.

            વિનોદે શિલ્પાને લાફો ઝીંકી મોટે મોટેથી કહેવા લાગ્યો"ઓય...તું મમ્મી સામે બોલે છે.નાલાયક....
શું તારા પરિવારમાં વડીલોની ઈજ્જત કરવાનો રિવાજ નથી?અહીં ના રીત રિવાજોને પ્રેમથી અપનાવી લેવા
એમાં જ તમારી ભલાઈ છે.ઘરની વાત ઘરમાં જ રહેશે.

             શિલ્પા બે હાથ જોડી કહે"સોરી...અમારાથી આવુ પાપ મારાથી નથી થાય. શક્ય હોય તો માફ કરજો.
શિલ્પાએ સાસુ અને પતિને સમજાવવા અનેક પ્રયાસો કર્યા.
પણ વ્યર્થ.          

            ઘરના રીતરિવાજના નામે શિલ્પાના પતિ અને સાસુએ તેને હૈવાન સસરા પાસે મોકલી દીધી.
  
               શિલ્પાના સસરાએ અશ્લીલતાભરી નજરે કહ્યું કે "પહેલાં માની ગઈ હોય તો આટલું બધું વાતનું વતેસર ન થાત..."શિલ્પાના નાજૂક હાથ દલાલના મજબૂત હાથ સામે કમજોર પડી ગયા,શિલ્પા ચાહકર પણ કંઈ જ ન કરી શકી.
પછી સસરાના વિધૂર મિત્રોએ પણ શિલ્પા સાથે જબરજસ્તી કરી,આ ઘટનાક્રમ મહિના સુધી ચાલતો રહ્યો.
શિલ્પાની સહનશક્તિનો અંત આવ્યો.તેને હાલાત સામે હથિયાર મુકવાની જગ્યાએ લડવાનું વધુ પસંદ કર્યું

                 શિલ્પાએ બીજા દિવસે મમ્મી પપ્પા પાસે જઈ વિગતવાર વાત કરી.ઇન્દુ બહેન કહે સંસાર છે ચાલ્યા કરે"થોડું સહન કરતાં શીખ આમ નાની નાની વાતમાં ઘર છોડી થોડું અવાય."  

                 અજયભાઈ દિકરીને સમર્થન આપતાં કંઈ કહે એ પહેલાં ઇન્દુબહેન કહે તમે તો કંઈ બોલતાં જ નહીં"તમને આમાં ખબર ન પડે સમાજ શું કહશે હજી આપણા દિકરાના લગ્ન પણ તો કરાવવાના જ છે ને."
               
                અજયભાઈને પોતાની ભૂલનો ડંખ આજે વાગી રહ્યો હતો કે "પૈસાનુ દેવું ન ચુકવી શક્યો તો વ્યાજખોરના ઘરે આપી.દિકરીને ખુશહાલ જીવન આપવાને બદલે તેનુ
અંધકારમય કરી નાંખ્યુ.તેનો તેમને પારાવાર પછતાવો હતો.

               તે મનમાં ને મનમાં પોતાની જાતને ધિક્કારી રહ્યા હતાં હાય...હાય અજય તને તુ તો બાપના નામે કલંક છો...તારા જેવો પિતા તો આદી અનાદીકાળ સુધી નહિ થયો હોય."

                 પણ તેમને દિકરી સામે હાથ જોડી કહ્યું બેટા તુ ખોટી જગ્યાએ આવી ગઈ છો હું ચાહકર પણ તારી કોઈ મદદ નહીં કરી શકું શક્ય હોય તો માફ કરજે.

                શિલ્પાને મમ્મી પપ્પાનું આવું ઓરમાયુ વર્તન જોઈ તેને પેરેન્ટ્સ શબ્દથી નફરત થઈ ગયેલી,તેની પાસે ધોયા મોંઢે સાસરે ગયાં વગર બીજો કોઈ જ ઉપાય નોહતો.આ અંધકારમય જીવનને વિધાતાએ આપેલ ભેટ સમજી શિલ્પા પાસે ચલાવ્યા સિવાય બીજો કોઇ ઉપાય નોહતો.

                   શૈમી ઓઝા 'લફ્ઝ"

મિત્રો તમારું આ બાબતે શું કહેવું છે,પેરેન્ટ્સ દ્વારા લેવામાં
સંતાનોના જીવનનો અયોગ્ય નિર્ણય તેમના ઉપર કેવી અસર કરે છે?તે બાબતે તમારું શુ કહેવું છે...તમારા સારા નરસા પ્રતિભાવ જણાવવા વિનંતી....

             


Comments

Popular Posts