નારી વંદના...
નારી વંદના.
યુગો ના યુગ આમ વિતી જાય
પણ નારી તારી દશા એમ જ છે,
કુદરત આ તે કેવા તારા ન્યાય!
પથ્થરની મુર્તિઓની પુજા કરતો સમાજ,
તને તો કેવી હકલાવી નાંખે છે,એ શક્તિ
સ્વરૂપા...ચાલ આંખોના આંસુડા લુછી મેદાનમાં આવ.
તુ સમાજ કુટુંબ માટે આટલુ આટલું કરે,
છતાંય તુ હાસ્યાસ્પદ રીતે જગ ચોપડે ચિતરાતી
હે...કુદરત...એ...બ્રહ્મા દાદા આતે કેવા તમારા ખેલ...
વિકાસ વિકાસ સાભળી સાભળી તો કાન બેરા થઈ ગયા.
શું સ્ત્રીઓની સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો છે ખરા!
બેટા બેટી એકસમાનનો ઢોલ વગાડનારા,
શું તને પુરુષ સમોવડી માનતા થયાં છે ખરા!
દરેક યુગે તારી વ્યાખ્યાને તારા સ્વરૂપ બદલાતા,
સીતા તુ ભવાની અભિમાની દક્ષનો યજ્ઞ વિધ્વંશ કરનારી સતી તું,પાપા શિવની બાજુમાં શોભિત માતા પાર્વતી તું પોતાના અંદરથી જીવ છુટો પાડનારી ભવાની સ્કંધમાતા તુ
નારી વગર આ સંસાર સુનો,નારી તુ ન સમજીશ કદા પોતાની જાતને લાચાર બિચારી,તારા વગર તો ધાર્મિક ને સામાજિક પ્રસંગો અધુરા,તારા વગર પુરુષ છે અધુરો,
તુ તો શક્તિનો અંશને બે પરિવાર ને જોડતી રેખાઓ
નારી સ્વરૂપ તો ગર્વ લેવા જેવું છે,નથી કે શરમજનક
આ વાત સદા મગજે ગાંઠ બાધી રાખજો સખીઓ
છતાંય આ જાહીલ સમાજ કયા અંધકારમાં જીવે છે,
નારી વગર આ સૃષ્ટિ કેવી હશે,તેની કલ્પના તો કરી જુઓ,
આ સંસારના બે પૈડા છે સ્ત્રી અને પુરુષ,
બંન્નેમાંથી એકના અસ્તિત્વ વગર શુંસંસારનું ચાલવું શકય છે,
સ્ત્રી પુરુષ બે બંન્ને એક જ કુદરતના સર્જન તો શું
કોઈનો એ અધિકાર ખરો જે બીજા તત્વ પર હાવી થઈ જાય???
તો બીજા તત્વનો એ પણ અધિકાર ખરો હાવી થયેલા તત્વ ની આમ ઝુકી જાય???
એ સ્ત્રી તુ સાસુ, તુ માં,તુ પત્ની,તુ પ્રેમિકા, તુ સખી,તુ વહુ,
તુ દાદી,તુ સજાગ તુ મંથરા તુ કૈકેયી માતા,તુ કૌશલ્યા માતા તુ પાલકમાતા,તુ માતા જશોદા, તુ પુતના,તુ સુર્પનખા,તું તાડકા,તારા સ્વરૂપ અનેક એ તુજ પર નિર્ભર તારે કયા સ્વરૂપે પુજાવવુ
બન એકમેકની શક્તિ થા નહીં કે અવરોધક ઉર્જા થા,તુ ચાલ પોતાના હક માટે એક અવાજ ઉઠાવ તારી હાકલ ધરણી ધ્રુજાવશે,ત્યાગ બલિદાન પ્રેમસરિતા કહેવાતી નારી પોતાનું અસ્તિત્વ ભુલી ગઈ છે,એ યાદ કરી ઉઠ જાગ પોતાની મંજીલની રાહ ખેડ શક્તિ સ્વરૂપા ...
એક દિવસ જ વુમન ડે કેમ મનાવવો સ્ત્રીઓ પુજનીય શક્તિ છે નથી કે મનોરંજન કે ભોગવવાની વસ્તુ,કે નથી સજાવી ધજાવી કોઈ સામે રાખવાની પુતળી સ્ત્રી શક્તિને વંદન હો,એ નારી ભુવનેશ્વરી,ચામુંડેશ્વરી સ્વરૂપા ચાલ લે હથિયાર દુર્યોધન, દુશાસન,આરીફ,મહિષાસુરસમા નરાધમોને રોડી રક્તપાન કર...તુ હસતી ખેલતી પ્રગતિ કરતી હોય તો મારે મન રોજ વુમન ડે નથી તારો એક દિવસ
365દિવસ તારા પુજનીય રહે એવી સર્જનહાર,પાલનહાર,
સંહારકને ખરા દિલથી પ્રાર્થના....
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment