બેલ બોટમ...
બેલ બોટમ( ઐતિહાસિક ઘટના પર આધારિત ફિલ્મ) ફિલ્મરિવ્યૂ...
રિલીઝ ડેટ:19-8-2021
ડાયરેક્ટર:રનજિત તિવારી,સિંગર:ઝારાખાન
સ્ક્રીપ્ટ રાઈટર:અઝીમ અરોરા,પરવીઝ શેખ.
ઈન્દિરા ગાંધી,(લારા દત્તા),
અંશુલ મલ્હોત્રા(અક્ષય કુમાર)અંશુલ મલ્હોત્રાના પત્ની રાધિકા મલ્હોત્રા
(વાણી કપૂર),અદિલા રહેમાન (હુમા કુરેશી)
સેન્ટોક(આદિલ હૂસેન),
કાઉ(દેલ્જીત),પેસેન્જર લેડી(નિલમબક્ષી)આ સૌ એક્ટર એક્ટ્રેસે આ ફિલ્મમાં કામ કર્યું હતું.
(અગત્યની વાત એ છે કે આ ફિલ્મનુ ડબિંગ સાઉથની ફિલ્મ'બેલ બોટમ'માંથી કરવામાં આવ્યું.
પ્રસ્તાવના:એક વાત તો એ છે કે"બેલ બોટમ"કોઈ નામ નથી આપણા નામના બદલામાં વપરાતો એક કોડ છે.જે આપણા નામને ગોપનીય રાખે છે.આ પધ્ધતિનો ઉપયોગ એરફોર્સ અને આર્મી જેવા લશ્કરીક્ષેત્રમાં સંકળાયેલા સૈનિકો માટે કરવામાં આવે છે.ખુશહાલ પરિવારમાં આવેલો એક ચક્રવાત આખાય પરિવારને હચમચાવી નાંખે છે.આ ભારત દેશ આપણો પરિવાર જ છે,માં ભારતી ઉપર આવેલા આ સંકટને જોઈ કેમ શાંત બેસી રહેવાય એવો મેસેજ છોડી જાય છે.આ વાત આઝાદી પછીના વર્ષની 1980ની વાત છે.એરોપ્લેન હાજેકટ કરી કેટલાય નિર્દોષ લોકોના અપહરણ કરી ગયા આ ફિલ્મની સ્ટોરી 1980-1984માં બનેલી ઘટના પર આધારિત છે.લેખક પોતાની સ્ટોરીથી મેસેજ આપવા માંગે છે કે'દુશ્મન સાથે દોસ્તી કેવી કપરી પડે છે.'આર્મી ઓફિસરની દેશભક્તિ પર આધારિત છે,તેઓ પોતાના આત્મવિશ્વાસ અને અડગમનથી અઘરામાં અઘરું કામ પણ સરળતાથી પુરુ પાડે છે.તેનું આબેહૂબ વર્ણન આ ફિલ્મસ્ટોરીમાં કરેલ છે.
-------------------------------
ફિલ્મની શરૂઆત માં ભારતની વંદનાથી થઈ...
"હિન્દુસ્તા મેરી જાન..." 'વંદેમાતરમ્ ....સુજલામ...સુફલામ...મલય જ શિતલામ...વંદેમાતરમ્...'
શરૂઆત જ બહુ સારી છે.
------------------------
ફિલ્મ "બેલ બોટમ"
1980-1984માં બનેલી એરોપ્લેન અપહરણની ઘટના પર આધારિત છે.
"બેલ બોટમ"સ્ટોરીના નાયક અંશુલની સારી અને નરસી આદતોનુ રમૂજી રીતે વર્ણન કરાયેલું છે.
અંશુલ અને રાધિકા બેઉ વર્કિંગ કપલ છે,તેમના સંબંધો મધુર હોય છે.
રાધિકાના સંબંધો માત્ર અંશુલ સાથે જ નહીં પણ તેમના સાસુમા સાથે પણ આત્મિયતાભર્યા હોય છે.લગ્ન માત્ર સ્ત્રી પુરુષ વચ્ચે નહીં બે પરિવાર વચ્ચે થાય છે,કોઈ છોકરી લગ્ન કરીને જાય છે ત્યારે પતિની સાથે એના પરિવાર ને સાચવવાની એની જવાબદારી બની જાય છે.પતિ પત્ની બંન્ને એ એકબીજાને સહકાર આપી ચાલવાનું હોય છે.એવો સુંદર મેસેજ આ ફિલ્મ આપે છે.
લગ્ન પછી પતિ અને પત્ની બંન્ને મળી ચાર દિવારને ઘર બનાવે છે.આ ફિલ્મ હ્રદયને સ્પર્શી જાય તેવો સરસ મેસેજ છોડી જાય છે.
એકબીજાને સમજવાની,
અને કહ્યા વગર જ એકબીજાના પ્રોબ્લેમ્સ સમજી એકબીજાને હુંફ અને પ્રેમ આપી તકલીફમાં સહકાર આપવો એ તો પતિ પત્ની વચ્ચે હોવુ જોઈએ મેસેજ આપે છે.
અંશુલ અને રાધિકા પોતાની મમ્મીને એરપોર્ટ છોડી આવે છે,મમ્મીથી દૂર થવાનું દુઃખ તેમને બેચેન કરી નાંખે છે,તે રાત્રે આવેલા કારમા સમાચાર ખુશહાલ પરિવાર એકાએક શોકસાગરમાં ધકેલી દે છે.પણ આ પરિસ્થિતિ નાયકને તોડવાની જગ્યાએ વધુ મજબૂત બનાવે છે.નાયક ચીની,જર્મન અને કેનેડિયન ભાષા શીખવવાના ક્લાસીસ ચલાવે છે.મ્યૂઝિક અને ગિટાર વગાડવામાં પણ અવ્વલ હોય છે.નાયક અંશુલ યુ.પી.એસ.સી.ની એક્ઝામ તો પાસ કરે છે,પણ ફિઝિકલ એક્ઝામમાં ફેઈલ થાય છે.એ વાતનો તેમને ભારાવાર અફસોસ રહી જાય છે.પણ તે હાર ન માનતા પ્રયત્ન ચાલુ જ રાખે છે.આ વાત ખુબ પ્રસંશનીય છે.
એમની મહેનત અને ધગશથી તેઓ એરફોર્સમાં સિલેક્ટ થઈ જાય છે.પછી તેઓ ટ્રેનિંગ માટે જાય છે,કડક વ્યક્તિત્વ ધરાવતા મેજરનું દિલ પણ તેઓ કામ કરવાની ધગશથી જીતી લે છે.અંશુલે મનથી ઠાની લીધું કે તેઓ એરોપ્લેન હાઈજેક્ટ કરી નિર્દોષ લોકોનું અપહરણ કરનાર આઈ.એસ.આઈની ટુકડીને પકડશે એટલું નહીં પાકિસ્તાનની ખોખલી નીતીને દુનિયા સામે બે નકાબ જરૂર કરશે.તે દેશસેવા અને પાકિસ્તાની સંગઠન આઈ.એસ.આઈ.
કંપનીને સજા જરૂર આપશે.
તે આશયથી તેમને આ પ્રોજેકટ સાઈન કર્યો. પણ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની પરવાનગી લેવી એટલી જ જરૂરી હતી,ઈન્દિરા ગાંધીએ બહુ મુશ્કેલીથી મંજૂરી આપી હતી.મોરાજી દેસાઈ અને ઈન્દિરા ગાંધી બેઉ ચર્ચા કરી રહ્યા હતા.ત્યાં અંશુલ અને તેમના મેજર સર આવે છે.અંશુલ પાકિસ્તાન આઈ.એસ.આઈ.કંપની પ્રત્યે મનમાં રહેલો આક્રોશ ઈન્દિરા ગાંધી સમક્ષ વ્યક્ત કરે પણ તેમના આઈ.એસ.આઈ વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા અવાજને ઈન્દિરા ગાંધી અને મોરાજી દેસાઈ દ્વારા ડામી દેવામાં આવે છે,એમની પાસે પ્રૂફ માંગી વાતને ટાળી દેવામાં આવે છે,કેમ?આ વાત મને સમજમાં નહીં આવી રહી,કોઈ આમ વ્યક્તિની ઉઠેલી અવાજને આમ જ ડામી દેવી કેટલે અંશે યોગ્ય છે?દેશસેવા જે પોતાના પરિવારને છોડી બોર્ડર પર દુશ્મનોથી આપણું રક્ષણ કરે છે.એ સૈનિકની વાતનો ગંભીરતાથી વિચાર કરી દેશના હિતમાટે પગલાં લેવાનું વિચારવાને બદલે દેશ માટે ફરજ બજાવતા સૈનિકની આમ વાતને ટાળી તેમની મિટિંગમાં અન્ય સભ્યોની હાજરીમાં એમનું આમ અપમાન કરવુ કેટલે અંશે યોગ્ય છે?
"પરંતુ સત્તાનો નશો ભલભલાને પળભરમાં બદલી નાંખે છે,સત્તાધીશોએ ભુલી જાય છે,કે તેમને આ ખુરશી પર બેસાડવાવાળી જનતા છે,તમને એજ જનતા રસ્તાપર પણ લાવી શકે છે,આ વાત ભૂલવી ન જોઈએ."
અંશુલ મનમાં એકવાત ઠાની દે છે કે તે પ્લેન હાઈજેક્ટ કરનાર ગેંગને દુનિયા સમક્ષ જરૂર લાવશે.
પોતાના મિશનનો પહેલો પડાવ પાર કરે છે,એમની સાથે પત્નીનો સાથ સહકાર હોય ત્યારે તો નાયક ફિલ્મ સ્ટોરી નાયક અંશુલ પોતાના આ મિશનમાં સફળ થઈ જાય છે,આ જોઈ તેમના મેજરની આંખમાં ખુશીના આંસુ આવી જાય છે.પ્રધાનમંત્રી,મોરાજી દેસાઈ અને મિટિંગમાં જોડાયેલા અન્ય નેતાઓનો સ્ટાફગણ ઈન્દિરા ગાંધી પણ મૌનની પરિભાષા થકી તેમના આ કાર્યને સરહ્યા વગર રહી શકાતા નથી.
માણસ જો દ્રઢ નિશ્ચયી અને મનથી મક્કમ હોય તો ચાહે કોઈપણ પરિસ્થિતિ કેમ ન હોય તેનો સામનો બહુ સરળતાથી કરી શકે છે
એવો સરસ મેસેજ આપણને આ ફિલ્મ આપેછે....
જીવનમાં દરેક સમય એક સરખો નથી હોતો,
એટલે ખરાબ સમયે ભાગી ન પડવું અને સારા સમયે અતિશય હરખાઈ ન જવુ
એ શાણા માણસોના લક્ષણો છે.'
હાઈજેક્ટ કરેલા એરોપ્લેનમાં રહેલ નિર્દોષ પેસેન્જરોનું અપહરણ મોતને ઘાટ ઉતારી દેવાની આ ગમખ્વાર ઘટના વસ્તુ ફિલ્મને નવા વળાંક પર લઈ જાય છે.આ ઘટનાનો ભોગ આ ફિલ્મ સ્ટોરીના નાયક અંશુલ (અક્ષયકુમાર)ની માતા પણ આ ઘટનાનો ભોગ બન્યા હતાં,પોતાના પરિવારથી વિખૂટા પડેલા બીજા પેસેન્જરો આ ઘટનાનો ભોગ ન બને તે માટે તેમના સતત પ્રયત્ન રહેતા.
વિમાનમાં બનેલો એક ગમખ્વાર બનાવે બે દેશના સંબંધો પર ઊંડી અસર કરી છે.સિંહ અને શિયાળની દોસ્તી જેમ શોભતી નથી તેમ ભારત અને પાકિસ્તાનનું પણ કંઈક આવું જ છે.
ઈતિહાસ મોટી મોટી વાતો કરવાથી નહીં પણ એક નાની અમથી હ્રદય સ્પર્શી ઘટના બદલી નાંખે છે.
જીવનમાં સતત શીખતાં રહેવું જોઈએ એનો સંદેશો આપે છે.આ ફિલ્મ સ્ટોરીના લિડ કેરેક્ટર અંશુલ(બેલ બોટમ)પાસેથી
શીખવા મળ્યું કે;
"નિષ્ફળતાથી હારવાને બદલે નિષ્ફળતાને સાચો શિક્ષક બનાવી એના પાસે શીખતા રહેવું.કોઈ પણ લક્ષ્યને સિદ્ધ કરવા સખ્ખત અને નિસ્વાર્થ મહેનત કરવી.તમે એકના એક દિવસ તમારી મંજીલ સુધી જરૂર પહોંચશો."
દેશભક્તિ ફિલ્મોમાં અશ્લીલ દ્રશ્યોને સ્થાન ન હોવું જોઈએ.કેમકે આ દ્રશ્યો ફિલ્મની દેશભક્તિ પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે.
બાકી તે ફિલ્મમાં રહેલા એક્શન સીન,લવ સોન્ગ,પાત્રોની ડાયલોગ,
અને બોલવાની છટા ખુબ જ સરસ છે.
પાકિસ્તાન દોસ્તીમાં નહીં પણ પીઠ પાછળથી છરો ભોંકવાનુ જ જાણે છે.આ ઈતિહાસ કહે છે.
આપણો ભારત અખંડ દેશ છે,હિન્દુસ્થાની ઓની શાન છે,જેને તોડવા દુશ્મનો ખુબ પ્રયાસ કરે છે,પણ તેઓ સફળ નથી થઈ શક્યા.
પાકિસ્તાન ક્યારેય પોતાની ગંદી હરકતો ક્યારેય નહીં છોડે.ખેર આ વાતની ચર્ચાનો હવે કોઈ
અર્થ નથી.
"વિનાશકાળે વિપરીત બુદ્ધિ"આ કહેવત પાકિસ્તાન માટે ન બની હોય !એવો આભાસ થાય છે.
"દુશ્મન સાથે દોસ્તી ભારે પડી જાય છે,પણ જ્યારે
વિશ્વાસપાત્ર વ્યક્તિ દુશ્મન સાથે મળી દેશના નાગરિકો અને દેશની અશ્મિતાને નુકશાન પહોંચાડે કે આપણી સાથે રહી દુશ્મનને મદદ કરે
તો એને પાઠ ભણાવો જોઈએ.કેમકે દરેક ભૂલની માફી હોય પણ ગદ્દારીની નહીં."
મેઈન મુદ્દા ઉપર આવીએ કે આ ફિલ્મ બનાવવા આ સૌ એક્ટર એક્ટ્રેસે પોતાના અભિનયથી પોતાના પાત્રને ન્યાય આપવા ખુબ જ પ્રયત્ન કર્યો ડાયરેક્ટર અને ફિલ્મ મેકરે 180 કરોડનુ મૂડી રોકાણ કર્યું.બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો.અક્ષયકુમારના ફેનફોલોવર્સ બોક્સ
ઓફિસ કલેક્શનને જોતાં જ શોક થઈ ગયા, સાથે સાથે નિરાશ પણ "બેલ બોટમ"ના ફિલ્મ મેકર તો શું આખીય બૉલીવુડ ઈન્ડસ્ટ્રી હેરાન રહી ગઈ.ફેન ફોલોઅર્સને આ ફિલ્મ પર ખુબ ઉમ્મીદ હતી,પણ આ હીટ ન ગઈ,
સાંભળવામાં છે કે જાન્યુઆરી મહિનામાં ફિલ્મમાં રહી ગયેલી ક્ષતિ
ઓ દૂર કરી રિલીઝ કરવામાં આવશે,આ ફિલ્મ સૂપરહીટ જાય એવી શુભેચ્છાઓ...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment