વાર્તા:કાદવમાં ખિલેલુ કમળ
(એક રાત જે નાયિકાની જીંદગી બદલી નાંખે છે.)
કાદવમાં ખીલેલુ કમળ....
માન્યતાની યુવાની સાથે તેનું રૂપ ખીલી ઉઠ્યુ હતું જાણે સોળે કલાએ શરદપુનમનો ચાંદ ન ખિલ્યો હોય તેઓ આભાસ હતો,તેને નિહારનારની નજર ન હટે તેવી અને તેની મોટી બહેન રિધ્ધિમા શ્યામવર્ણી અને સીધી સાદી,ભણવામાં તે ટોપર હોવાથી તેના પિતા પંકજભાઇએ એક સપનું જોયું હતું તેમની રિધ્ધમા ક્લાસવન ઓફિસર બને.રિધ્ધિમા હવે યુવાનીના ઉંબરે પહોંચી હતી,પણ તેનું તો માત્ર એક જ લક્ષ્ય ગમે તેમ કરી ક્લાસવનની પરીક્ષા પાસ કરવી,તેના આદર્શ એટલે કે તેના પપ્પા પંકજભાઇએ દિકરીને હવામાં ઉડાન ભરવા માટે આસમાન તેના નામે જ તો કર્યું હતું.પણ સફળતાના શિખરો ઉપર કેવી રીતે ચડવુ તે
રિધ્ધિમા ઉપર નિર્ભર હતું.
રિધ્ધિમાની એક્ઝામનો દિવસ નજીક આવ્યો.
તે દિવસે રિધ્ધિમા પપ્પાને પ્રણામ કરી પરીક્ષા આપવા તૈયારી કરે છે,ત્યારે પંકજભાઈ તેમની વ્હાલસોયી રિધ્ધિમાને આશીર્વાદ આપતાં કહે "બેટા જા સફળતા તારા ચરણ ચુમે અને તારી મનોકામના પુરી થાય એવા તને આશીર્વાદ દિકરા"ત્યાં જ માન્યતા આવે છે,રિધ્ધિમાને આલિંગન આપતાં કહે,"પરીક્ષા માટે વીસ યુ ઓલ ધ બેસ્ટ."બે બહેનોનો લાડકો વિદિત પણ તેની બહેન રિધ્ધમાને પરીક્ષા માટે વિશ કરે છે.મમ્મી મધુબહેનને દિકરીની ખબર સુધ્ધાં પણ ન લીધી.પરંતુ હદ તો ત્યારે થઈ કે મધુબહેન તેમની દિકરી રિધ્ધિમાને જીવનની અગત્યની પરીક્ષામાં આશીર્વાદ સુધાય આપવા માટે નથી આવતાં.તેમને આ રિધ્ધિમાને પોતાની દિકરી ગણી જ નહીં,કારણકે તે દેખાવમાં શ્યામવર્ણી અને સીધી સાદી હતી,એટલે માં એ મોટી દિકરીને ત્રાસ આપવામાં પાછું વળીને ન જોયું.
આમ પણ માન્યતાને ભણવામાં કાઈ ખાસ રસ નોહતો,તેને સંગીત અને નૃત્યમાં ખુબ રસ હતો.
અને વિદિત તો હજી નાનો હતો,પણ આ નાનકડો વિદિત બધું સમજતો હતો.તે પણ મમ્મી ને તેની કાલીઘેલી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતો કે "મમ્મી આ તુ દીદી સાથે યોગ્ય નથી કરી રહી,પણ મધુબહેન પોતાના નાનકડા દિકરા વિદિત પણ નાનું બાળક માની ઉતારી પાડતાં.તેઓએ દિકરા વિદિતને ચેતવણી આપતાં કહ્યું કે "બેટા નાનો છો તો નાનો બની રહે તો સારું છે,તને કશી જ ખબર નથી,તારી આ દિદી મનહુસ છે.એટલે એને હું તેની ઔકાત દેખાડી રહી છું, તારી બહેન માન્યતા અને તારાથી મને સહકાર ન અપાતો હોય તો કાઈ વાંધો નહીં,પણ મારા કામમાં દખલગીરી ન કર તો સારું છે.
મધુબહેન મન બબડતા બોલે "ખબર નથી પડતી કે આ ઘરના સૌ ઉપર આ ડાકણે શું જાદુ કર્યો છે જે હોય તે એનાજ ગાણાં ગાય છે."ખબર નથી પડતી કે આ ઘરના સભ્યોને શું થઈ ગયું છે!હું જેને જોવું એ મારો જ વિરોધ કરે છે,મધુબહેન મનમાં બોલે કે "કાળા લોકો ખરાબ હોય એ વાત બરાબર પણ જાદુ અને તંત્રવિદ્યાનો પણ પ્રયોગ કરે આ વાત મારા મગજમાં બેસતી નથી.પંકજભાઈ આજે મધુબહેનને ધમકાવતા કહે,"રિધ્ધિમા કોઈ કાળોજાદુ નથી કરી રહી પણ તારા મગજમાં ભરેલો કચરો નિકાળી દે,આ શું તુ ગોરી અને કાળી શું લગાવી રાખ્યું છે,રિધ્ધિમા અને માન્યતા બેઉ આપણી સગી દિકરી છે,તો આ ભેદભાવ શાના! તુ આ રંગભેદની દુનિયાથી બહાર આવ બહાર નીકળ દુનિયા કેટલે પહોંચી ગઈ છે પણ તુ તો સાવ એવી ને એવી જ રહી.
મધુબહેન પતિની વાત સાંભળી ગુસ્સે થઇ બોલે છે"મારી કોઈ જ કિંમત નથી,તમે આ કાળી ડાકણ માટે થઈ મારી જોડે ઝગડશો!મધુબહેન પતિને કહે "તમે પણ મારી વાત કાન ખોલી સાંભળી લો...કાંતો આ ઘરમાં હું રહે કાતો આ કાળી ડાકણ એ તમારે નક્કી કરવાનું છે."
પંકજભાઇ અને માન્યતાએ આ બાબતે મધુબહેનને સમજાવવા ઘણાં પ્રયાસો પણ બધુ વ્યર્થ.બાપ અને નાની દિકરીએ મધુબહેનને સમજાવવાનું છોડી દીધું.
એક રાત એવી આવી કે જેને રિધ્ધિમાની જીદંગી જ બદલી નાંખી
રિધ્ધિમાની પરીક્ષા હતી,રિધ્ધિમાની સાથે આખોય પરિવાર ચિંતામાં હતો,પણ મધુબહેનને આ દિકરી જીવે કે ન જીવે એનાથી કોઈ જ ફરક નોહતો પડતો.પરંતુ રિધ્ધમા તેની મમ્મીને બહુ માન આપતી,તેના માટે માં એટલે ભગવાનનું બીજું સ્વરૂપ.
પણ માં બે દિકરીની વચ્ચે મધુબહેને સદાય ભેદભાવ કરતા આવ્યાં,નાની દિકરી માન્યતા અને વિદિત પર પ્રેમ લુટાવતી,અને રિધ્ધિમા ઉપર અત્યાચાર કરતી.
રિધ્ધમાની હાલત જોઈ માન્યતા મનોમન રડી લેતી.માન્યતા અને વિદિતને નાના બાળકો સમજી મધુબહેન ચુપ કરાવી દેતાં.પણ માન્યતા એક આશા સેવી બેઠી હતી,કે "મમ્મી એક દિવસ રિધ્ધિમાદીદીને આ સ્વરૂપમાં અપનાવી લે,તેમને પણ એજ પ્રેમ અને માન મળે જેની તે હકદાર છે."પણ ખબર નહીં કે આ દિવસ ક્યારે આવશે.
રિધ્ધિમા શ્યામવર્ણી અને સીધી સાદી હોવાથી તેની સગાઇ થતાં અટકી જાતી.એટલે મધુબહેન રિધ્ધિમા એક બોજ હોય તેવું વર્તન કરતાં,તેને હંમેશા મમ્મી તરફથી હાયકારો જ મળતો,મધુબહેન તેમની દિકરી રિધ્ધિમાને પોતાની દિકરી માનતા પણ નાનમ અનુભવતાં.એક દિવસ મધુબહેનને તેમની ખાસ ફ્રેન્ડ રેખા મળવા આવી,માન્યતા અને વિદિતને ખોળામાં લઈ રમાડવા લાગી.રિધ્ધિમાને જોઈ તેનાં મનમાં કુતુહલ સર્જાયું એનુ બેચેન મનથી અજાણતાથી પુછાઈ ગયું કે "
આ કાળી કોણ છે,મધુ તુ તો સોળે કલાએ ખીલેલો ચાદ છે,તો આ કેમ અમાસની રાત છે,કાશ...મધુ મારુ સંતાન જો આટલું કાળુ હોય તો હું એને મારી નાંખોત,ન જાણે તુ કેમ આ પથ્થરાને ઝેલે છે,મને તો એ સમજાતું નથી."
આ જોઈ મધુબહેન બળાપો કાઢતાં બોલ્યા"
શું કરુ રેખા તને ખબર જ છેને મારું ચાલે તો આ છોકરીને મારી નાંખુ,બે વાર એની આ કાળા રંગના કારણે સગાઈ તૂટી છે,છતાંય આ બેશર્મ જીવી રહી છે,એની જગ્યાએ કોઈ બીજી હોત તો..."
માન્યતા મમ્મીની વાત વચ્ચે જ કાપતાં બોલી,"મમ્મી આગળ બોલ શું કામ અટકાઈ ગઈ,આજે હું પણ સાંભળવા માંગુ છું"
મધુબહેન આજે તેમની લાડકી દિકરી માન્યતા ઉપર હાથ ઉપાડે છે,બસ..."માન્યતા તારુ બહુ થયું,આજ પાસે આ ડાકણના કારણે તુ કાઈ મને બોલી છો તો તારા હાલ પણ જોવા જેવી થશે તને કહી દઉ છું,મધુબહેન તેમની માન્યતાને માંથે હાથ ફેરવી કહે,"મને માફ કરી દે મારી પરી માન્યતા તારા ઉપર હાથ ઉપડી ગયો,મને માફ કરી દે....
માન્યતાના ચહેરા ઉપર ગુસ્સે થઈ મમ્મીને કહે મમ્મી તારે જો માફી માગવી જ હોય તો રિધ્ધિમાદીદીની માંગ મારી માફી માંગવાથી કાંઈ નહીં વળે,કેમકે તે એમને ન કહેવાના વેણ કહ્યા છે."
મધુબહેન તેમની દિકરી માન્યતા ઉપર બરાડતા કહે છે "તું પણ જા પેલી કાળી ડાકણ સાથે મર... મારી નજરથી તુ અને આ કાળી આજ પછી મારી નજર સામે ન આવતાં નહીં તો મારાથી ન કરવાનું થઈ જશે.
"આ સાંભળી"વિદિતના દિલમાં પણ તેની મમ્મી માટે કોઈ માન સન્માન નથી રહેતું.તે પણ મમ્મીને ઘૃણાસ્પદ નજરે જુએ છે."
મધુબહેને જેમ જેમ પરીક્ષા નજીક આવતી
ગઈ,તેમ તેમ પોતાની આ કાળી અને અળખામણી દિકરી ઉપર રિધ્ધમા ઉપર ત્રાસ વિતાવવાનો શરૂઆત કર્યો.
પણ રિધ્ધિમા એટલા મજબુત ઈરાદાવાળી હતી.એમ કાઈ હાર માને તેવી ન હતી.જે દિવસની રાહ રિધ્ધમાએ આતુરતાથી રાહ જોઈ હતી તે દિવસ આવી જ ગયો.રિધ્ધિમાની મહેનત આજે રંગ લાવી.તે આખાય રાજ્યમાં તેને પ્રથમ રેન્ક હાંસલ કર્યો.
બીજા દિવસે ઘરે ન્યૂઝપેપરમાં આવ્યું,તેમાં એક હેડલાઈન ઘાટા અક્ષરે લખાયેલી હતી.રિધ્ધિમાનો ક્લાસમેટ પ્રણય ઘરે આવી પહોંચ્યો,તે ઉત્સાહિત થઈ કહેવા લાગ્યો"માન્યતા હું તો આજે ખુબ ખુશ છું,આજે તો હું તમારા સૌ પાસે મોટી પાર્ટી લઈશ.
માન્યતા અચંબામાં મુકાઈ જાય છે તેનાથી પુછ્યા વગર નથી રહેવાતું તે પ્રણય ઉત્સાહિતને પુછી બેસે છે"પણ પહેલાં કહો તો ખરા શેની પાર્ટી આ શું બોલે જાવો છો મને તો કાય નથી સમજાતું કાય સમજાય તેવું બોલો તો ખબર પડે મને."
પ્રણય આનંદવિભોર થઈ કહે "શું માન્યતા તુ પણ આ ન્યુઝપેપરની હેડલાઈન તુ વાંચ પછી તને ખબર પડી જ જાશે કે હું પાર્ટી શાની માંગુ છું."
માન્યતાની ખુશી સાતમા આસમાને હોય છે અને હોય પણ કેમ નહીં "એની બહેન રિધ્ધિમાની જીલ્લા કલેક્ટર તરીકેની નિમણૂક થઈ છે,અને તેનો ઈન્ટરવ્યુ ફોટા સાથે આજે ન્યુઝ પેપરમાં આવ્યો હતો.ઘરમાં આજે ખુશીનો દિવસ હતો રિધ્ધિમાદીદીના જીવનમાં અગત્યનો દિવસ હતો."
પ્રણય અને માન્યતા આજનું ન્યૂઝ પેપર
લઈ પંકજભાઈ પાસે પહોંચે છે,"રિધ્ધમા પંકજ સોલંકીની આજે જીલ્લા કલેક્ટર તરીકે નિયુક્તી થયેલ છે.મારી આ સફળતાનું શ્રેય મમ્મી-પપ્પા અને આખાય પરિવારને જાય છે." હેડલાઈન વાંચી પંકજભાઈ ખુશીથી ઝુમી ઉઠ્યા,પણ તેમની આંખો ખુશીના આંસુથી છલકાઈ રહી હતી.તેમની છાતી આજે ગદ ગદ ફૂલી રહી હતી.રિધ્ધિમા જેવી દિકરી પામી તે પોતાની જાતને ભાગ્યશાળી અનુભવી રહ્યા હતાં. મધુ બહેનની આંખો પશ્ચાતાપના આંસુ રડી રહી હતી.મધુબહેન આજે પથારીવશ હતાં,રિધ્ધિમા તો મધુબહેનને ભગવાનનો દરજ્જો આપી રહી હતી.તે ભગવાન પાસે મમ્મી ઠીક થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહી હતી.પણ બની શકે કે ભગવાનને આ દુવા કબુલ નહીં હોય.કેમકે માણસ ગમે તેમ કરે પણ પોતાના કર્મોથી નથી બચતો.પોતે કરેલા ખરાબ કર્મોનું પ્રાશ્ચિત કરી રહ્યા હતાં.કહેવત જગ પ્રસિદ્ધ છે "તમે જેવુ વાવો એવુ લણો."આ ઉક્તિ કદાચ મધુબહેન માટે જ બની હતી.
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment