કાવ્ય:ત્યારે શેરો લખાય છે
ત્યારે શેરો લખાય છે......
હૈયાની લાગણીઓને જ્યારે વાચા ફૂટે છે
આંખ ચોધાર આંસુએ રડે છે ત્યારે શેરો લખાય છે,
ધબકતા દિલે એક પ્રેમનું ટીપુ જો પડે છે,
મનમાં હરખ સમાયો ન સમાય,
પ્રેમ દગો કરી જાય લફજ એકલતાની સફર,
આવે ત્યારે શેરો લખાય છે.
એકલા વનમાં ભટકતાં રહીએ,
એક અંજાન મુસાફર પણ પોતીકો લાગે છે,
જયારે મુસાફરનો સાથ અધવચ્ચે છૂટી જાય
ત્યારે શેરો લખાય છે.
હૈયુ જયારે વિરહની આગે બળે છે,
યાદોના શૂળ તમને તમને વિંધી નાંખે છે
ત્યારે શેરો લખાય છે.
પ્રેમ માં દગો મળ્યાં પછી પણ લફજ
લોક સમક્ષ કેવું હસાઇ જાય છે,
દિવાના દિવાનાનાં વ્યંગ બાણો ભલેને છોડાય,
વ્યંગ બાણોરુપી ઉંમ્રકેદ હદ વટાવે છે,
ત્યારે શેરો લખાય છે.
હૈયાની લાગણીઓને જ્યારે વાચા ફૂટે છે.
આંખ ચોધાર આંસુએ રડે છે ત્યારે શેરો લખાય છે.
શૈમી ઓઝા લફ્ઝ રાંતેજ મહેસાણા...
Comments
Post a Comment