ડાયરી:અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ

મુક્ત મનની વાતો 
(જીવનનો વળાંક ભાગ;5)

મારા અનુભવની વાતો શેર કરતાં કરતાં સમય મારો કેવી રીતે પસાર થઈ જાય છે,એની ખબર જ નથી રહેતી.તુ મારી તમામ બાબતની હકદાર રહી છે,મારા સંઘર્ષ સમયથી 
લઈ સફળતાની સફર સુધી તે મારો સાથ નિભાયો છે,અને નિભાવતી રહે એવી આશા કરું છું.આજીવન તારો સાથ હોય તો મારે બીજું જોઈએ શું તારી સાથે મારી વાતો ખૂટતી જ નથી.મનની મૂંઝવણ એવી હોય છે કે દોસ્તો આગળ નથી કહી શકાતી,પરંતુ તુ મારી મિત્ર છે.તારાથી શાની નાનમ!

     મારી બીજી વાત તારી આગળ શેર કરું છું.સૌ મિત્રો સારા હતા,ટીચરમાં મને મમ્મીના દર્શન થતાં હતાં,પણ શરૂઆત ઘણી ટફ હતી.પહેલા દોઢવર્ષ મારા માટે બહુ પડકારરુપ રહ્યા.કેમકે હું બધાંયથી અતડી રહેતી.કેમકે બધી છોકરીઓ ટાપટીપમાં માનતી મને પણ એવું અપ ટુ ડેટ રહેવું ગમતું,મને એ લોકો જોડે બેસવું ન ગમતું,એનું કારણ એ કે એ લોકો મને ગામઠી કહી જોક ન કરે,માટે હું પોતાની ધૂનમાં રચી પચી રહેતી.

એક બાબત છે કે રુઢીઓથી ઘેરાયેલા,જૂનવાણી 
અંધશ્રધ્ધાળુ ઘરમાં જન્મવુ એ કેવું અભિશાપ છે.
એ મગજમાં સતત તીરની જેમ ચૂભતી હતી.મને પણ બધી છોકરીઓની જેમ રહેવું હતું પણ અધૂરુ રહી ગયેલું સ્વપ્ન કોઈ પણ હાલતમાં પુરુ કરીશ.

પરંતુ હું ક્યારેય હારી નથી,હંમેશાં પોતાના આત્મ સન્માન માટે સદાય હું લડી છું,અને લડતી રહે.જે માણસ પોતાના આત્મ સન્માન માટે  અવાજ નથી ઉપાડી શકતી,એ બીજાના હક માટે શુ કરી શકશે!આ વાત મગજમાં ગાંઠ બાંધી દીધી.કે હું હવે મારા માટે જીવીશ ચાહે કંઈ પણ થાય.જીવન છે,રસ્તામાં અડચણ આવે તો પણ હું મારા નિર્ણય બાબતે હું અડગ રહે.કેમકે,કંઈ મેળવવું હોય ઘણું બધું પાછળ પણ છૂટી જાય છે.એમ સમજી કાળજું કઠણ કરી ચાલવું પડે છે,તમે નક્કી કરેલા રાહ પર એકલા જ ચાલવું પડે છે.

     મારા સપનાં ત્યારથી જ એટલા ઉંચા રહેલા મેં એને યથાર્થ કરવા માટે ભગવાન શિવની સાક્ષીએ સખ્ત મહેનતની સપત લીધી.પછી મેં પોતાની જાતને મહેનત તરફ વાળી દીધી.જીવનમાં મહેનતનો રસ્તો બહુ કઠીન હોય છે,પણ અંતે સખ્ત મહેનત જ તમને આગળ વધવા માટે પ્રેરે છે.કોઈપણ ક્રીએટીવીટી કે 
સર્જનાત્મકતા શીખવી હોય તો દિલમાં ધગશ,ઉત્સાહ અને ધીરજ,આત્મવિશ્વાસ પરંતુ અતિશય આત્મવિશ્વાસ ક્યારે માણસને પાગલ કરી નાંખે છે,ખબર નથી પડતી.
        દરેક સમયે એક સરખા જ રહેવું,એ બધું હું ધીરે ધીરે સમજતી ગઈ.

કોઈ પણ કળા અને સર્જન માં મૌલિકતા અને ઉંડાણપુર્વકના વિચારો,
એની પાછળ તમારો સમય ફાળવવો જ પડે છે. 
ચોવીસ કલાક દરેકને ભગવાને સરખા આપી મોકલ્યા છે,તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો, એ તમારા ઉપર હોય છે.મલ્ટિટાસ્કિંગની ઘટ્સ મને અમદાવાદે ભેટ આપી.કઈ રીતે પોતાની જાતમાં સુધારો લાવવો એનો પ્રયત્ન હજીય ચાલે છે,મને પોતાના જાતથી સંતોષ નથી.હું પોતાની જાતને સતત સુધારતી જાવ છું.પોતાની જાતને ફિલ્ટર કરવામાં મને ખુબ આનંદ આવે છે.

હવે મળીશું નવા અનુભવ સાથે.....

Comments

Popular Posts