હે ભારતમાતા
દેશભક્તિ કાવ્ય....
હૈ ભારતમાતા....
ભારત મારી પાલકમાતા
ગુણગાતા હૈયું નવથાકે,
બોર્ડર પર વિરાજમાન સિંહ સમાન વીરોથી માતા શોભે,હાથમાં તારા ત્રિરંગો શોભે,પરંતુ દ્રિધા મન ડોલાવી નાંખે,ચોતરફ ઢોલ પિટાય છે,દેશભક્તિ તણો,શું ખરા અર્થે દેશભક્તિ થાય છે!
સરદાર પટેલ,ગાંધીજી,
ભગતસિંહ,બિસમિલ્લાહ
ખુદીરામે જે ધરોહર પોતાના લોહી રેડી આપી એનો કેટલો સદુપયોગ કર્યો
છે,એ વાત મનમાં સળવળે,15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીએ દેશભક્તિ ના બહુગીતો વગાડી ધરણી ધ્રુજાવી,શું કચરામાં પડેલા રાષ્ટ્ર ધ્વજને નતમસ્તક થઈ શકયા છીએ!
"સોને કી ચિડિયા" કહેવાતો,પ્યારો દેશ ભારત
આજે ભ્રષ્ટાચાર,
કાળુનાણુ,ગરીબી,બેકારી,
વસ્તીવધારાની બદીઓમાં ઘેરાઈ ગયો છે,
સૌ નાગરિકોની મોટી આશ,કોની પુરી થશે આશ,કોણ થશે નિરાશ,
ચિંતાઓથી ઘેરાયેલો દેશ મારો,ભારતનું યુવાધન દેશને છોડી પરદેશ ગમન કરે,ભણેલા લોકો ફાંફા મારે,અંગુઠાછાપ સંસદ ભવન શોભાવે,
આ સમસ્યા છે ગંભીર,
ઘણી,આઝાદીના પંચોતેર વર્ષ છતાંય મન તો જુની રૂઢી રાજ કરે,મનમાં એક સવાલ હચમચાવી ઉઠે
"કે શું સાચા અર્થમાં આપણે આઝાદ થયા છીએ ખરા??
અરે...દેશભક્તિમાં લીન થનાર ભક્તો હવે બંધ કરો
દેશભક્તિનો ઢોંગ,હૈયું શરમથી ઝુકી જાય છે,અરે ક્રાંતિકારીઓનો આત્મા આ ચિત્ર જોઈ કાંપી ઉઠતો હશે,તમે તો દેશને ચીથરે હાલ કરી નાંખ્યો છે,
અરે...શું આપણે આ દિન જોવા માટે બલિદાન આપ્યું હતું કે શું???
બંધ કરો દેશભક્તિનો આડંબર...બસ હવે હદ થાય છે.
શૈમી ઓઝા "લફ્ઝ"રાંતેજ મહેસાણા
Comments
Post a Comment