ભિતરે સળવળતા સવાલો...

ભિતરે સળવળતા સવાલો....ભિતરે સળવળતા સવાલો...
ભિતરે સળવળતા સવાલો...

ભિતરે સવાલો છે,ઘણાં 
છતાંય પ્રસન્ન ચહેરે જગતમાં વિસરુ છું,

આ સ્વાર્થના પડઘમ
વાગે ચારેયકોર તેમ 
છતાંય લડખડાતી ભટકાતી જાવ છું,

મતલબી દુનિયાનુ દોરંગુ સંગીત,આ દિલને પચતું નથી,તેમ છતાંય પોતાના જાત સાથે સમાધાન કરતી જાવ છું,

મન વાંચવાનુ જ્ઞાન નથી મુજને,ઠોકરો ખાતા ખાતા દુનિયાદારીના પાઠ શીખતો જાવ છું.

મારા ચહેરાની મંદ હસી
જોઈ મને ખુશનસીબ માની બેઠા છે,એકાતમાં મનના ઉભરા ઠાલવતા ઠાલવતા જાવ છું,

પ્રેમ લાગણીના બજારનો હું કાચો ઘરાક છું,
આપની ખુશી ખાતર ખુદને વિરહના અંગારે બાળતો જાવ છું,

જીવનરુપી કિતાબ ક્યારે ફાટી જશે ખબર નહી પડે,જાણું છું
કે,આ જગતમાંથી નામ નિશાન મટી જશે મારું
તેમ છતાંય કાળજું કઠણ   કરી કિતાબમાં રહેલા પાત્ર સાથે પોતાની જાતને મુલવતી જાવ છું,એકાંતરૂપી કામળો ઓઢી વાગતી ઠોકરે 
લથડાતા લથડાતા જાવ છું,

શૈમી ઓઝા "લફ્ઝ"

https://youtu.be/MfOCYyGR_EY

Comments

Popular Posts