ડાયરી:અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ

મુક્ત મને થયેલી વાતો 
જીવન વળાંક ભાગ;10

હાય મારી પ્યારી ભાવિશા...કેમ છે વ્હાલી ઉમ્મીદ રાખું છું કે તુ મજામાં જ હોઈશ...પ્યારી....તારી સાથે કેટલીક વાત કરવી છે,તું તો છે મારી વ્હાલી જે હું કોઈ આગળ ન કહી શકું એ તારી આગળ તો કહું છું.2016થી 2021 વર્ષ જીવનના અનમોલ રહ્યા છે.તે સમયમાં મને મળેલી મોમેન્ટો,
સર્ટિફિકેટ,અને કેટલાક દેશ વિદેશમાં પ્રકાશિત થતા ન્યુઝ પેપરોમાં મારી રચનાઓને સ્થાન મળતુ રહ્યું છે,તો કેટલીક જગ્યાએ મારુ સન્માન પણ થયું છે,
હું અને મારુ કામ બીજું બધું મારા માટે પર છે.પાપા શિવજી અને માતા પાર્વતી ની અસીમ કૃપાથી મેં સાઈડ બીઝનેસ ચાલું14મેં2021થી,સારો રહ્યો અનુભવ ઘણુંબધું શીખવા મળ્યું કસ્ટમરને કેવી રીતે હેન્ડલ કરવા તે શીખવા મળ્યું.આતો કહેવાય છે ને વ્હાલી ટીપે ટીપે સરોવર ભરાય સપનાં તો ઉચા જોવા પણ શરૂઆત તો કરવી જ રહી,મેં નાના પાયે શરૂઆત કરી.પ્રયાસ ચાલુ છે.કહેવાય છે કે કોશિષ કરનારની કદીયે હાર નથી થતી.એ હુ અત્યારે શીખી રહી છું.યુ ટ્યુબ ચેનલ માટે વિડિયો બનાવવાના પ્રયત્ન છ વર્ષથી ચાલુ છે,પણ જ્યારે સમય આવે ત્યારે જ મળે છે,એ તો તુ પણ જાણતી હશે સખી.

       પાપા શિવજી અને મૈયા પાર્વતીજીના આશીર્વાદ થી તો સમાજમાં સ્થાન પ્રાપ્ત કરી રહી છું,પાપા અને મૈયાના આશીર્વાદ રહ્યા તો જીવનનો દરેક સમય જીવવા જેવો લાગશે.દરેક કપરી પરીક્ષાઓને પાર કરી શકીશ.ભાવુ...વાત કરવી છે મારે એ સમયની 30જૂલાઈ 2021નો જ્યારે મારુ એડમીન બી.એડ.મા થયેલું નવા લોકો સાથે પરિચય અને નવા અનુભવોનું સરોવર બની ગયું છે,ઓગસ્ટ મહીનાથી માર્ચ સુધી બધું બદલાઈ ગયું.

     જેટલા અંદર ઉતરો એટલા નવા અનુભવો મળતા રહ્યા છે,જેને મને ઘડી નાખી છે.પહેલાં હું દરેક માણસની વાતોમાં આવતી વિશ્વાસ પણ જલ્દી કરી લેતી.પણ હવે દોસ્તી શબ્દથી મન ઉતરી ગયું છે.પણ મને કંઈ જ લાગે વડતુ નથી માત્ર ને માત્ર બી.એડ.પતાવવુ સારી ટકાવારી સાથે. અમૂક લોકોને તો મેં એવા પણ જોયા છે કે પહેલાં દોસ્તીનો પ્રસ્તાવ મુકે ને પાછળથી ખંજર ભોકે,અમૂકે તો મિત્રતાના સંબંધને એક મજાક સમજી રાખ્યો છે.

     પણ એકવાત કહેવી પડે હો બાકી...માણસને ઓળખતાં હું અહીંથી શીખી..કાચિંડાની જ
માણસના રંગ પળે પળે બદલાય છે,માણસનું ઝીણવટભર્યુ નિરિક્ષણ કરતાં શીખી.
પાસે રહીને પણ રમત કેવી મજાથી રમી જાય છે, એ પણ નથી સમજી શકતા જ્યારે એજ માયાજાળમાં પોતે ફસાઈએ ત્યારે આભાસ થાય છે.પણ ત્યારે બહુ મોડું થઈ જાય છે. જાણુ છું સ્પર્ધાત્મક સમય છે આ સમય માણસને બધું જ કરવા મજબૂર કરી નાંખે છે,મારી વ્હાલી સખી ભાવુ મને આજ સાચું કહું તારી ઇર્ષા આવે છે,ડિયર એનું કારણ નહીં પુછે તુ મને?તુ નહીં પૂછે તો છતાંય તને કહું છું તુ નિર્જીવ છે ડિયર એટલે તને આ બધું લાગુ પડતું નથી.તુ બહુ ખુશનસીબ છે સખી,કદાચ,સખી મારે પણ હવે તારા જેવું નિર્જીવ બનવાનો સમય આવી ગયો છે.

પ્યારી સખી ભાવુ તુ પણ શીખતી જાઈશ,નવુ નવું સમજતી જઈશ પણ જોજે હા તું નિર્જીવમાંથી સજીવ ન બનતી દિકા...
તારી સાથે મને એક લગાવ થઈ ગયો છે, એને જીવંત રાખજે.ફરી મળીશું નવા અનુભવ સાથે બાય...

Comments

Popular Posts