દિલની વ્યથા

દિલની વ્યથા...

બહુ સમયે મળ્યા છો,
શું નજરથી નજર નહીં મેળવો?

દિલ પ્રાણવિહોણુ કરી ગયાં છો તો એકવાર મળીને પ્રેમથી અમારા
હાલ નહીં પૂછો?

ગલી ગલીમાં આપણા પ્રેમની ચર્ચા થાય છે,
મારા નામની પાછળ આપનું નામ જોડાય,
આખીય દુનિયા મને આપના નામથી જાણે છે,
લાજ શરમ માન મર્યાદા છોડી આપની પાસે આવી છું,શું આપ મને આપના
દિલમાં થોડી જગ્યા નહીં આપો?

આપનું નામ સાંભળતા 
હોઠ તો મલકાઈ જાય છે,પરંતુ આંખોથી રડાઈ જાય છે,રોમ રોમ પ્રેમના ગીત રટે છે,મારા અધૂરા ગીતમાં પ્રેમનો શૂર નહીં પુરાવો?

નજરો પર થોડી લગામ રાખવાનું શીખી જાવ,આપની નજર અમ જેવા ગરીબને પળમાં ઘાયલ કરી નાંખશે,લાગેલા ઘાવ મલમ લગાડવા નહીં આવો?

આ જીવનનો કંઈ ભરોસો નહીં,જેટલું જીવાય એટલું જીવી લેશું,તમે આવ્યા છો તો પ્રેમભર્યુ આલિંગન નહીં આપો?

બહુ સમયે મળ્યાં છો તો
પ્રેમથી અમારા હાલ નહીં પુછો?

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts