ડાયરી:અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ
"નિષ્ફળતા એ સફળતાની ચાવી છે."સફળતા તરફ લઈ જતો માર્ગ છે.નિષ્ફળતા અને રિજેકેશન જીવનમાં ઘણું બધું શીખવી જાય છે.આ તો સૌ સમય પર આધિન છે.
સફળતા અને નિષ્ફળતા એ એક રથના પૈડા સમાન છે.સફળતા અને નિષ્ફળતાનું ચક્રવ્યૂહ ચાલ્યા કરે છે.નિષ્ફળતા પછી સફળતા મળે જ છે.આ ચક્ર જીવનમાં સતત ચાલ્યા કરે છે.પરંતુ ધીર માણસ સફળતા જોઈ છકી નથી જતો,અને નિષ્ફળતા મા તૂટી નથી જતો.જે નિષ્ફળતામાથી કંઈ ને કંઈ શીખતો રહે છે. એ સઘળું પામે છે પરંતુ પોતાની નિષ્ફળતાનું આળ બીજાને માથે ચડાવે,ત્યારે માણસ માનસિક બિમારીના દલદલમા ધકેલાઈ જાય છે,દરેક માણસ પૈસા અને સફળતા પાછળ ભાગે છે.
જે માણસ દરેક સફળ થવું છે,આ સ્પર્ધાત્મક સમયગાળો છે.આ બાબત હોય તે સ્વાભાવિક છે.પરંતુ ધીરજ ધરી નિસ્વાર્થ મહેનત કરનાર અને સાહસી વ્યક્તિ જ જીતે છે.જ્યારે તમારી દાનત ખરાબ હોય કોઈને નીચા દેખાડવાની તો તમે જ ખાઈમાં પડો છો જે બીજા માટે તમે ખોદ્યો છે.એક વાત બીજી કે માણસ પોતાની નિયતિ જાતે જ ઘડે છે.
જ્યારે તમે રિજેક્ટ થાવ,નિષ્ફળ થાવ ત્યારે તો પોતાના જાતને મઠારી શકશો,એ માટે સતત મહાવરો કામમાં ચોકસાઈ,
રિજેકેશન ઘણું બધું શીખવી જાય છે.રિજેકેશન અને નિષ્ફળતા વચ્ચે મિત્રતાનો સંબંધ છે.આપણા મગજમાં એવી ગ્રંથી સેટ થઈ જાય છે કે આપણને ગમતું ન મળે તો જીવન બેકાર,કોઈ વ્યક્તિ રિજેક્ટ કરે તો જીવન બેકાર પણ કે સામેવાળુ અતિશય અભિમાની જેવા વાક્યો ખુબ સાંભળ્યા છે.પણ પોતાની જાતને સતત સજાગ રાખવાનો પ્રયાસ કોને કર્યો છે.જવાબમા મૌન સેવેલુ જોવા મળે છે.સતત પ્રયત્નશીલ રહો,અને સૌથી અગત્યની વાત મેઈન મુદ્દા પર આવીએ તો કોઈને નડતર રુપ ન બનવું એ છે.આ બાબત જીવનના અંગત અનુભવે મને શીખવી છે....
આગળ મળીશું નવા અનુભવ સાથે....
Comments
Post a Comment