ડાયરી:અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ...

અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ

(જીવનનો વળાંક)1

        આજે મનની વાત જણાવવા જઈ રહી છું,બાળપણથી લઈ ઘરડાં થઈએ ત્યાં સુધી આપણે સતત શીખતા રહીએ છીએ.આસપાસના સારા નરસા અનુભવોઅને દેશમાં બની રહેલી સારી નરસી ઘટનાઓમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ અને આજીવન શીખતાં રહીશું.જીવનમાં આવેલ ઓચિંતા બદલાવ જે ઘણું બધું તમને શીખવી જાય છે, કોઈ રિજેકેશનથી તમે પોતાની જાતને ઉતરતી માની પીડા પહોંચાડવી એના કરતાં આપણને રિજેકેશન કેમ મળ્યું આપણામાં શો બદલાવ લાવી શકાય તેના ઉંડાણમાં ઉતરવાની જરૂર છે.વધુમાં કહીએ તો કોઈ આપણને રિજેક્ટ કરે તો એ એની ચોઈસ છે.આપણે કોઈને જબરજસ્તી ફોર્સ ન પાડી શકીએ.ગ્રિષ્મા અને ફેનીલની ઘટનામાં એવી જ પરિસ્થિતિ સર્જાયેલી.જેનો અંજામ આપણે જોઈ ગયા કે ગ્રિષ્માએ પોતાના જીવનથી સદાયને માટે હાથ ધોયાને અપરાધી ફેનીલ જેલમાં છે.

       જાણે અજાણે આપણે કઈ દિશા તરફ 
જઈ રહ્યા છીએ.કોઈ તરફ મળતું વારંવાર રિજેકેશન ડિપ્રેશન તરફ લઈ જાય છે તો કોઈને હત્યા જેવી ઘાતકી પ્રવૃત્તિ તરફ વાળે છે.એ માટે જવાબદાર છે આ સિસ્ટમ સમાજના લોકોની વિચારસરણી,કુટુંબ દ્વારા મળતુ સારુ નરસુ વાતાવરણ.રિજેકેશન એટલે જીવન ખતમ નથી,
પણ જીવનનો આરંભ છે.
પરંતુ કોઇ માણસ રિજેક્ટ થાય એટલે એવું જતાવવામા આવે છે કે "તુ સાવ ડોબો છો","તુ સાવ નકામો છો,"તારામાં છાંટોય બુદ્ધિનો નથી વગેરે.આ માણસના મગજમાં એટલી હદે હાવી થઈ જાય છે કે કાતો અપરાધના દલદલમાં ધકેલાય અથવા તો હતાશાની ગહેરી ખાઈમાં.
કોઈ તમને રિજેક્ટ કરે હતાશ થવાના બદલે ઉંડાણપુર્વક પોઝિટિવ વલણ તરફ વિચારવાની જરૂર છે.આપણે શું બદલાવ લાવી શકીએ, પોતાની જાતને કેવી રીતે સક્ષમ બનાવી શકીએ.

કોઈ માણસ જન્મથી અપરાધી હોય તેવું માનવું એ પણ નરી મુર્ખતા છે,માણસની આજુબાજુ એવી હાલત ક્રિએટ થાય છે,હ્યુમન સોસાયટી દ્વારા કે જે પચાવી જીવવા માટે અસક્ષમ માણસ પોતાની જાતને ગેરમાર્ગે વાળે છે અથવા તો આત્મહત્યા જેવા ઘાતકી પગલાં અંજામ આપતા પણ અચકાતો નથી.સોસાયટીના માણસોના વિચારોને તો નહીં બદલી શકાય.પરંતુ આપણે જ પોતાની જાતને બદલવી જ રહી. 

આગળ મળીશું નવા અનુભવ સાથે....

Comments

Popular Posts