રસોઈ

શબ્દ વાવેતર એક પરિવાર
નામ:શૈમી ઓઝા "લફ્ઝ"
પ્રકાર:ગદ્ય
શિર્ષક:રસોઈ
રસોઈએ ચોસઠ કલા 
માંની એક કળા છે.રસોઈની કળાએ જીવનસાથે અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે.સારી રસોઈ દિવસ સુધારે છે.પણ ખરાબ રસોઈ દિવસ અને હેલ્થ બે બગાડે છે,આવા વિધાનો બહુ સાંભળવામાં આવે છે.જ્યારે કોઈ છોકરી યુવાન થાય ત્યારે મમ્મી દિકરીને એક સુચન આપતી જ હોય છે,"કે બેટા જો જીતવુ હોય તો સારી રસોઈથી જીતજે સારી જીવનસાથી અને શ્વસુરગૃહના દિલ સુધી પહોંચવાનુ એક માધ્યમ છે. "આ વાત કેટલે અંશે સત્ય છે એ વાતની ખાતરી ન કરતાં 

         રસોઈ કરતી વખતે સ્વચ્છ હાથની સાથે સ્વચ્છ મન પણ હોવું જરૂરી છે,નહીં તો મનમાં જો મેલ હોય તો રસોઇમાં પણ આવે છે.પરિવારના સભ્યોની પણ આની અસર પ્રવર્તે છે.માટે રસોઈ કરતી વખતે સુધ્ધ હ્રદય અને મન હોવું જરૂરી છે.સ્ત્રીઓને કોઈ રસોઈની રાણી તો કોઈ અન્નપૂર્ણા કહે છે.રસોઈકળા માટે જીવન પોષણ નહીં પણ શોખનો વિષય પણ બની ગઈ છે.ટીવી ચેનલો અને મેગેઝીન,ન્યૂઝપેપર રસોઈ કળા રસીકોની રેસીપી મૂકી તેમને પ્રમોટ કરવામાં આવે છે.રસોઈકળા માત્ર ચાર ટંક બનાવી પેટ ભરવું નથી. તે તો આયુર્વેદ,અને સૌદર્ય સાથે પણ સંકળાયેલી છે.રસોઈઘરમાં રહેલા મસાલાઓ જેવા કે આદુ હળદર,લવિંગ,તજ,કાળામરી,જાયફળનો ઉપયોગ આયુર્વેદ સાથે સંકળાયેલો છે.જે વાત,કફ,પિત્ત,શરદી,
ઉધરસ,મેલેરિયા હવે તો તાજેતરમાં આવેલા કોરોના જેવા જીવલેણ રોગને જડમૂળથી મટાડે છે.આપણે વાત કરીએ રસોઈમાં વપરાતી વસ્તુ ઓનો સંબંધ સૌદર્ય સાથે પણ સંકળાયેલો છે.જેમકે હળદર,બેસન,દહીં અથવા તો કાચું દૂધ જે સુંદરતામાં વધારો કરે છે.ચાની ભૂકી,ડૂંગળી,દહીં,મેથીની ભૂકી,મીઠો લીમડો વાળને લીસ્સાને મજબૂત બનાવે છે.કાકડી આંખને ઠંડક આપે છે.કોથમીર,આંખના નંબર ઘટાડી તેજ પ્રદાન કરે છે,ગાજર,પાલક,અને બીટનો જ્યુસ,ટામેટાં, તમારા ચહેરા પર રહેલા કૂંડાળા,કરચલીઓ ડાગ ધબ્બા દૂર કરી તમને યુવાન દેખાડે છે.ચહેરા સ્કીન પરની ચિકાસ દુર કરી સ્કીન સુવાળીને મુલાયમ બનાવે છે.રસોડામાં રહેલી ઔષધી બીનખર્ચાળ,અને આયુર્વેદિક છે,જેની સાઈડ ઈફેક્ટ નહીંવત હોય છે.રસોઈકળા માત્ર જીવન ટકાવવા માટે પૂરતી નથી પણ આપણા સ્વાસ્થ્ય અને સુંદરતા સાથે સંકળાયેલી ચાવી છે.રસોઈકળા અને પાકશાસ્ત્ર કુદરત તરફથી મળેલું અનમોલ વરદાન છે.






બાહેધરી:આ રચના મારી સ્વરચિત છે એની બાહેધરી પણ આપું છું
         

Comments