વાર્તા:એક રાતની યાદગાર પળ....
એક રાતની યાદગાર પળ....
(એક રાત જે જીંદગી બદલી નાંખે છે....)
એક તેલૈયા ગામ હતું.ત્યાં કેટલાક કબીલાઓ હતા.તેનો વહીવટ મુખી સુખપાલસિંહના હાથમાં હતો.તેમને એક દિકરી હતી.તેનું નામ તેજસ્વીની.
દિકરીને લાડેકોડેથી ઉછેરી હતી,નાનકડી તેજસ્વીની કાલીઘેલી ભાષામાં વાત કરતી પિતા તો સુખપાલસિંહનું હૈયું હરખના આંસુએ રડી પડતું.તેના પિતાએ કેટકેટલા સપનાં સજાવેલા પોતાની દિકરીને લઈને.
તેની સાથે રમવા પોતે પણ નાનકડા બાળક બની જતા.તેજસ્વીની એના પિતાની આંખનું રતન હતું.પિતાની પાઘડી અને મૂછનુ મરોડ આપતું મગરુર હતી તેમની ના લાડકી દિકરી.સમયને પણ પસાર થતા ક્યાં સમય લાગે છે,
તેજસ્વીની યુવાન થઈ ગઈ.યુવાનીની સાથે તેનું રૂપ પણ સોળેકલાએ ખીલ્યું હતું.દિકરીનું આ સુંદર રૂપ માતા પિતા માટે ચિંતાનું કારણ બની ગયું હતું.
"ઓ....પપ્પા તમે મારી ખોટી ચિંતા કરો છો નથી હું નાની મને બધી જ ખબર પડે છે,હું તો તમારો સાવજ છું"આટલું કહીને તેજસ્વીની અકડાઈ જાય છે...
"બેટા... તું બહુ સારી છે, એની કોઈ શંકા નથી પણ આ જમાનો આ દુનિયા ખરાબ છે.એનો ડર લાગે છે,તને તારા બાપુ પર ભરોસો રાખ....નથી હું તારો દુશ્મન,હું જે પણ કંઈ કરું છું એ તારા માટે કરું છું."
ચિંતાતુર અવાજે વિનંતી કરતા એક પિતા દિકરી સમક્ષ ગળગળા થઈ જાય છે.
પિતાને આમ રડતા જોઇ તેજસ્વીની પણ રડી જાય છે.
કબીલાની દરેક છોકરીઓ તેજસ્વીનીના ઘરે રમવા આવે બેસવા આવે પરંતુ તેજસ્વીનીને બહુ બહાર જવાની છૂટછાટ નોહતી.
સુખપાલસિંહ પોતાની દિકરી માટે વધુ પડતાં પ્રોટેક્ટીવ હતા.
દિકરી તેજસ્વીનીને પણ હવે આ બાબત ગુગડામણ જન્માવવા લાગતી.
તેજસ્વીની ભણવામાં પણ હોશિયાર હતી.તેને કોલેજમાં એકલી ન મૂકતા એની સાથે એના બોડીગાર્ડ પણ હતાં.
યુવાન અવસ્થા માં દરેક બાળકોને પાંખો આવે છે,વિજાતીયપાત્રો સાથેની દોસ્તીના અરમાનો જાગે એ સહજવાત છે.આ લિસ્ટમાં તેજસ્વીની પણ બકાત નોહતી.
આજે કોલેજના પહેલાં વર્ષની પરીક્ષા હતી.તેજસ્વીની આખાય ધોરણ:12માં જીલ્લામાં ટોપર હતી.
દિકરી પરીક્ષાની તૈયારી કરી રહી હતી,તેની મમ્મી ભણતી હિરબા દિકરીને જોઈ મનોમન હરખાતા હતા,સુખપાલ સિંહ પોતાની દિકરીને આશીર્વાદ આપતાં કહે"દિકરા મન લગાડી ભણજે.કંઈ જોઈએ તો માંગી લેજે જરાય ખચકાયા વગર." તેજસ્વીની કુવરબા જવાબ માથું ધૂણાવી આપે છે.
દિકરીને મન લગાડી ભણતી જોઈ માતા પિતા મનોમન ખુશ થાતા.
બીજો દિવસ હતો કોલેજમાં પરીક્ષા હતી. તેજસ્વીની કોલેજમાં વહેલી ગઈ,તેના બોડીગાર્ડ કોલેજની બહાર અડ્ડો જમાવી બેઠેલા.આજનું પેપર પુરુ કરી તે પોતાના ઘરે ગઈ.આમને આમ છ દિવસ રોજીંદાક્રમ ચાલ્યો.કોલેજના સૌ છોકરીઓને કપડેલત્તે અને બધી જ રીતે પાશ્ચાત્ય રંગે રંગાતા જોઈ તેજસ્વીની પણ પોતાની જાતને રોકી ન શકી.
તેજસ્વીની એકાંતે વરસાદ જોઈ રહી હતી.પોતાની જાતને કલ્પનાઓની દુનિયામાં
લઈ જાતી ગઈ.હિરબાએ પોતાની દિકરી તેજસ્વીની કુવરબાને ટહૂકો કર્યો.તેજસ્વીની પોતાની જાતને વિચારોની માયાજાળથી સંકેલી મમ્મી પાસે ગઈ.હિરબા તેમની વ્હાલસોયી દિકરીને પ્રેમથી પૂછે;
"કુંવરી બા તમે ક્યાં ખોવાઈ ગયા,જ્યાં ગયા હોય ત્યાંથી પાછા કરી જાજો નહીં તો તમારા બાપુ ને તો તને જાણો જ છો કે ગોળીએ દેતા એક મિનીટની પણ રાહ નહીં જુએ.મારી ફરજ છે તમને માં તરીકે ચેતવવાની તમે એટલા નાના નથી કે મારા શબ્દોની ભાષા ન સમજો."
તેજસ્વીની અચકાતા કહે,"મમ્મી એવું નથી તમે ખોટું સમજો છો."
હિરબા કહે"હું પણ તારી ઉંમરેથી પસાર થયેલી છું,આ ઉંમરમાં આવું બધું થાય એ સ્વાભાવિક છે, પરંતુ તારા બાપુ ને તુ જાણતી જ હશે નાની વાત નું મોટું સ્વરૂપ આપતાં જરાય વાર નહીં કરે..."
મમ્મીની વાતમાં હામી ભરતાં હીર કહે"હા...મમ્મી...મને ખબર છે કે બાપુ મારી બાબતે બહુ ગંભીર છે,હું એવું કોઈ કામ નહીં કરું કે જેથી બાપુ અને તમારે નીચા જોવા જેવું થાય."
આટલું કહીને હીર સુઈ ગઈ.
રોજિંદા કોલેજના સમય મુજબ કોલેજ ગઈ.કોલેજમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.મમ્મી અને દિકરી બેઓ આ બાબતે ચર્ચા કરી રહ્યા હતા.
સુખપાલ સિંહે ચોખ્ખા જ શબ્દોમાં કહી દીધું કે" આખીય કોલેજ ભલે જાય,તારે જો જાવુ હશે તો આપણે ઘરેથી જશું,કોલેજમાંથી તો તને આજે નહીં કે કાલે નહીં મંજુરી મળે એટલું યાદ રાખજો."
આ સાંભળી તેજસ્વીની દિકરીએ ખુબ વિનંતી કરી પણ પપ્પાનો નિર્ણય અડગ હતો એકના બે ન થયા.
આ સાંભળી તેજસ્વીનીને ખુબ ગુસ્સો આવ્યો,તે પોતે ખાધા પીધા વગર સુઈ ગઈ.તેજસ્વીનીને પણ ખુશીથી જીવવું હતું,પરંતુ સુખપાલસિંહના રાજમાં એ કોઈ કાળે શક્ય નોહતુ.
તેજસ્વીનીએ ઘરમાં ઉત્સાહથી કહ્યું"પપ્પાના નિર્ણયે તેના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું.
તેજસ્વીનીએ આવી કોઈ વાત હવે ઘરમાં કહેવાની છોડી દીધી.સૌ મિત્રો પ્રવાસ ગયા તો તેજસ્વીની પોતાની જાતને એકરુમમાં બંધ રાખી દીધી.ન કોઈ સાથે બોલવું ન ચાલવું બસ પોતાની દુનિયામાં મસ્ત રહેવું.
મહિના પછી રાબેતા મૂજબ કોલેજ ચાલુ થઇ.
દિવસો વિતતા ગયા,સમયે પણ પોતાની ગતી ફેરવી.તેજસ્વીનીની આંખ તેના ક્લાસમાં ભણતાં વખતસિંહ સાથે મળી ગઈ.તેજસ્વીની નિરાશાજનક જીવનમાં ખુશીઓની દસ્તક લાવેલો,તેની નિરસ જીંદગીને પ્રેમરસથી તરબોળ કરવાનું માધ્યમ બનેલો.ઉદાસ તેજસ્વીની ના ચહેરા પર મુસ્કાન લાવી દેતો.
"એ...તેજસ્વીની બા શાને ઉદાસ બેઠા છો.અમારા જેવા સેવક માટે શું આદેશ છે,માન્યું કે તમારા પિતા જેવા અમે રાજા નથી,પણ તમારી ઉદાસી આ દિલને ખટકે છે.કહો ને..."આટલું કહીને વખતસિંહ મસ્તીના મૂડમાં આવી ગયા.
તેજસ્વીનીને પણ વખતસિંહ સાથેની દોસ્તી ભાવી ગયેલી.તેજસ્વીની વખતસિંહની કોઈ પણ વાતનો જવાબ આંખોથી આપતી.પરંતુ આ દોસ્તીએ જોતજોતા ક્યારે પ્રેમનું સ્વરૂપ લીધું એની ખબર ન રહી.
વખતસિહનું કુટુંબ ભલે ખાનદાની નોહતુ પરંતુ સંસ્કાર તો દિકરાના રગ રગમાં વહેતા હતા.સ્ત્રીઓનું સન્માન અને રક્ષા કરવીએ માતા પાસેથી શીખેલા.
આખરે તેજસ્વીનીના ખિલતા ચહેરાનું રહસ્ય એક દિવસ પિતા સામે આવી ગયું.
સુખપાલસિહને નોહતુ પસંદ કે એમની દિકરી એમની મરજી વિરુદ્ધ કોઈ કામ કરે,દિકરી પર ચાંપતી નજર ભલે ને હોય પિતાની,તેજસ્વીની હવે પોતાની પ્રેમદુનિયા વસાવી ચુકી હતી,તે અને તેના પ્રેમી વખત.પિતા સુખપાલસિહે તેજસ્વીની ને પોતાના પાસે બેસાડી સમજાવવા પ્રયત્ન કર્યો કે "પોતે જે રસ્તે જઈ રહી છે,તે યોગ્ય નથી,ત્યાંથી વહેલી પરત ફરે તો સારી વાત છે નહીં તો મને પણ આવડે છે.પ્રેમથી નહીં તો બળથી પોતાની વાત મનાવતા."
તેજસ્વીની આ વખતે પિતાની કોઈ વાત સાંભળવાની સ્થિતિમાં નોહતી.
"તમે આજ તો કર્યું છે પિતાશ્રી પોતાની વાત કેવી રીતે મારી ઉપર ઠોકી બેસાડવી તે,તમે કોઈ દિવસ જાણવા પ્રયત્ન કર્યો છે કે તમારી દિકરીને શું ગમે છે તેને શું જોઈએ છે તે નહીં ને...પિતાશ્રી તમને મારી નમ્ર વિનંતી છે મને જીવવા દો મને પણ જીવવાનો હક છે."
એ...કુંવરી બા તમારી જીભ પર કાબુ રાખો બહુ ચાલવા લાગી છે,ભૂલી ગયા ઘરનાં સંસ્કાર, ખાનદાની,આવા સંસ્કાર મેં તમને આપ્યા છે કે બાબોસા સાથે આવી રીતે તમે બોલો....આટલું કહીને હીરબા એ પોતાની દિકરી તેજસ્વીનીને લાફો માર્યો.
"આજ તો બાકી હતું,મમ્મી એ તમે પુરુ કર્યું."આટલું કહીને તેજસ્વીની ખુબ રડી.તેના ડૂસકાં મા કેટલાક સવાલો છુપાયેલા હતા જે તે શોધી રહી હતી,પણ તેને મળ્યા શક્યા નોહતા.
દિકરીના પ્રેમપ્રકરણની ગંધ આખાય કબીલામાં ફેલાઈ ગઈ.સૌ જાતજાતને ભાતભાતની વાતો ફેલાવવા લાગ્યા.
તેમને જે વાતનો ડર હતો એજ વાત બની.
તેજસ્વીની કંઈ આડુ અવળું કરે એ પહેલાં જ એના પિતાએ દિકરીને તેનાથી બમણી ઉંમરના વ્યક્તિ સાથે પરણાવી દીધી.પિતાની નજરમાંથી તેજસ્વીની માટે જે માન હતું એ ઉતરી ગયું.
દિકરીના ઘડિયા લગ્ન લઈ.પિતા હવે હાશકારો સમજતા હતાં,પરંતુ ખરી સમસ્યા લગ્ન પછી શરૂ થઈ.મહિપતસિંહ માટે તેજસ્વીની માત્ર ઈચ્છા પુર્તિના સાધનથી વિશેષ નો હતી.તેજસ્વીની એક દિવસ એવો ન હોય કે રડી ન હોય એને પિતા શબ્દ પણ હવે ફફડાટ થતો.પોતાની પિતાના આવા નિર્ણયના કારણે તે પોતે ઉંમરકેદની સજા કાપી રહી છે.
તેજસ્વીનીનો પતિ મહિપતસિંહ દારૂનો બંધાણી હતો,એક દિવસ એવો નો'હતો કે દારૂ પીને તેજસ્વીની પર હાથ ન ઉપાડ્યો હોય.મહિપતસિહ પોતાની પત્ની હોવા છતાંય તેજસ્વીની સાથે પરણ્યો.તેમના કબીલાઓ બહુપત્ની પ્રથાનો અણસાર અકબંધ હતો.
ઘર દેવાદાર હોવાથી તેને પોતાની તેજસ્વીનીનો સોદો કરતા પણ નો અચકાયો.
એક વસમી રાત્રે તેજસ્વીની ખુશહાલ દુનિયા દર્દ અને ચીખમાં બદલી નાંખી
શૈમી ઓઝા "લફ્ઝ"
Wow Nice Story 👌👌👌🔥🔥🙏
ReplyDeleteThank you
ReplyDelete