નવલકથા:ઉડાન.પ્રકરણ:9સ્મૃતિની જીંદગીમાં હીરનું આગમન
પ્રકરણ:9.સ્મૃતિની જીંદગીમાં હીરનું આગમન
સ્મૃતિનું ધ્યાન તે અવાજ શોધતાં શોધતાં કચરા પેટીની નજીક જાય છે એક બાળકી દયનીય હાલતમાં જોવા મળે છે. સ્મૃતિ નાં દિલથી એક ઉક્તિ નિકળી જાય છે કે કોણ છે અા અભાગણમાં કે જે આવી ફુલ જેવી કોમળ બાળકી ને કચરામાં નાંખે છે.એ અભાગણ સ્ત્રી તું માં નથી પણ પિશાચીન છે,સ્મૃતિનાં આંખમાં દર્દ અને બાળકીને જોઈ હ્રદય લાગણીથી છલકાઈ જાય છે.ભગવાનને પણ કેટલાક ચોટદાર સવાલો પુછે છે કે" હૈ ભગવાન તને તો નાના બાળકો ખુબ વહાલાં તુ તો બાળકોનાં પડ્યાં બોલ ઝીલે તો આ બાળકી તારે મન કેમ અળખામણી, મને જરા એ તો કહે. તારા ઉપર તો કરુણાનો સાગર દયાવાન ની તકતી લાગેલ છે,તો આ બાળકી પર તને કેમ દયા ન આવી. "
" કદાચ,તારી પણ આજ ઈચ્છા હશે કે આ બાળકીનો ઉછેર સારી રીતે થાય.માટે જ તે મને આપી હશે.ભગવાન તારી આ અનમોલ ભેટ સમજીને હું આનો ઉછેર કરીશ.હું આ દિકરીની સગી માં નથી તો શું થઈ ગયું.હું માતા યશોદા બની એનો ઉછેર કરે."
સ્મૃતિ પહેલાં તેને હોસ્પિટલમાં લઈ ગઈ,પણ બાળકી સદનસીબે બચી ગઈ. તે બાળકીને જોતાં એવો ભાસ થતો હતો કે આ બાળકી કોઈના પ્રેમ અને હૂંફ માટે તરસતી નહોય જાણે કે !તેને જોતાં જ સ્મૃતિનાં હ્રદયમાં માતૃત્વની ભાવના જાગી,અને હા જાગે પણ કેમ નહીં હીર હતી જ એટલી સુંદર અને રમતિયાળ.સ્મૃતિએ કાનૂની કાગળિયા કરી આ બાળકીને ખોળે લેવાની પ્રક્રિયા તુરંત શરૂ કરી દીધી,અને તે એમાં સફળ પણ થઈ.
હીર હવે કાયમ માટે સ્મૃતિ જોડે રહેશે એ સાંભળી સ્મૃતિ હાશકારો અનુભવતી હતી.હીરને તે બેસ્ટ જીવન આપવા માંગતી હતી.
જ્યારે પ્રથમવાર હીર બોલતાં શીખી ત્યારે પહેલો શબ્દ માં બોલી સ્મૃતિના હરખની કોઈ સીમા જ ન રહી."તેને આખી સોસાયટી ગાંડી કરેલી એ ઉર્વી સાંભળે છે...જો હીરે મને માં કહ્યું"આટલું કહેતાની સાથે સ્મૃતિ રડી પડી.
રડતી સ્મૃતિને શાંત પાડતાં કહે,"રડે નહીં સ્મૃતિ કેમ રડે છે?આવા ખુશીના પ્રસંગે તે કંઈ આમ રડાતુ હશે...!તું ગાંડી થઈ ગઈ છે કે શું?"
"એ...ઉર્વી કંઈ જ નથી આતો ખુશીના આંસુ છે,તું રિલેક્સ થા....મને કંઈ જ નથી થયું આટલું કહી હીરને પોતાના વ્હાલથી નવડાવવા લાગી."ઉર્વી એની હરખઘેલી મિત્રને સરાહતા કહે "હા....સાંભળ્યુ મેં..."તું એને બેસ્ટ જીંદગી આપજે..."
"ઉર્વી અરે ગાંડી તારે કંઈ કહેવું પડે...મારી રાજકુમારીને તો હું બેસ્ટ જીંદગી આપે" આટલું કહી સ્મૃતિ ખુશીથી ઝૂમી ઉઠી.
આ જોઈ ઉર્વી મનોમન પ્રાર્થના કરે "હૈ ઈશ્વર મારી મિત્ર સ્મૃતિના જીવનમાં ખુશીઓ આપવા બદલ તમારો ખુબ આભાર."મારી મિત્ર આમ જ ખુશ રહે.આટલું કહી તે પ્રભુને વિનવવા લાગી."
હીર નો ઉછેર કેવો હશે...
તે વધુમાં આગળના અંકે.....
Comments
Post a Comment