વાર્તા:એક રાત

એક રાત...

("એક રાત જેને મારી જીદંગી બદલી નાંખી")

        "મમ્મી મમ્મી આવું જીવન આપણું જીવન કેમ છે,બધાં મિત્રો જો કેવી સરસ સાઈકલ લાવ્યા.
મારે પણ સાઈકલ લાવવી છે.મને પણ લઈ આપ."આટલું કહી નાનકડો અર્પણ ખુબ રડ્યો બાલહઠ હતી.ઘરમાં ખાવાના પણ ફાફા હતા.તો એવામાં સાઇકલનો વિચાર કરવો એ પણ મુર્ખતા છે.પણ બાળક દિલ ક્યાં કોઈનું માને!
        મમ્મી આલોચના બહેન દિકરાને પ્રેમથી સમજાવતા કહે"બેટા આપણા ઘરની હાલત તો તુ જો,આવા ખર્ચા આપણને ન પોષાય,ખોટી જીદ્દ ન કર...દિકરા ચાલ જમી લે..."
        અર્પણ ગુસ્સે થઈ  કહે"મમ્મી કહ્યું મારે નથી જમવું તમે શું વારંવાર એકની એક લત લઈ બેઠા છો."

"તમારે જમવું હોય તો જમો મારા માટે સાઈકલ લાવો પછી જ મારી જોડે બોલજો"આટલું કહી અર્પણ  ગુસ્સે થઈ પોતાનો રૂમ બંધ કરી બેસી ગયો.

અર્પણને આમ બંધ રૂમમાં જોઈ આલોચના ગભરાઈ ગયા.તેમને સમજાવવાનો પ્રયાસ તો ચાલુ જ રાખ્યો.

"મમ્મી મારે સાઈકલ જોઈએ એટલે જોઈએ જ...તમારે તો આ રોજનું બ્હાનુ છે,તમારે નથી જ અપાવવી તો સાફ સાફ કહો આમ બ્હાના શું કામ કાઢો છો?"મને તું પ્રેમ નથી કરતી અને જો કરતી હોય તો મને તું લઈ આપે,અર્પણ આટલું કહેતા અર્પણ રડી પડ્યો.

     આલોચનાબેન અર્પણના રૂમમાં બીજા દરવાજાથી ચાલી ગયા,તેમને દિકરાને સમજાવવાના પ્રયાસ ચાલુ જ રાખ્યા,પણ બધું વ્યર્થ.
આલોચના ગુસ્સાની કોઈ સીમા ન રહી,અર્પણ પર આજે તો તેમનો હાથ ઉપડી ગયો.

       અર્પણે પણ ગુસ્સામાં આવી ખાવાનું છોડી દીધું,મમ્મી બહુ રડી પણ એની કોઈ જ અસર ન થઈ.

         અર્પણ આલોચના બહેનનો એક નો એક દિકરો હોવાથી તેનો ઉછેર લાડકોડથી કર્યો હતો.હાથ ઉપાડ્યા પછી આલોચના બેન પણ ખુબ રડ્યા પણ
દિકરો અર્પણ કંઈ સાંભળવા જ તૈયાર નોહતો.
આલોચનાબેન કામ અર્થે ફેક્ટરીએ ગયેલા.
અલોચનાબેન બહુ ગુણિયલ,સંસ્કારી સ્ત્રી હતાં.પતિના સ્વર્ગ પછી આલોચના બેને ઘરની કફોડી થયેલ પરિસ્થિતિને ઠારે પાડેલ.આખાય કુટુંબ ને એકતાંતણે બાંધી રાખ્યું.
તેઓ વ્હાલસોયા અર્પણ માટે જીવતા હતા.અર્પણનુ ઘર ભલે ને ગરીબ હોય પરંતુ ગામમાં મોભાદાર ઘર કહેવાતું.આ મોભા માટે આલોચનાબેનને ફાળે જાય છે,ગરીબીમાં સપળતા પરિવારને પણ સમાજમાં મોભાદાર તરીકે એ નોંધનીય બાબત છે.આ સ્થાનનો શ્રેય આલોચનાબેનને ફાળે જાય છે.ઘરમાં શોકભર્યા વાતાવરણ છતાંય પરિવારને વિખરતા બચાવ્યો.
અર્પણ પોતાની જીદ્દ પર અડ્યો હોવાથી મમ્મીની સલાહની કોઇ અસર ન થઈ.
આલોચનાબહેન ફેક્ટરીમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા,તો ક્યારેક આજુબાજુના ઘરનું કામ પણ બાંધેલુ.જેથી અર્પણને સારું ભવિષ્ય આપી શકે.પોતે ફાટેલા કપડા પહેરી દિકરાને નવા કપડાં પહેરાવતા.
      બાળક અર્પણ કોઈ સાંભળવાના મૂડમાં નો'હતો,જીદ્દમાં તેને ખાવાનું છોડી દીધું.આલોચનાબહેન દિકરાને સમજાવવા પ્રયાસ કરે છે,પણ બધું વ્યર્થ દિકરો સાંભળવા તૈયાર નો'હતો.
આલોચનાબહેન ચાહકર પણ દિકરાની જીદ્દ પુરી નોહતા કરી શકાતા.કેમકે બે ટંકનુ જમવાનું પણ ખુબ મુશ્કેલથી મળી શકતું,પણ દિકરાની માંગણીનો તો વિચાર પણ ન કરી શકાય.
તેમના મનમાં એમ હતું કે દિકરાને પ્રેમથી સમજાવીશ તો સમજશે,પણ આ બાબતે તેઓ ખોટા હતાં.
તેને કોઇ વસ્તુની કમી ન વર્તાય તેની તકેદારી રાખવામાં આવતી હતી,તેમને દિકરાના પરવરિશમાં કોઇ જ કમી નોહતી છોડી,પણ દિકરાની વધતી જતી ડિમાન્ડથી તેઓ પરેશાન હતાં.દિકરો અર્પણ ભણવા કરતાં રમતિયાળ બની ગયેલો,આ બાબતથી ચિંતાજનક દ્રિધામા મુકાઈ ગયાં,તેમણે આ વખતે નક્કી કર્યું કે દિકરાની કોઈ જીદ્દ નહીં પુરી કરે એને પણ ઘરની હાલત સમજવી જ પડશે.

          મમ્મીની અંધમમતાએ તો દિકરાને જીદ્દી બનાવેલો.આલોચના બહેન ઘરના કામમાં પરોવાઈ ગયાં.રાત્રે સુઈ ગયાં ત્યારે દિકરો અર્પણ કંઈ કહ્યા વગર ઘરની બહાર ચાલ્યો ગયો.અર્પણને કોઈ અજાણ્યા શખ્સોમાથી એક વ્યક્તિ સામે આવ્યો ચોકલેટ બતાવી ઉઠાવી ગયો,અર્પણ ખુબ રડ્યો રાડારાડ કરી મૂકી કોઈ મદદે ન આવ્યું રાત્રીનો સમય હતો સૂમસામ રસ્તો.

     આલોચનાબહેનની આંખ ખુલી અચાનક જોયું તો અર્પણ ઘરમાં નોહતો, આખાય ઘરમાં કોલાહલ મચી ગયેલો,આલોચના
બહેન આક્રંદ કરતાં ન થાકે.તેમનો તો જીવ અધ્ધર થઈ ગયો,દિકરાને ગાંડાતુર થઈ દિકરાને શોધવા નિકળી પડ્યા ત્યાં જ તેમનો ફોન રણક્યો,નંબર અજાણ્યો હતો.હૈયે ગભરાટ છૂટી ગઈ.શબ્દો જાણે એમ હતાં કે"એ...ય....તમારો છોકરો મારી પાસે છે,જરાય પણ ચાલાકી કરી છે તો છોકરાની લાશ પણ નહીં ભાળો...માટે...સાવધાન...પોલીસ પાસે તો બિલકુલ જાતા જ નહીં નહીં તો....તમને ખબર જ છે....કે....અમે શું કરી શકીએ છીએ....તે..."વધુમાં કહે તો પછી રાહ કોની જુઓ છો પૈસાની વ્યવસ્થા કરો.
     
       પણ મને મારા દિકરા સાથે વાત કરાવો,આટલુ કહેતાની સાથે આલોચનાબેન દિકરાના જીવન માટે ખોળો પાથરી ભીખ માંગે છે,નાનકડો અર્પણને ફોનમાં રડતો જોઈ આલોચના બેનનુ હૈયું ફાટફાટ થતું.પણ તે ચાહકર પણ કંઈ કરી શકે તેમ નો'હતા.તેઓ
આલોચનાબેન થથરતા પુછે,"તમે શું ઈચ્છો છો.લાખ રુપિયા આપો ને તમારા દિકરાને છોડાવી જાવ..."

"પણ.....ણ....મારી વાત તો સાંભળો.....હું.... હું... આલોચનાબેન આટલું કહે એ પહેલાં જ ફોન કપાઈ ગયો.
       આલોચનાબેન હેબતાઇ જ ગયાં પરંતુ હિંમત ન હારી.દિકરાની ભાળ કેવી રીતે મેળવી શકાય તેના પ્રયત્નમાં લાગી ગયા.આલોચનાબેને પોતાના દાગીના અને ઉછીના એમ જેમ તેમ કરી પૈસાની વ્યવસ્થા કરી.
દિકરાની ચિંતામાં અન્નનો દાણો પણ નો'હતો મુક્યો.
અપહરણકર્તા નો પૈસા માટે ફોન આવે એની રાહમાં બેસેલા.
            આમ ને આમ બે દિવસ વિતી ગયાં આલોચનાબેન પર ફોન આવ્યો,નંબર અજાણ્યો હતો પરંતુ અવાજ એજ હતો બે દિવસ પહેલા સાંભળ્યો હતો.

     "પૈસાનો બંદોબસ્ત થયો કે નહીં,અને હા મારી આપેલી ચેતવણી તો તમને યાદ જ હશે,પોલીસ સ્ટેશનમાં જવાની ભૂલ ભુલથી પણ નો કરતાં,નહીં તો તમને ખબર જ હશે..."
     
        આલોચનાબેન મનને કઠણ કરી પુછે "પૈસા ક્યાં આપવા આવું?અને પૈસા કોણ લેવા આવશે"એટલું તો જણાવો.
       
      અપહરણ કરનાર એડ્રેસની સાથે પૈસા લેનાર વ્યક્તિ ઓળખની માહિતી અલગ આપે છે.આટલું બોલતાં બોલતાં તો ફોન કટ થઈ ગયો.કોલર લોકેશનમા આપેલ માહિતી લઈ નજીકના પોલીસસ્ટેશનમાં ગયા.બધી જ વિગતવાર વાત જણાવી,તેમની પર ફરી ફોન રણક્યો,ફોન સ્પીકરમા હતો

"એ....ય.....તને ના પાડી હતી કે પોલીસસ્ટેશનમાં ગઈ છે તો તારો દિકરો નહીં બચે છતાંય અમારી વાત તે ટાળી જો અમે તારા દિકરાના શા હાલ કરીએ છીએ,લાશ પણ હાથમાં નહીં આવે તુ જોઈ લેજે."આટલું કહી અપહરણકર્તા એ ફોન મૂક્યો,પણ પડઘા પોલીસ સ્ટેશનમાં ગૂજતા હતાં.

     મનમાં ભય હતો કે"દિકરાને કંઈ જ થાય નહીં તો પોતે જીવતા જી મરી જશે."  

બેન અમે તમારી સાથે જ છીએ,તમે સારું કર્યું વહેલી તકે અહીં આવ્યા નહીં તમારા દિકરાને બચાવવો મુશ્કેલ પડી જાત પણ હવે તમે નિશ્ચિત થઈ જાવ અમે તમારા દિકરાને શોધી પાડશુ ગમે ત્યાંથી."પોલીસ પાસેથી આવા વચનો સાભળતા આલોચનાબેનના દિલને થોડી હાશ થઈ.

 અડગ મને તેઓ એડ્રેસ મૂજબના સ્થળે પોલીસ સાથે પહોંચી તેમના વ્હાલ સોયા દિકરાને મોતના મૂખેથી છોડાવ્યો.

     શૈમી ઓઝા "લફ્ઝ"

"માં એક એવી યૌધ્ધા છે કે સમય રહેતા શક્તિનું રુપ ધરી પોતાના સંતાન માટે દુનિયા સામે લડવા તૈયાર થઇ જાય છે,એના માટે એનું સંતાન જ સર્વોપરી હોય છે."


Comments

Popular Posts