ગરબા:સ્વરચિત

ઢોલકના તાલે તાળી પડે રે...લોલ...(ગરબો)
------------------
આવ્યા નવલા નોરતાં ના પારણાં રે,મેં તો હોંશે હોંશે કર્યા માં ના પારણાં રે...
ઢોલકના તાલે તાળી પડે રે...લોલ...

આનંદે માડી તમે મારા આંગણે આવજો રે...
તમ સંગ નવ સહિયરો લાવજો રે...લોલ...
ઢોલકના તાલે તાળી પડે રે લોલ...

પહેલે નોરતે માતા શૈલપુત્રી આવીયા રે લોલ...ભક્તો એ ફૂલડે વધાવ્યા રે,
માડી ભક્તોને આપી ગયા અભય વરદાન હે...માડી શૈલપુત્રી હરખે રમ્યા રે લોલ...ઢોલકના તાલે તાળી
પડે રે લોલ...

બીજે નોરતે માડી બ્રહ્મચારીણી જી આવીયા રે લોલ...
ભક્તોને જ્ઞાનમયી ગંગામાં નવડાવી ગયાં જી...રે...
હે માડી બ્રહ્મચારિણી હરખે હરખે રમ્યા જી રે...
ઢોલકના તાલે તાળી પડે જી રે...

ત્રીજે નોરતે માડી ચંદ્રઘંટાજી આવીયા રે લોલ...માથે ચંદ્ર ધારણ કરી હાથમાં ત્રિશૂળ ધરી પાપથી ઉગારવા આવીયા રે...લોલ...હરખે હરખે રમીયા જી...રે...

ચોથે નોરતે કુષ્માંડા માડી આવીયા જીરે...
આખુય બ્રહ્માંડ તેમની દેણ,માડી કુષ્માડા હરખે હરખે રમીયા જીરે...ત્રણેય લોકે ફૂલ ચોખલી યે વધાવીયા રે,
ઢોલકના તાલે તાળી પડે જી...રે...

પાંચમે નોરતે સ્કંધમાતા આવ્યા જી રે,સાથે ભગવાન કાર્તિકેયને લાવીયા જી...રે...
નિ:સંતાન દંપતિને
"તથાસ્તુ"કહી
ઉત્તમ સંતાનના આશિષ આપી ગયા જી...રે...
સ્કંધમાતાને ફૂલડે વધાવીયા જી રે...
ઢોલકના તાલે તાળી પડે જી...રે...

છઠ્ઠા નોરતે માડી કાત્યાયની આવીયા જી...રે...માડી કાત્યાયન
ને ત્યાં પૂત્રીરુપે અવતર્યા જી...રે...ધરતીને દાનવોના ત્રાસથી મુક્તિ અપાવી,
માડી મનમૂકી હરખે રમીયા જી...રે...
ઢોલકના તાલે તાળી પડે જી...રે...

સાતમા નોરતે માડી કાલરાત્રિ આવીયા જી...રે...
વિકરાળ સ્વરુપિણી,કંઠે મૂંડમાલા ધરીને આવીયા જી...રે...ભક્તોની અરજ
સુની માતા ધરણી પર આવીયા જીરે,અનિષ્ટ તત્વોથી અભય આપી ગયા જી...રે...
હરખે હરખે માડી કાલરાત્રિ રમીયા રે...લોલ...
ઢોલકના તાલે તાળી પડે જી...રે...

આઠમા નોરતે માડી મહાગૌરી આવીયા જી...રે...શ્વેત વસ્ત્રો ધરી
મંદ મંદ મુસ્કાન કરી મન સૌનું હરી લેતાં જી...રે...
હરખે હરખે માડી મહાગૌરી રમીયા રે...લોલ...
ઢોલકના તાલે તાળી પડે જી...રે...

નવમા નોરતે માડી સિધ્ધિ દાત્રી આવીયા જી...રે...
દશમહાવિદ્યાના વરદાન આપી માડીએ ભક્તોને ધન્ય કરીયા જીરે...
હરખે હરખે રમીયા રે...લોલ...
ઢોલકના તાલે તાળી પડે જી...રે... 

શૈમી ઓઝા "લફ્ઝ"

2.મારી અરજ સુની આવજો રે લોલ...

માડી નથી મંદિર દેવાલય
નથી સોનાના હિંડોળા 
હ્રદયના આસને તમને બેસાડુ,
મારી અરજ સુની આવજો રે લોલ...

નથી સોનાના મહેલ,નથી બંગલો,મનરૂપી ઝુંપડીમા 
હરખે આવજો માડી,મારી અરજ સુની આવજો રે લોલ...

ભોજન નથી મેવા મિઠાઈ
શ્રદ્ધા અને ભક્તિરૂપે થાળ ધરું
મારી અરજ સુની આવજો રે લોલ...

હું ગમે તેવી બાળા આપની,
હું સંતાન તમે જગતંબા,ભૂલચૂક ન જોતા માડી પ્રેમની ભાષા જોજો,
મારી અરજ સુની આવજો રે લોલ....

શૈમી ઓઝા "લફ્ઝ"

3.હે મારી પાર્વતીમાઈ મતવારા...

કંકુના પગલે માડી ઉમા પધાર્યા,ત્રણેય લોક નિહારવા આવ્યા રે,હે મારી પાર્વતીમાઈ મતવારા....

હૈ માડી ધરણી પર આવો ત્યારે પાપા શિવજીને લાવજો,
ગણેશ કાર્તિકેયને સાથ લાવજો,ભક્તો પર અમી નજર રાખજો,હૈ મારી પાર્વતીમાઈ મતવારા....

નવરાત્રીના તૃતીય દિવસે ચંદ્રઘંટાજીનુ રૂપ ધરી પાર્વતી માઈ આવજો,હે મારા પાર્વતી માઈ મતવારા....

મુગટે ચંદ્ર શોભે છે,ચહેરે તેજ પૂંજની આભા છલકાય,આવી આંગણિયા દિપાવજો રે,તમે આવી આશીર્વાદ આપજો,હે મારા પાર્વતીમાઈ મતવારા...

તમારા ધ્યાનથી અંહકાર નામક
અસૂર મનથી જાય,ભક્તો નિર્ભય થઈ જાય,તમે હોશે હોશે માડી પધારો,હે મારા પાર્વતીમાઈ મતવારા....

શૈમી ઓઝા "લફ્ઝ"

4.(સ્વ રચિત ગરબો)

ખમ્મા ખમ્મા પાર્વતી મૈયા ને...

ખમ્મા ખમ્મા માડી તને ઘણી
ખમ્મા ઊંઝા ધામવાળી,
ત્રણભૂજા હથિયાર થી શોભે ચોથી ભુજાથી તથાસ્તુઃ કહી ભક્તોની ખાલી ઝોળી ભરનારી,પાર્વતીમાઈ તને ઘણી ખમ્મા...

તુ તો ભક્તોની ભક્તિ જોઈ રિઝાતી,માડી અખિલ બ્રહ્માંડની સ્વામીની કહેવાતી,
સિંહ સવારી કરનારી પાર્વતી માઈ તને ઘણી ખમ્મા...

ચોથા નવરાત્રીના દિવસે કૃષ્માડા રુપ ધરતી,
જેને મંદ મંદ હાસ્ય થકી બ્રહ્માંડને રચ્યુ,
માં ભાંડોદરી તરીકે ઓળખાવનારી,માઈ પાર્વતીને તને ઘણી ખમ્મા....

તમારુ ચોથું સ્વરૂપ નિરાળુ,
જે કુષ્માડા તરીકે ઓળખાતુ,
જે બ્રહ્માંડને ગર્ભમા ધારણ કરતું,તમારા નામથી રોગ દોષ ભાગે,મોહ માયા ન સ્પર્શે મહામાયા નવશક્તિઓની સ્વામીની પાર્વતીમાઈ તને ઘણી ખમ્મા...

તમારા પ્રાણેશ પાપા શિવજી કહેવાતા,એતો કાળનાએ કાળ કહેવાતા,તમારા ભક્તોને અકારણ મોત ન આવે,તે આપના પ્રેમને મમતારુપિ અમૃતથી અમર થઈ જાતુ,
આરાસુરની રાણી કહેવાતી,
જગતંબા સ્વરુપિણી
પાર્વતી માઈ તને ઘણી ખમ્મા...

ભક્તો પર આચ જો આવે,તો હાથ પર હાથ ધરી ન બેસનારી,વ્હાલી પાર્વતી માઈ તને ઘણી ખમ્મા...

ખમ્મા ખમ્મા માડી તને ઘણી ખમ્મા,ઊંઝા ધામવાળી પાર્વતી માઈ તને ઘણી ખમ્મા


શૈમી ઓઝા "લફ્ઝ"

5.સ્વ રચીત ગરબો...

માઇ પાર્વતીના રાજમાં મોજ મોજ મોજ છે....

કોયલ બોલી મન હરખાયુ,
હૈયે હરખ ન સમાયો,મંગલ ગાવો સહિયરો સૌ મળીને
,જગત સ્વામીની સ્કંધ સંગ ધરણી પર આવ્યા....
માડી પાર્વતીનું આ સ્વરૂપ હૈયાને ઠારતુ,
સિંહ પર સવાર થઈ નિસર્યા.સાથે ભ્રાતા કાર્તિકેયને સંગ લાવીયા,ચૌદ ભુવનની મહારાણી ધરણી પર આવ્યા
સૌ ભક્તોને આશિષ દેવા
માઈ પાર્વતીજીના રાજમાં મોજ મોજ મોજ છે.

પાંચમા નોરતુ તેમને મન ભાવતું,માડી રુમઝુમ કરતા આવ્યા સૌ ભક્તજનો માડીને નિહારવા પડાપડતી કરતાં...
માઈ પાર્વતીજીના રાજમાં મોજ મોજ મોજ છે....

જે દ્વાર આવે તે કદી નિરાશ ન જાતું.માડીને દ્વાર વાંઝીયા આવે તેને ઉત્તમ સદાચારી સંતાન આપી તેમનું વાંઝ મેણુ ટાળી સંતાન સુખ પ્રદાન કરતી.
માઈ પાર્વતીના રાજમાં મોજ મોજ મોજ છે....

માનું આ રુપ ભક્તોને સુખ પ્રદાન કરનારું,મોક્ષ પ્રદાન કરનારી માં આજ અતિથિ આપણા બન્યા છે,ચારે કોર ઢોલ નગારા વાગે,સૌ માઈ પાર્વતીને સ્કંધજીના ઓવારણાં લીધે ન થાકે,સંગ પૌત્રી સંતોષીજીને લાવીયા,આનંદે હરખે માડી ગરબે રમ્યા,મા પાર્વતી ને પાપા શિવજીના આશીર્વાદ જે ભક્ત પર હોય એને નથી કોઈ બીક ન કોઈ મોહ માયા અડકે,અમે સૌ ભિક્ષુક છીએ,
મહાદાનેશ્વરી એવી માઈ પાર્વતીજીના રાજમાં મોજ મોજ મોજ છે.....

કોયલ બોલીને મન હરખાયુ,
હૈયે હરખ ન સમાયો
તેને જે સાચા દિલથી ભજે
એનો બેડો પાર છે,માઈ પાર્વતી ના રાજમાં મોજ મોજ મોજ છે....


શૈમી ઓઝા "લફ્ઝ"

6.સ્વરચિત ગરબો...
રાગ:(સોના સુરજ ઉગ્યો આંગણ....)
(મા કાત્યાયની પર....)
-------------------------------
કોણ તમને આટલા કાલા વાલા કરે માડી...

ચંદ્રજી શરમાયા,તારા ઝાંખા થયા ગ્યા,સુરજદેવ ઉગ્યાને ખુશખબરી લાવ્યા...

મહિષાસુર વધ કાજે,માનવ રુપ ધર્યું,
કાત્યાયન ઋષિના ઘરે દિકરી રુપે અવતર્યા,સુના સુના આંગણામાં એ તેજ પુજ થકી દિપાવ્યા,હું સૌ ભક્તો તમને એક સવાલ પૂછું,માડીને  આટલા કાલાવાલા કોણ રે કરતું....

પિતા મહર્ષિ કાત્યાયન ને,ત્રિદેવોના તેજ છે,
એવા માડી કાત્યાયનીને ઘણી ઘણી ખમ્મા...

ભક્તોની રક્ષા કાજે માડીએ મહિષાસુર હણી ધરતીમાતાને પાપમુક્ત કરાવી,આટલા તે કાલા વ્હાલા કોણ તમને કરે.

નવલા નવરાત્રીના રુડા તે દિવસો આવ્યા,છઠ્ઠા કેરા નોરતે માં કાત્યાયની પૂજાયા....

ભક્તો અરજ સુની,
મા દોડી દોડી આવતી,આટલા કાલા વ્હાલા કોણ તમને કરતું,
માતા જેના મેનાવતીને પિતા હિમાવન આટલા તે કાલા વ્હાલા માડીને તેમને રે કર્યા...

જો કોઈ સાચી શ્રધ્ધાથી માડીને ભજતુ,
અર્થ,કામ,ધર્મ,મોક્ષ
ફળનો અધિકારી થાતો,હું સૌ ભક્તો તમને એક સવાલ પૂછું,સૌ સાચું રે કહેજો
માડીને આટલા કાલાવાલા કોણ રે કરતું...
પતિ જેના શિવજીને પુત્ર ગણેશા,આટલા તે કાલાવાલા તેમને રે કરીયા...

ચતૃર્થ ભુજા હથિયાર કમળને અભયદાનથી સજ્જ છે,સિંહની સવારી માને ફાવતી,યોગી સાધકોની પ્યારી
માતા કહેવાતી,માડી આટલા તે કાલાવાલા કોણ તમને કરતું

કુંવારી કન્યા કોઈ તમારી ચરણ વંદના કરતી,ઉત્તમ સદાચારી પતિ સાથેના સંજોગ તુ બનાવતી,તેની ખાલી ઝોળી તુ સુયોગ્ય વરથી ભરતી...

હુ તમને પુછુ સૌ ભક્તો સાચુ રે કહેજો,આટલા તે કાલાવાલા માડીને કોણ રે કરતુ....
પુત્ર જેના કાર્તિકેય ને બેની બા અશોકસુંદરી આટલા તે કાલા વાલા માડી તેઓ તમને કરતાં....

ચંદ્રજી શરમાયા,તારા ઝાંખા થઈ ગ્યા,સુરજદેવ ઉગ્યા ને ખુશખબરી લાવ્યા,હું તમને પુછુ સૌ ભક્તો સાચું રે કહેજો,આટલા તે કાલાવાલા કોણ તમને કરતું....


શૈમી ઓઝા "લફ્ઝ"

7.સ્વરચિત ગરબો.....
(કાલરાત્રિ મા)

ધરણી પર દાનવોને હણવા
કાલરાત્રિ આવો,ભક્તોની ભક્તોને આશિષ દેવા માડી તમે આવો...

હૈ કાલરાત્રિ જય શક્તિ સ્વરૂપા ભય,દુઃખ, અનિષ્ટ તત્વોની અભયદાન આપો,
જય કાલરાત્રિ મહામાયા, જય શક્તિ સ્વરુપિણી મમતામયી
ખમ્મા ખમ્મા...

ગધેડાની સવારી માને ગમતી,
મુંડમાલા ને કરમાલાથી માડી કેવા શોભતા જય કાલરાત્રિ જય સ્મશાન વાસિની તુ જ એક સહારો માડી....

નવલા નવરાત્રીના દિવસો આવ્યા સાતમનો દિવસ આપને ગમતો,દાનવો,ભૂત,પિશાચો
આપને જોઈ કોશો દૂર ભાગે,
ભક્તો પર ઉંડી તુ કદી આંચ ન આવા દેતી,હૈ મહામાયા જય શક્તિ સ્વરુપિણી અંબે...
તમે સર્જક,તમે પાલક તમે સંહારક કરતા,પાર્વતીની રોદ્ર શક્તિ કાલરાત્રિ મા એકવાર ભક્તો ને મળવા આવો...
જય મહામાયા, જય મહારૌદ્રા,ભૂતભંયકરી,કાલી વિકરાળી,યોગી,તાંત્રિકની અધિષ્ઠાત્રી ભક્તોના નોતરા સ્વીકારો,હે કાલરાત્રિ માડી આવો....


શૈમી ઓઝા "લફ્ઝ"

8.સ્વ રચિતગરબો
નવરાત્રીના રુડા દિવસો આવ્યા 

(મા મહાગૌરી પર)

નવરાત્રીના નવ દિવસો આવ્યા,આઠમ કેરા દિવસો આવ્યા,અંબા આવ્યા માં સંગ ગૌરીને લાવ્યા,નવરાત્રિના કેવા રુડા દિવસો આવ્યા...

ભક્તો તમને જો સૌ કેવા હરખાયા,આ નજારો જોવા ત્રિદેવો આવ્યા સંગ ઇન્દ્ર આવ્યા,નવરાત્રિના કેવા રૂડા દિવસો આવ્યા...

નવ સહિયરો કેવી આનંદ કરતી,સૌ જીવો પર આશિષ વરસાવતી,આ નજારો કેવો હૈયું ઠારતો,ત્રણેય લોક મહાગૌરી સંગ નવ સહેલીઓના ઓવારણાં લેતું
રણસિંકા ને ઢોલક માંના ગુણલા ગાતા
નવરાત્રિના રૂડા દિવસો આવ્યા...

સફેદ ફુલને સફેદ રંગ માડીને ગમતો,શિવના શક્તિ તરીકે તમે પૂજાતા,નવરાત્રિના રૂડા દિવસો આવ્યા...

સંતાપને પાપોનું દમન કરતી
ચાચરચોક આપના તેજ પૂંજથી દીપી ઉઠતો,નવરાત્રિના રૂડા દિવસો આવ્યા.

શૈમી ઓઝા "લફ્ઝ"

9.સ્વરચિત ગરબો(રાગ:કેસરિયા ગરબાનો રંગ લાગ્યો....)

રંગ લાગ્યો,રંગ લાગ્યો,રંગ લાગ્યો હો રાજ...
પાર્વતી માતની ભક્તિનો રંગ લાગ્યો...

મા સિંહ પર સવાર થઈ આવ્યા હો રાજ,મા સિધ્ધિદાત્રીનું રુપ ધરી આવ્યા હો રાજ મા પાર્વતીની ભક્તિનો રંગ લાગ્યો.....

મેં તો હોંશે હોંશે કાગળ લખ્યો હો રાજ માં પાર્વતીની ભક્તિ નો રંગ લાગ્યો....

માંએ મારો કાગળ પ્રેમથી વાંચ્યો,કાગળ વાંચી ભાવુક 
થયા હો માં પાર્વતીની ભક્તિ નો રંગ લાગ્યો...

માડી પાર્વતી મારી વિનંતી સુની ધરતી પર ગરબે રમવા હો રાજ,સિધ્ધિદાત્રિએ નવ સિદ્ધિને દશમહાવિદ્યા આપી હો રાજ મા પાર્વતીની ભક્તિનો રંગ લાગ્યો...

ભગવંત કૃષ્ણે વાંસળીના સૂરે વધાવ્યા હો રાજ,માના રથડા ભક્તો એ ચોખલિયે વધાવ્યો
વલ્લભભટ્ટ તમારા ગુણ ગાતા ન થાકતા હો રાજ મા પાર્વતીની ભક્તિ નો રંગ લાગ્યો....

10.દશેરા પર કાવ્ય.....

આવી દશેરાના દાડા,
રામ રાવણના સંગ્રામનો અંત આવ્યો,અંહકારી રાવણના અંત પૃથ્વી પર સુખનો સુરજ ઉગ્યો,સૌ દેવો રામને વિજયની બધાઈ આપે...
પાપના પડઘમોનો આવ્યો અંત,ભક્તોની ભક્તિ ફળી છે, કંઈ,આજે ચોતરફ આનંદ મંગલ ગવાય,ચાસણીથી તરબોળ જલેબીને ગરમાગરમ ફાફડાનો સ્વાદ સંબંધોમાં મિઠાશ વધારવા ઉદ્દીપકની ભૂમિકા નિભાવે,
પરંતુ દશેરા પર્વ ખુશીઓની વરસાદની સાથે પાપનો અંત લાવી...
મહિષાસુરના ત્રાસથી પિડાતી,
મુક્તિ ઝંખે,માં શક્તિ સ્વરૂપા 
પાર્વતીએ કાત્યાયની રુપ ધરી મહિષાસુરનો અંત કરી,માએ મહિષાસુર મર્દનીની પદવી મેળવી,ધરણી માતાને પાપોથી ઉગારી,ભક્તોને ઉગાર્યા માડી તને ખમ્મા ખમ્મા... ઘણી ખમ્મા...
પરંતુ આજે કળીયુગમાં અદ્રશ્ય સ્વરૂપે રહેલા મહિષાસુરોના ત્રાસથી પિડાતી ધરતીમાને મુક્તિ આપવા આવનારી શક્તિના વધામણાં કરવાની હાર્દિક અભિલાષા...

શૈમી ઓઝા લફ્ઝ

વિદાયગીત...

(હૈયુ કેવી રીતે જીરવી લેશે...)

ઉગતો સુરજ અમારે મન ઉદાસી લાવશે માડી,આપણે જુદા પડશુ માડી આ વેદના હૈયું કેવી રીતે જીરવી લેશે...

માડી નવદાડા સાથે રહ્યા ને
મિત્રતાની માયા તમે લગાડી આમ અચાનક ચાલ્યા જાવું પાર્વતી મૈયા આતો ઠીક ન કહેવાય, આ વેદના હૈયું કેવી રીતે જીરવી લેશે...?

તમારાથી થોડી કિટ્ટા બુચ્ચા રમુ એ પહેલા આ વસમી વિદાયની વેડા આવી,આ તે હૈયું કેવી રીતે જીરવી લેશે...?

હું કાચી નિંદરાથી ઉઠુ ત્યારે  
મમતાભર્યા સ્પર્શથી સુવાડી તમે દેતા,બાળ સ્વરૂપ ધરી સ્વપ્ન મા આવી કાલીઘેલી ભાષા બોલી તમે મારા મનને હરી લીધું,તમારા વાત્સલ્યના મોહ તાંતણે બાંધી
ગયાં આપના વિના એક એક દિવસ કેમ જાશે માડી આપનો વિરહ હૈયું કેવી રીતે જીરવી લેશે...?

નવ દિવસ ક્યારેય પુરા થઈ ગયા માડી ખબર જ રહી,ચાર મહિના પહેલા સખી સંતોષી દીદી મૈયા એ અલવિદા કહ્યું ને હવે તમે પણ દાદી અને પોતીએ કેવી ગજબની તે માયા લગાડી,આપના દર્શન વિના હૈયું સદા તરસતુ રહેશે,આ કપરી ઘડી આ હૈયું 
કેવી રીતે જીરવી લેશે?

તમારા નામથી દિવસ ઉગતો માડી,તમારા નામથી આખો મિંચાતી મારી,તમારી બાળકીને આમ રડતા મુકી ચાલ્યા જવાનું માં....માતા પાર્વતી તમારાથી થયેલી આ અણધારી વિદાય આ હૈયું કેવી રીતે જીરવી લેશે....??

દુ:ખીયાના દુઃખ હરી લેજો,
વાંઝીયાનુ વાંઝીયામેણું ભાગી ખોળાનુ ખુદનાર દેજો,અપંગને દોડતા કરજો,આંધળાને આંખો આપી ભાળતા કરજો,
તમારા રાજમાં કોઈ ભુખ્યુ ન સૂવે,સૌનું કલ્યાણ કરજો
મારા ભાગની ખુશી એ લોકોની ઝોળીમાં નાંખજો માડી જેને જીવનમાં સુખ નથી જોયું.
તમારો સાક્ષાતકાર એજ મારું સાચું સુ:ખને લખલૂટ પૂંજી

સૌના કષ્ટો હરી લેજો ત્રિપુરા સુંદરી શક્તિ સ્વરુપિણી
મહામાયા પાર્વતી,આવતા વર્ષે વહેલા વહેલા આવજો માતા...આ કડવું ઝેર હૈયું કેવી રીતે પચાવી શકશે પ્યારી પાર્વતી માતા,શિવજીના શક્તિ...

તમારા આગમનની આતુરતા પુર્વક રાહ જોતી તમારી બાળકી....🙂




શૈમી ઓઝા "લફઝ"

Comments

Popular Posts