સોશિયલ મિડિયાથી થતી વાસ્તવિક જીવનમાં અસરો
સોશિયલ મિડિયાથી થતી વાસ્તવિક જીવનમાં સારી નરસી અસરો...
___________________
"મનની વાત લખી રજુ કરુ છું,લાગણીઓના પ્રવાહે ભિંજાઈ ગયેલો માનવી કલ્પનાની દુનિયાને વાસ્તવિકતા સમજી રોજ રોજ રાત્રે ઉજાગરા કરું છું,સોશિયલ મિડિયા વગર સુનો પડી ગયેલો ચેટિંગ દ્વારા જાણે અજાણે બોલાયેલા ડિયર જાન શબ્દનું ઉડાણ શોધી રહ્યો છું,કાલ્પનિક રીતે ભરમાઈ પડેલો વ્યક્તિ હું માનસિક શાંતિ શોધી રહ્યો છું(2)
હું સોશિયલ મિડિયાનો ગુલામ આ ભરમાળથી છૂટવા મથામણ કરી રહ્યો છું.
પણ દિવસે દિવસે ઉડો ઉતરતો જાવ છું.....
કોઈ તો મને બહાર નિકાળો,
હું માયાજાળને હકીકત માનતો જાવ છું..હારતો હાફતો તોય બનાવટીને સત્ય માનતો જાવ છું"
સોશિયલ મિડિયાની વાત કરીએ તો અજાણ્યા મિત્રો ને મેળવી આપે છે,જટિલ કામને સરળ બનાવે છે,જેવું કે નેટબેકિંગ,ગુગલ પે,પે.ટી.એમ,ઓનલાઈન પેમેન્ટ કરવા તો એમેઝોન, મીશો,ફ્લિપકાર્ટ, યારી એપથી ઓનલાઈન શોપિંગ કરવામાં સરળતા રહે છે.ઈન્ટરનેટે બધાં જ કામ તો સરળ બનાવ્યા છે,પણ બનાવટી સબંધો અને ભ્રમિત માયા જાળવાળી દુનિયા પણ ભેટ આપી છે,કહેવાય છે કે એક સિક્કા ની બે બાજુ છે,જે વસ્તુ ફાયદો અપાવે છે એ સામે નુકશાન પણ અપાવે છે.અતિશય તો કોઈપણ વસ્તુ નુકશાન કરે છે.
સોશિયલ મિડિયામાં વાતચીતનો અવકાશ વધ્યો છે,પણ નજીકના સબંધો ની જગ્યા બનાવટી સબંધો એ લીધી છે.વાસ્તવિક સબંધોથી દૂરી બનાવતા રહ્યા છીએ.પણ સબંધોની પરીક્ષામાં બનાવટી સબંધ હારે છે.
માણસો ખોટું બોલતા શીખ્યા છીએ,નજીકના સબંધોને ટાળી બનાવટી સબંધોને અગત્યતા આપતા થયા છે. પ્રાઈવસીને જ પોતાની સેફ્ટી માની ખોટા વહેમ મગજમાં પાળતો થયો છે.
એવા તે તકલાદી સંબંધો મળ્યા છે,તમે જેટલા અંદર ઉતરો એટલા ફસાઈ જાવ બહાર નિકળવું પણ મુશ્કેલ પડી જાય છે,જ્યારે તમે તકલીફમા હોવ ત્યારે ફેસ ટુ ફેસ મળેલાં સબંધો જ કામ લાગે છે...જે કામમાં આવે છે,એવા આ સબંધો કામમાં નથી આવતાં આ સોશિયલ મિડિયાવાળા સંબંધો કામ ચલાઉ અથવા તો તાળી મિત્રની કેટેગરીમાં આવે છે...જ્યારે મદદ માગો ત્યારે 1000 બ્હાના હોય છે.તમને ટાળવાના તો આવા બનાવટી સબંધોને મહત્વ શું કામ આપવું આ સમજશક્તિ બહારની વાત છે.તમારા કપરા સમયે આંસુ લૂછવા કોઈ નહીં આવે,તો બનાવટી સબંધોનો આટલો મોહ શું કામ છે,મને તો હજી સમજ નથી પડી રહી.
સબંધીઓ એક ગામમાં તો શું જોડે રહેવા છતાંય દૂર રહે છે.લાગણી અને હૂંફની વાત તો ભૂલી જાવ.
દા.ત તરીકે સોશિયલ મિડિયામાં આવતા નેગેટિવ વિડિયો જોતાં પાડોશીઓ તો શું સગા ભાઈ અને પિતા તરફ પણ વિશ્વાસ ઓ પર પણ વિશ્વાસ મૂકતા અચકાય છે,વિચારો અને લાગણીઓ તમે વ્યક્ત તો કરી શકો છો,પણ તમે જાણે અજાણે તમારા શબ્દો અથવા તો ડ્રેસિંગ થકી લોકોની સામે એવા ટ્રોલ થાવ છો,તમારા શબ્દ શબ્દોથી ટ્રોલ થાય છે અથવા તો તમારી કૃતિ થી
કે મોઢું છૂપાવવા જગ્યા નથી મળતી.
ઉદા. અમિતાભ બચ્ચન કેબેસીમા એકવાક્યથી ટ્રોલ રહ્યા કેબેસી પર બેન લગાડ્યું,એકતા કપૂરની xxxl મૂવી અનૈ સૈફ અલી ખાનની તાંડવ વેબસિરિઝ
જે ખુબ ચર્ચાસ્પદ રહી,લોકો દંભી પોપ્યુલારીટીને હકીકત માનતા થયા છે.
અમૂક વેબસિરિઝે લોકોને પ્રેરણા પણ પુરી પાડી છે,પણ લોકોની સાઈકોલોજી "દિલ હૈ કી માનતા નહીં" ફેક્ટને કાલ્પનિક રીતે જીવવા ટેવાઈ ગયા છીએ. એટલે સારી વસ્તુ મનમાં ન ઉતરતા અસમાજીક વસ્તુ દિલને ભાવી ગઈ છે,
પરિણામે દરેક માણસ સતત ચિંતા,બેચેન,
ડિપ્રેશન,નિરાશા,ફોબિયાથી પિડાયેલો જોવા મળે છે.સોશિયલ મિડિયા જ્ઞાન પ્રાપ્તિ પૂરતું સિમિત રહે તો સારી વાત છે,પણ જ્યારે માણસના મગજમાં તે હાવી થઈ જાય તો માણસને ખોખલો કરી નાંખે છે,દમહીન કરી નાંખે.
સોશિયલ મિડિયા એક નશો બની ગયો છે.દરેક માણસ જાણે અજાણે આ નશાનો બંધાણી છે જ,એ વાતમાં કોઈ શંકા નથી.
સોશિયલ મિડિયાએ જાણે અજાણે આપણી એકલતામા મિત્રની ભૂમિકા પણ નિભાવી.કોરોનાના સમયમાં સોશિયલ મિડિયાએ તમારી એકલતા તો દૂર કરી પણ કોરોનાના એવા તે સમાચાર કે વિડિયો વાયરલ કર્યા માનવજાત ભયમાં રહે.કોરોનાવાળો માણસ તો બધા માટે અસ્પૃશ્ય બની જાય,જેને પરિવારના સભ્યો ગુમાવ્યા છે,એમનુ સોશિયલ મિડિયા બન્યું છે ખરું?? કેટલી હદે કોરાના રોગનો કાગનો વાઘ કરાયો છે,કે જ્યાં સુધી માનવજાત અરાજકતા અને અસુરક્ષિતતા અનુભવે ત્યાં સુધી.હવે ઓમિક્રોનની ચર્ચા એ જોર પકડ્યું છે.
સોશિયલ મિડિયા વાયરલ થતા વિડિયો લોકોને પ્રેરણા પુરી પાડે છે,એ પાંચ ટકા મોટાભાગના વિડિયોની થીમ બનાવટી પ્રેમ,સેક્સ, ડ્રગ્સનુ સેવન,એક્શનને
જે કૂણા માનસ પર ગંભીર અસર કરે છે,જેવા કે એડલ્ટ અને અશ્લીલ વિડિયો...જેવા કે રાગીણી એમ.એમ.એસ.,પોર્ન વિડિયો.બાલાજી ટેલિફિલ્મ દ્વારા અપલોડ થતી વેબસિરિઝ,આશ્રમ,
સવિતાભાભી એમ એમ એસ,સાઉથ ફિલ્મોમા મોટે ભાગે એક્શન સીન વધુ જોવા મળે છે.સમાજને ગેરમાર્ગે દોરે છે,
કાલ્પનિક પ્રેમકથા જે વાસ્તવિક જીવનથી તમને દુર લઈ જાય છે...
કોરોનાના સમયમાં સ્કુલને કોલેજ બંધ હોવાથી બાળકોના સ્વભાવમાં ચિડિયાપણુ,
અંતર્મુખીપણુ,જોવા મળે છે.બે પેઢી વચ્ચે પ્રવર્તતા મતભેદોમાં સોશિયલ મિડિયા ઉદ્દિપકનું માધ્યમ રહ્યું છે.
સોશિયલ મિડિયા મા માણસો પ્રસિદ્ધિ મેળવવા માટે એવા તે અંધ બને છે,કે બીજાના ચારિત્ર્ય પર કિચડ ઉછાળવુ,કોઈને માનસિક ઠેસ પહોંચે એવી પોસ્ટ મૂકવી,અપમાનજનક વાધાજનક વિડિયો વાયરલ કરવા,જેથી અરાજકતા અને દેશની એકતા દોરવાય.હિંદુ લોકોને દેવી દેવતાના વિડિયો માટે ઉપસાસવામા આવે તો મુસ્લિમોને અલ્લાહને લગતા વિડીયો માટે ઉપસાવી દેશમાં કોમવાદ,જ્ઞાતિવાદ જેવી પ્રથાઓને હવા આપવાનું કામ કરે છે.બંધ કરો દેશને વિભાજીત કરવાનું કામ,હિન્દુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ,જૈન,સૌ ભાઈ બહેનોને પ્રેમભાવથી રહેવું છે,અમને રહેવા દો,કોઈ ગંદકી ન વાયરલ કરો એવી જેથી એક ભાઈ બહેનની લાગણી દુભાય.
ભારત અને પાકિસ્તાનના સબંધો બગડ્યા હોય તો એના માટે જવાબદાર હોય સોશિયલ મિડિયાના ભડકાઉ આપત્તિજનક વિડીયો,જ્યારે ભારત પાકિસ્તાનની મેચ હોય તો લોકો મેચને ગેમ કે મનોરંજન રીતે ન જોતાં એક યુદ્ધની રીતે જોવામાં આવે છે,જેનાથી બે દેશોની વચ્ચે માહોલ ગરમાયેલો રહ્યો છે,ભારતમાં સૈનિકો શહીદ થાય તો પાકિસ્તાન આનંદ મનાવે ને પાકિસ્તાનમા આવી પરિસ્થિતિ સર્જાય તો ભારતમાં આનંદ મનાવાય,વેરઝેર વધારવામાં બે દેશોના સંબંધોને કલંકિત કરવામાં સોશિયલ મિડિયા પર બતાવવામાં આવતાં વિડિયો જેને અહમ ભૂમિકા નિભાવી છે...
અરે તમારા ભિતરે છુપાયેલી માનવતા તો જગાડો,સોશિયલ મિડિયાના પ્રભાવથી માણસ નહીં પણ,શ્વાસ લેતા હલનચલન કરતાં મશીનોનો ઉદ્દભવ થયો છે.
સોશિયલ મિડિયામાં પ્રાણીઓ દ્વારા થતું પ્રેરણાત્મક કામની લોકો નોંધ લે છે તેમની પ્રશંસા પણ કરે અમૂક ગરીબ બાળકો અથવા વૃદ્ધાના ટેલેન્ટને લોકો દ્વારા પ્રોત્સાહન પણ મળ્યું છે.પૈસાની સાથે તેમને પ્રસિદ્ધિ પણ મળી છે.
વિડિયો જેવા કે એક્સ્ટ્રા મેરેજિકલ અફેર,કદરૂપા અને સુંદર લોકો વચ્ચેનો ભેદક્ષતો કરી જોક કરતાં વિડીયો...રંગભેદની નીતિ નું પુનરાવર્તન જાણે અજાણે કરાઇ રહ્યું છે.
સ્ત્રીભૃણ હત્યા જેવી કુરીતીને પણ ફેલાવવામાં આવી રહી છે.લોકોને એલર્ટ કરવાનો દાવો કરતાં શો જેવા કે સાવધાન ઈન્ડિયા અને ક્રાઈમ પેટ્રોલ જેવા શો થી એક માણસ બીજા માણસ પર વિશ્વાસ કરતા અચકાય છે.એક માણસ સતત માનસિક રીતે ડરેલો રહે છે,
સોશિયલ મિડિયા મહત્વનો ભાગ ભજવે છે.
ઝુમ એપ્લિકેશન,
ગુગલમીટએપ કોરોના સમયે શિક્ષણ ક્ષેત્રે વરદાનરુપ સાબિત થઈ,પણ આ વરદાનનો સદુપયોગ કરનાર વર્ગ કેટલો?પાંચ ટકા બાકીનો વર્ગ રિલ્સ,ટીકટોકને સોશિયલ મિડિયા ચેટમા વ્યસ્ત.કેમકે ઓનલાઈન શિક્ષણને બાળકોએ કેટલું ગંભીરતાથી લીધું??2 ટકા વિદ્યાર્થીઓએ બાકીના વિદ્યાર્થીઓએ મોજ કરી પછી કોરોનાકાળ પછી પરિસ્થિતિ એવી થઈ,કે સાત,આઠના બાળકોને એબીસીડી તો છોડો ગુજરાતીનો કક્કો વાંચતા પણ નથી આવતો.એકમ કસોટીમાં પણ વિદ્યાર્થીઓને ટીચરો ક્લાસમાં આન્સર લખાવવા પડતા હોય તો જાણે અજાણે આપણે કયા રસ્તે જઈ રહ્યા છે,ધોરણ દસને બારના વિદ્યાર્થીઓના પણ આ હાલ છે.
કોરોનાકાળ પછીની વિદ્યાર્થીઓની સ્થિતિ જોતા ચિંતામા ડૂબી જવાય છે કે દેશનું ભવિષ્ય ક્યા છે,ભારતનું ભાવી કેવું તૈયાર થશે.
સોશિયલ મિડિયા યુવાનો વર્તમાન પરિસ્થિતિ થી અવગત થાય છે,પણ હું એમ કેવા માગુ છું કે અવગત થયા પછી શું પરિસ્થિતિમાં તો કોઈ સુધારો નથી લોકોના માનસપટ તો એમને એમ રહ્યા કપડાલત્તા સુધર્યા,શિક્ષણ મેળ્યુ વિચારોની પરિસ્થિતિ
તો એમને એમ જ છે આઝાદી પૂર્વે ચાલતા કુરિવાજો...જેવા કે પહેલાં બાળકીને દુધપીતી કરતી અત્યારેમાં સ્ત્રીભૃણ હત્યામાં કન્વટ થઈ છે.દહેજપ્રથા ને છૂટાછેડા ના પ્રમાણ વધ્યા છે.પતિ પત્નીના સબંધો બગાડવામા પણ સોશિયલ મિડિયા મહત્વની ભૂમિકા ભજવે છે.સાસુ વહુના સબંધો બગાડવામા પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
આપણે વાતકરીએ તો આજકાલના આંદોલનો'ની તો આ આંદોલનો સોશિયલ મિડિયા પર મનોરંજન માટેના વિડિયો જેવા બની ગયા છે.પણ આંદોલનો કરી કરી તળિયા ઘસાઈ ગયા પૈસા અને સમયનો પણ બગાડ થયો,પણ વર્તમાન પરિસ્થિતિ કંઈ બદલાઈ!!!નહીં ને જેસે થે...ખાલી ખાલી વાહિયાત પબ્લીસીટી કાતો નેતાઓ માટે મનોરંજન બની
બનીને રહી ગયા છે આજકાલના આંદોલનો,
નિર્ભયાને ન્યાય મળ્યો પણ આ રેપના કેસ બંદ થયા છે!નથી પણ રેપના કેસમાં વધારો થઈ રહ્યો છે.નાની બાળકીઓના પણ રેપ કેસ સામે આવ્યા છે.ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોનું આંદોલન ચાલ્યું,તેમા સંતોષકારક સુધારા હજી પણ નહીં થયા..
પરિસ્થિતિમાં કંઈ સુધારો નથી થયો....
સોશિયલ મિડિયા ફેન ફોલોઅર્સની સાથે ઇન્કમ કમાવવાનો ઓપ્શન પૂરો પાડે છે.નવા નવા કલાકારોને પ્લેટફોર્મ પૂરુ પાડે છે જે સ્વીકાર કરે જ છૂટકો,લેખક અને વાચક વચ્ચે,રાજનેતા અને આમ જનતાનું કોમ્યુનિકેશન કે જ્યાં સુધી તમે સોશિયલ મિડિયા સતત એકટીવ રહો ત્યાં સુધી,જે દિવસથી તમે એક્ટીવ થવાનું ચૂકી ગયા અને આઈડી હેક કે બ્લોક થઈ ગઈ હોય તો તમે છો માંથી હતા થઈ જાવ છો...જેમાંથી તમારે પોતાની ઈમેજ બનાવતા બનાવતા ઉંમર વિતી જાય છે.આ કડવી હકીકત પણ સ્વીકારવી જ રહી.સોશિયલ મિડિયામા આપણાંથી બોલાયેલા શબ્દોને હકારાત્મક અને નકારાત્મક રીતે ટ્રોલ થતાં હોઈએ છીએ,કોઈએ ખુબ કહ્યું છે કે"કમાનમાંથી છૂટેલુ તીર અને બોલાયેલા શબ્દો ક્યારેય પાછા નથી આવતાં,બોલાયેલા શબ્દો આપણા માલિક છે,ન બોલાયેલા શબ્દો આપણા ગુલામ છે,સોશિયલ મિડિયા પર તમે ક્યારેય પહેરવેશ,વર્તણૂક અને શબ્દો થકી ટ્રોલ થઈ જાવ છો,એનો અંદાજ લગાડવો પણ મુશ્કેલ થઈ જાય છે.સોશિયલ મિડિયા દુનિયામાં બનતી ઘટનાઓથી અવગત કરે છે,દરેક સમસ્યાનો હલ તમને ગુગલ પરથી મળી જાય છે,પણ કોઈ પણ બાબત અતિશયોક્તિનું સ્વરૂપ લે છે ત્યારે નુકશાન કરે છે,તેમ સોશિયલ મિડિયાનો અતિશય ઉપયોગ કરવો પણ નુક્શાનકર્તા છે.માટે સોશિયલ મિડિયાનો ઉપયોગ પણ સાવધાની રાખીને કરવો.
સોશિયલ મિડિયામા અમૂક વિડિયો એવા મસ્ત આવે છે,જેમાંથી પ્રેરણા મળી રહે,જીવનધોરણ,
આચાર વિચારો માણસના બદલાઈ જાય,જેવી કે દંગલ ફિલ્મ,મેરીકોમ,તારે જમી પર જેવી ફિલ્મો એ લોકોને પોતાના ગોલ પ્રત્યે મોટિવેશન પુરુ પાડ્યું છે,શરીરમાં રહેલી કમજોરીને તાકાત બનાવવાનુ પ્રેરણાબળ પુરુ પાડ્યું છે.પણ અમૂક વેબસિરિઝ અને ફિલ્મ લોકો કૂમણા અને સંવેદનશીલ માનસ પર ઘાતક અસર કરી છે.જેવી કે આશ્રમ,મિર્ઝાપુર,તાંડવ,
xxxl વેબસિરિઝ.
સોશિયલ મિડિયામાં બતાવવામાં આવતા ફેક વિડીયોથી સાવધાન...
કૂકીગ અને હેન્ડિક્રાફ્ટ એક્ટિવિટીના અમૂક એડિટિંગ કરીને મુકવામાં આવે છે.જેથી મગજ ગોટાળે ચડી જાય છે,તમે રૂબરૂ શિક્ષણ મેળવો અને ઓનલાઈન શિક્ષણ મેળવો એમાં ઘણો ફેર હોય છે, ક્લાસરૂમમાં તમે ધ્યાન આપી ભણી શકો છો,શિક્ષક અને પ્રોફેસરની નજર તમારા ઉપર સતત રહે છે,અને રહેવી પણ જોઈએ.પણ ઓનલાઈન શિક્ષણને એટલું ગંભીરતાથી નથી
લેવામા આવતું.અમૂક સારા વિડીયો પર પણ રૂચી નથી રહેતી આવા બનાવટી વિડિયોથી.
સોશિયલ મિડિયાનો સદુપયોગ જ્ઞાનનો સ્ત્રોત બની રહે છે,પણ દુર ઉપયોગ માનસિક બિમારીની ભેટ પણ આપે છે.
લોકોને પબ્લિસિટી મેળવવા માટે કંઈ જ ન મળતા ધર્મ અને તેને લગતી ગંભીર બાબતોને હથિયાર બનાવી છે,
ઉદાહરણ તરીકે અશ્વધામા જીવીત છે, અને નજરે જોઈ શકાય તેવી અફવા
કલિયુગના અંતની ફેક ભવિષ્યવાણી...કલ્કી જી આવી ગયા છે,ક્યાં આવ્યા ભાઈ અમે સૌ જોવા માટે તત્પર છીએ.આવા અધૂરપથી છલકાતા જીવોને મારી નમ્ર વિનંતી કે ભવિષ્યપુરાણને કલ્કિપુરાણ,શ્રીમદ્દ ભગવતગીતાનું વાંચન કરી પછી વિડિયો અપલોડ કરે.
ખોટા ખોટા લોકોને શું ગેરમાર્ગે દોરો છો.
ભગવાનને માતાજીની સવારી આવવાની ટ્રીપ ભગવાન સાથે સંપર્ક સાધવાના રસ્તાઓ... આવા માણસો પર સહાનુભૂતિ થઈ જાય કે પ્રસિદ્ધિ મેળવવા લોકો આટલી હદે નીચે ઉતરી શકે??આ તો કલ્પના બહારની વાત છે.
આપણો દેશ પ્રગતિ તો કરી રહ્યો છે,અંધશ્રદ્ધા અને ધર્મના નામે પોતાની દુકાન ચલાવતા લોકોને કેમ નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે, આ વાત સમજશક્તિની બહાર છે.
જેવા વિડિયો બનાવી પોતાની ચેનલને વ્યુ ફોલોઅર્સથી તરબોળ કરનાર અજ્ઞાની જીવો થોડી શરમ કરો,પબ્લિસિટી મેળવવા આટલું નીચે ઉતરવું એ ક્યાંની રીત છે તમારી,તમે તો લોકોની આસ્થા અને ધાર્મિક તથ્યો ને પોતાના આવકનો ઈજારો બનાવો છો આ કેટલું યોગ્ય છે!!!
સમાચારપત્રમાં આવેલા ન્યૂઝે હચમચાવી દીધી,એક 23 વર્ષના યૂવાને કૃષ્ણપ્રેમમા બધી જ પ્રોપર્ટી ફના કરી.આવી નાદાન પ્રેરણા ક્યાંથી મળે છે?અંધશ્રદ્ધારૂપી ગોબર પિરસતી ધાર્મિક ચેનલોમાંથી અથવા અધૂરપ જેના રગ રગમા વાસ કરી રહી છે,એવા અજ્ઞાની લોકો જે પોતે જ્ઞાનથી તરબોળ હોવાનો દાવો કરતા લોકો પાસેથી.
"હિન્દુઓ ઓમ નમઃ શિવાય અથવા જય માતાજી લખો,મુસ્લિમો અલ્લાહ હું અકબર લખો.
આ મેસેજ શેર કરો સારા સમાચાર આવશે
"આવા ધાર્મિકતાની હાસી ઉડાડતા મેસેજ ભડકાઉ વિડિયો,યૂવાપેઢી અને બાળમાનસ પર હાવી થતા ગંદા કચરા જેવા વિડીયો પર બેન કેમ ન લાગી શકે !!
આવા વાહિયાત વિડિયો માણસો કાતો અંધશ્રદ્ધા તરફ દોરી જાય છે,માણસને ઈશ્વરત્વ પરથી માણસોનો વિશ્વાસ ઉઠી જાય છે.માનવસમાજ બે વર્ગમાં વિભાજીત થાય છે,નાસ્તિક વર્ગ અને આસ્તિક વર્ગ.જેમાં સતત મતભેદો રહ્યા છે,પણ મતભેદો હવે મનભેદોનુ સ્વરૂપમા ફેરવાઈ રહ્યા છે.
"પાણીને વાણીનો ઉપયોગ સંયમથી કરો"એની જગ્યાએ "સોશિયલ મિડિયા અનેએપ્લિકેશનનો ઉપયોગ સંયમથી કરો."હજી સમય છે,નહીં તો દરેક ઘરમાં એક સાઈકોલોજીકલ બિમારીથી સપડાઈ રહેલા અથવા તો ચિંતાના વાદળોથી ઘેરાયેલો માનવવર્ગ પેદા થશે.
"હે માનવ તુ માનવ થા તો સારુ,મશીનોની છોડ મોહમાયા,દુઃખથી સપડાઈ ગયેલા જીવનો સહારો બન,ક્યાં સુધી પળોજણમા સપડાતો રહીશ,
કોઈવાર પ્રકૃતિની ગોદમાં બેસી તો જુઓ,ઈશ્વર,અલ્લાહને
શોધવા મંદિર,મસ્જિદ,જાવું નહીં પડે,તારી ભિતરે છુપાયેલી
સંવેદનાને ઢંઢોળી લે જરા,
દુનિયાની દરેક વ્યક્તિ પોતાની લાગશે,
હૈ માનવ તું માનવ થા તો સારું......
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment