ડાયરી:અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ
મુક્ત મને થયેલી વાતો
જીવન વળાંક ભાગ;9
વ્હાલી ભાવુ,ઉમ્મીદ છે કે તુ મજામાં હોઈશ.તને બીજી વાત પણ જણાવીશ ડિયર સ્ત્રીઓ પૂરી મહેનત કરે,છતાંય તેમને પુરુષોની કેટેગરીમાં વેતન ઓછું આપવામાં આવે છે,એ નથી સમજાતુ,જ્યારે છોકરી માંદી પડે ત્યારે ઘરગથ્થું દવાઓથી કામ ચલાવવામાં આવે છે, જ્યારે વિદેશમાં અભ્યાસ અર્થે જવાની વાત આવે ત્યારે સ્ત્રી પુરુષની સમાનતા ક્યાં જાય છે, મારે એ પુછવું છે,એ સુધેરલા ડાહ્યા લોકોને!!
જ્યારે લગ્નની વાત આવે એટલે પાછુ કોણ પડે!કહેવામાં દિકરો દિકરી એકસમાનની ભાવના શું ઘાસ કાપવા જાય છે,મને એ નથી સમજાતું.જેટલી દિકરાઓને પસંદગીની છૂટછાટ મળે છે,એટલી દિકરી બાબતે છૂટછાટ હોય છે ખરા!
દિકરીએ કોની જોડે સંબંધો રાખવા,કઈ ફિલ્ડમાં જવું,કઈ કોલેજમાં સ્ટડી કરવું એ સત્તા અત્યારે પણ.માતા પિતા પાસે જ હોય છે.સ્ત્રી પુરુષની સમાનતાના કોઈ ચિન્હ જ દેખાતા નથી.સમય બદલાય છે,ભણતર વધે છે,તો માણસના વિચારોમાં પરિવર્તન આવવું જોઈએ પરંતુ સમાજની અમૂક રુઢીઓ અને આજુબાજુ બનતા બનાવો ભણેલા ગણેલના પણ માઈન્ડ વોશ કરવા અગત્યની ભુમિકા ભજવે છે.આ વાત તું મારી ક્લોઝ સખી છે એટલે તારી આગળ કહેતા ભાવુક થઈ જવાય છે,ડિયર.
એક વાત બીજી પણ જ્યારે સ્ત્રી રિસામણે આવે કે છૂટાછેડા થાય ત્યારે મમ્મી પપ્પા મૌન ધારણ કરી ચુપચાપ સહન કરવાની સલાહ બહુ આપે છે.કેમ કે નાના ભાઈ કે બહેનનો નું શું થશે?પણ આ દિકરીને મદદ કરી કેવી રીતે આ પરિસ્થિતિમાંથી ઉગારી શકાય એની તસ્તી જ કોણ લે,દિકરીઓ બાબતે મમ્મી પપ્પા કેટલા કેરલેશ રહ્યા છે તેનું ઉદાહરણ આ બાબત છે.હકીકત કહેવી જ રહી.બધી જ વસ્તુઓમા મૌનની બેડીઓ મને નહીં ફાવે!
આજકાલ ઘરે બેઠા સ્ટર્ડી થઈ શકે છે,તો ઘરે બેઠા બેઠા આવક પણ કમાઈ શકાય છે,
ઘરે બેઠા બેઠા વસ્તુનુ વેચાણ કરી આવક પણ કમાઈ શકાય છે,સોશિયલ મિડિયાનો ઉપયોગ કરો છો તો યોગ્ય રીતે કરો,જેથી તમારું ભવિષ્ય બની શકે.ઘરે બેસીને પણ સ્ત્રી ઓ કરી શકે જો સમયનો સદુપયોગ કરવો એ સમજ જો પડે તો,બીજા માટે બહુ જીવ્યા હવે પોતાના માટે જીવવાનો સમય આવી ગયો છે,જમાનો બદલાઈ રહ્યો છે,લોકો શું કહેશે એને મારો ગોળી...મસ્ત રહો અને પ્રગતિમય વિચારો સાથે આગળ વધો...જમાનો નથી બદલાતો માણસનું માનસ બદલાય છે.સ્પર્ધાત્મક સમયમાં સતત પોતાની જાતને એલર્ટ રાખવી,.
સતત પોતાના કામમાં પરોવાઈ રહેવું પણ આજુબાજુની ઘટનામાંથી બોધપાઠ લઈ.નવા દિવસે નવી વાતો સાથે મળીશું મારી વ્હાલી ભાવુ,મારી ભાવુ
તું પણ આનંદમા રહેજે ટાટા...કાલે મળીએ....
નવા અનુભવ સાથે વ્હાલુડી...
Comments
Post a Comment