બ્લોગ:બેસ્ટ પેરેન્ટીંગ
બેસ્ટ પેરેન્ટીંગ એક કલા છે,બાળકોને પોતાની રીતે જીવન જીવવાની પુરેપુરી સ્વતંત્રતા આપો.બાળકો તો આપણું ભાવી છે,એની ફુલની જેમ માવજત કરો.બાળકો સાથે મિત્રતાના સંબંધો સ્થાપવા,ક્યારેય મરજીના માલિક ન બનવું,નહીં તમારુ બાળક તમારાથી દુર થઈ જશે,દરેક બાળકોમાં અલગ અલગ ખુબી હોય છે,આપણે આપણા બાળકોની આવડત જોઈ, તેને પોતાની શોખના કાર્યોમાં આગળ વધવા પ્રોત્સાહન આપવું ક્યારેક આપણા બાળકની અન્ય બાળક સાથે સરખામણી ન કરો નહીં તો બાળકમાં હતાશા,નિરાશા જન્મ લે છે,દરવખતે બાળકો ઉપર પોતાના નિર્ણય ઠોકી ન બેસાડો.દરેક બાળક સ્વતંત્ર છે,તેના વિચારો સ્વતંત્ર છે,કોઇવાર બાળકોને પણ પોતાની વાત રજુ કરવાની છુટ આપો.બાળકોને તેમના જીવનમાં નિર્ણય લેવાની છૂટ આપો,માણસ માત્ર ભૂલને પાત્ર આ કહેવત તો સૌએ સાંભળી જ હશે,બાળકો ઉપર પણ લાગુ પડે છે,એ પોતાના અનુભવોમાંથી જ શીખે છે,
આપણે બાળકોના માલિક નથી,ટ્રસ્ટી છીએ આ વાત જો દરેક પેરેન્ટ્સ સમજી જશે તો બંન્ને પેઢી વચ્ચે મનભેદ નહીં પ્રવર્તે..
શૈમી ઓઝા "લફ્ઝ"
Khub Saras
ReplyDeleteAabhar mitr
ReplyDelete