માઈક્રોફિક્શન વાર્તા:પ્રેમનો સ્વીકાર
શીર્ષક:પ્રેમનો સ્વીકાર....
કોલેજમાં આજે લેક્ચર ફ્રી હોવાથી વિદ્યાર્થીઓમાં કોલાહલ થઈ રહ્યો હતો.તાન્યા વોશરુમ આગળથી પસાર થઈ રહી હતી.ત્યાં તેને કોઈના રડવાનો અવાજ આવી રહ્યો હતો.એક યુવતી પોતાના પ્રેમની દુહાઈ આપી રહી હતી.તાન્યાને યુવતીનું રડવું તેને સહન ન થયું.તે અજાણ્યા યુવતી અને યુવક પાસે તાન્યા પહોંચી ગઈ.બંન્નેને શાંતિથી સાંભળ્યા પછી તાન્યાએ કહ્યું,"સાંભળો મિસ્ટર તમે પ્રેમ કર્યો હતો ત્યારે મમ્મી પપ્પાની પરમિશન લીધી હતી?નહીં ને તો પ્રેમનો સ્વીકાર કરવામાં શરમ શાની!તમારા પ્રેમની નિશાની ખાતર મિત્ર તમારે સમાજને પરિવાર વિરુદ્ધ જાવુ પડશે.કોઈના વિશ્વાસ સાથે ખેલવુ એતો યોગ્ય નથી.તમારા બેઉની ભૂલની બાળકને સજા ન આપી શકો.આ સાભળી યુવકનું માથું શરમથી ઝૂકી ગયું.
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment