આજના વર્તમાન પાસેથી તમારી અપેક્ષાઓ

આજના વર્તમાનપત્ર પાસેથી તમારી
અપેક્ષાઓ...
------------------------------       સૌપ્રથમ મુદ્રીત સમાચારપત્ર ઇ.સ. ૧૭૭૬માં ઇસ્ટ ઇન્ડિયા કંપની વતી તત્કાલીન અધિકારી વિલેમ બોલ્ટસે શરું કર્યું હતું.પાછળથી સમાચારપત્રોનો વિકાસ થયો. મહાત્મા ગાંધીએ પણ નવજીવન પત્ર શરું કર્યું હતું.જેણે આઝાદીની લડત અને સમાજોત્થાન માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતમાં ઇ.સ. ૧૭૭૦થી આઝાદી સુધીનો સમય પત્રકારત્વ માટે ઘણો જ સંઘર્ષપૂર્ણ રહ્યો છે.૧૯૭૦ પછી કેટલાક સમાચારપત્રો શરું થયાં જે મુખ્યત્વે અંગ્રેજીમાં હતા,તેઓ અંગ્રેજોના શાસનથી પ્રભાવિત હતા.

            તે સમયમાં અંગ્રેજ સરકાર વિરુદ્ધ સમાચાર સરકારની આલોચના કરતાં પત્રો સામે કડક પગલા લેવાતા હતા. સૌપ્રથમ ભારતીય ભાષામાં સમાચારપત્ર બંગાળીમાં રાજા રામમોહન રાય દ્વારા ઇ.સ. ૧૮૧૯માં સંવાદ કૌમુદી પ્રસિદ્ધ થયું.
ગુજરાતી ભાષાનું પ્રથમ સમાચારપત્ર મુંબઈ સમાચાર ઇ.સ.૧૮૨૨માં પ્રકાશિત થયું.

  વર્તમાનપત્રોએ સમાચારો પુરા પાડતાં માધ્યમો માનુ એક છે. ટેલિવિઝન,
સ્માર્ટફોન,ઈન્ટરનેટના સમયમાં પણ વર્તમાનપત્રનો ઉપયોગ મનોરંજન,જાહેરાત,
સમાચાર,માહિતી માટે વર્તમાનપત્રનો ઉપયોગ  એટલો જ મહત્વનો છે.

       આખાય દેશમાં વર્તમાનપત્રો અલગ અલગ ભાષામાં પ્રકાશિત થાય છે.ન્યૂઝ પેપર,મેગેઝીન,
પખવાડિક,એક-સામાસિક,દ્રિમાસીક,
દેશના ખુણે ખુણે ન્યૂઝ પેપર પહોંચે છે.લોકોમાં પરિવર્તન આવ્યું છે.લોકોમાં જાગૃતતા આવી છે.લોકો કાયદા અને હક માટે સજાગ પણ બન્યા છે.સારી નરસી જાહેરાતો અને ઘટનાઓનું વિવરણ કરે છે.ન્યુઝ પેપર જ્ઞાન પીરસવાની સાથે સાથે દુનિયામા બનતી ઘટનાઓથી અવગત કરાવવાનુ કામ કરે છે.સમાચારની સાથે સાથે  ન્યુઝ પેપરમાં બિઝનેસમેન ની જાહેરાત છાપીને રોજગારી મેળવી શકાય છે.

     લોકોની વર્તમાનપત્રોના તંત્રીઓ પાસે અપેક્ષાઓ પણ એટલી જ છે.ન્યૂઝ પેપરની ડિઝાઇન અને પેપરની ક્વોલિટી ,ફોન્ટ સાઈઝ,શાહીની સાથે તમે સમાચાર કેવી રીતે પબ્લિશ કરો છો એ પણ મહત્વનું છે.
        સમાજમાં બનતી નેગેટીવ ઘટનાઓને એવી રીતે પિરસવામાં આવે છે કે જેથી માણસના માનસપટ પર નકારાત્મક ઊર્જા એટલી હદે હાવી થઈ જાય છે,કે માણસ પોતાની જાતને અસુરક્ષિત મહેસુસ કરતો રહે છે.
આપણું કામ સમાચાર આપી લોકો અને સમાજ ને વાસ્તવિક પરિસ્થિતિ સાથે અવગત કરાવવાનું છે.નહીં કે સમાજમાં અશાંતિ ફેલાઈ લોકોના મનમાં ભય પેદા કરવાનું!દરેક ન્યુઝ પેપરના તંત્રીએ આ વાત સજ્જતાથી લેવાની જરૂર છે.પોતાની જાતને માટે ન્યુઝ પેપરના સંપાદકો તમે નકારાત્મક ન્યૂઝને એવી રીતે મુકો કે લોકો એને પોઝિટિવ રીતે લેતા થાય.

         પોઝિટિવ ન્યુઝ ફ્રન્ટ પેજમાં હોવા આવશ્યક છે,જેથી લોકોને ન્યુઝ પેપરમાં વાંચક મિત્રો રસ કેળવતા થાય.લોકોને ન્યુઝપેપર વાંચવુ કંટાળા -જનક બની જાય તે રીત નું ન્યૂઝપેપર બંધારણ ન હોવું જોઈએ.આપણો દેશ ધર્મ સહિષ્ણુતામાં માનનારો દેશ છે.આપણાં દેશમાં સૌ ધર્મના લોકો એકબીજા સાથે હળીમળી
ને રહે છે.આપણા દેશના કાયદા કાનૂન સર્વ ધર્મ માટે સરખા છે.દરેક નાગરિકોને સર્વ હકો સમાન મળ્યા છે.પણ આપણા વર્તનથી દેશની અસ્મિતાને નુકશાન ન પહોંચે એની ખાસ કાળજી લેવી.પોઝિટિવ ન્યૂઝ હાઈલાઈટ થવા હોવા જોઈએ,નેગેટિવ ન્યુઝ વચ્ચેના પેજ પર હોવા જોઈએ.કોઈ ધર્મ કે જ્ઞાતીને ટાર્ગેટ કરતાં એવા કોઈ સમાચાર ન હોવા જોઈએ કે જેનાથી દેશમાં કોમવાદ,જ્ઞાતિવાદની સમસ્યા સર્જાય.દેશમાં હિંસાત્મક આંદોલનો કે રમખાણો જેવી હિન પ્રવૃત્તિને હવા ન મળે
એની ખાસ તકેદારી રાખવી.દેશમાં શાંતિ અને આત્મિયતાભર્યા સંબંધો બન્યા રહે એ માટે સતત પ્રયત્નશીલ રહેવું."વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના બની રહે તેવો માહોલ ન્યુઝ થકી બનાવી શકાય.કોઇ મહાન કે હસ્તી કે રાજકારણી વિશે ટીકા,ટિપ્પણી,કે અભદ્રતાભર્યા સમાચાર ન છાપવા,વાણી સ્વતંત્રતા હકનો ગેરફાયદો ન ઉઠાવવો.ભયજનક સમાચાર ફેલાવી દેશવાસીઓની હિંમત તૂટે એવા સમાચાર ન ફેલાવવાએ ન્યુઝ પેપરના તંત્રીનું કામ છે.ન્યુઝપેપરની ક્વોલિટી અને સમાચાર છાપવાની રીત પર નિર્ભર રહે છે.ન્યુઝ પેપરમાં વધુ પડતા ભભકા જેવી ડિઝાઇનને જેમ બને તેમ ટાળવી,સમાચારની સાથે જાહેરાત યોગ્ય સ્થાને અને યોગ્ય પ્રમાણમાં હોવી જોઈએ.ન્યુઝ પેપરમાં નેગેટિવ સમાચારો ઓછા અને જનરલ નોલેજની કોલમ હોવી જોઈએ જેથી સ્પર્ધાત્મક પરીક્ષામાં સરળતા રહે,રમુજી કોલમ હોવી જોઈએ જેથી કંટાળાજનક ન રહે.કાગળ હલકી ક્વોલીટીનો ન હોવો જોઈએ શાહી સારી હોવી જોઈએ કાગળ ખરાબ કરે તેવી ન હોવી જોઈએ.

શૈમી ઓઝા "લફ્ઝ"

          



Comments

Popular Posts