દિકરી દિવસ

દિકરી....
તને પામવા માટે દક્ષ  હિમાલયજીએ તપ આદર્યું,પુણ્યનો ઉદય થતા આપ દિકરી રૂપે જન્મયા,હે જગજનની,જગતમાતા તમે છો જગતનો આધાર,
દરેક દિકરી તમારી પડછાઈ છે,એવું દુનિયા જો માને તો બેડો એમનો પાર 
તું પ્રેમ કરૂણાનો સાગર કહેવાતી,જગજનનીનો અંશ ગણાતી,સર્વોપરી બ્રહ્માંડના સંચાલનની ઉર્જા તું ગણાતી, દેવતાઓ
દ્વારા તુ પૂજાતી,નદી ઝરણાંની જેમ ખળખળ વહેતી,તારી મંદ મંદ મુસ્કાન સૌના મન મોહતી,
બ્રહ્મા,વિષ્ણુને મહેશ તારી ગુણ ગાતા ન થાકે,તુ ભાગ્યશાળીના ઘરે અવતાર ધરી આવે,ત્રણ કૂળની તારક કહેવાતી,
રીત,રિવાજ,બંધનો રૂઢીની બેડીએ તું બંધાતી,
અલૌકિક અપાર શક્તિ છે તું,સર્જનહાર ઈશ્વરનુ અદભુત સર્જન છે,દિકરી
સાતસૂરોની મહેફિલ છે તુ,
શાયરોની શાયરી,કવિઓ ની કવિતા છેતું દિકરી તને વ્હાલ કરવા માટે એક દિવસ જ શું કામ!
બેટા તું તો લાખ ચોરાસી ફેરાનુ પુણ્ય છે,પુરુષના જીવનમાં તુ માં,દિકરી, બહેન,પત્ની બની આવે,એમની સુની જીંદગી
પ્રેમરંગોની ભરી દેનારી પ્રેમ તરંગીણી છે,માં દુર્ગા, સરસ્વતી,પાર્વતીજી,લક્ષ્મીનો અવતાર કહેવાતી,પરિવાર પર સંકટ આવે તો મહાકાળી બની સંહારક બની જાતી,
તારી નાદાન મસ્તી પરિવારને મોહ પમાવે,પત્ની,માં સૌને જોઈએ ખબર નહીં તને જન્મ દેતા સમાજને કયો રિવાજ આડો આવે છે?
આ વાત સમજ બહાર છે,'લફ્ઝ'

શૈમી ઓઝા "લફ્ઝ"



Comments