આર્ટિકલ:એક ક્ષણ

એક ક્ષણ...
(સ્વતંત્રતા સંગ્રામ આધારિત લેખ...)
"એ વતન સદા મુસ્કુરાતા રહે,
એ દુવા હે મેરે ઇશ્વર છે,
બહૂત કઠિનાઈ ઓકે બાદ શુકુન સા મિલા હૈ,
એ ચમન કાયમી બના રહે,
એ તિરંગે સદા આબાદ રહે,મેરી એ દુવા ઈશ્વર કો પસંદ આયે (2)

        આપણો ભારત પહેલાં "સોને કી ચિડિયા"તરીકે ઓળખાતો હતો.ભારત દેશની પવિત્ર ધરા ઉપર,ભગવાન બુદ્ધ,ભગવાન મહાવીર સ્વામી,મોહમ્મદ પયગંબર સાહેબ,ગુરુનાનક,સંત કબીર,તૂકારામ જેવા મહાનસંતો અને ગાંધીજી,સરદાર વલ્લભભાઈ પટેલ,લોકમાન્ય ટિળક ભગતસિંહ,મોહનલાલ પંડ્યા,વીરસાવરકર,મદનલાલ ધીંગરા,ચંદ્રશેખર આઝાદ,લાલા લજપતરાય,ખુદીરામ બોઝ,સુભાષચંદ્ર બોઝ,સુખદેવ જેવા ક્રાંતિકારી નેતાઓ થઈ ગયા.જેમને પોતાનું જીવન દેશને આઝાદી અપાવવા સમર્પિત કરી નાંખ્યુ.અબ્બાસ તૈયબજી,અસફ અલી,ઉષા મહેતા, એમ.સી.દાવર,ગોપાળદાસ દેસાઈ, ચિતરંજનદાસ,પેરિન કેપ્ટન,બીના દાસ,ભક્તિબા દેસાઈ,
મણીબેન પટેલ,મૃદુલા સારાભાઈ,મોતીભાઈ નરસિંહ ભાઈ અમીન,મોહનભાઇ લલ્લુભાઇ દાંતવાળા,રતુભાઈ અદાણી,વિઠ્ઠલભાઈ પટેલ,વિનોદભાઈ કિનારીવાલા,
શામળદાસ ગાંધી,હસરત મોહાની,અબુલ કલામ આઝાદ,ઉધમસિંહ,ગણેશ વાસુદેવ માવળંકર,કે કામરાજ,ગણેશ શંકર વિદ્યાર્થી,ગોદાવરી પારુલેકર,ગોપાલ કૃષ્ણ ગોખલે,ગોપીનાથ બોરદોલોઈ,શ્યામજી કૃષ્ણવર્મા,જય પ્રકાશ નારાયણ, જુગતરામ દવે,જેબીકૃપલાણી,તાત્યોભીલ,દુર્ગાવતી દેવી,ત્રિભુવનભાઈ કીશીભાઈ પટેલ, દાદા ધર્માધિકારી,
પ્રફુલ્લચાકી,નરહરિપરીખ,ભગવાનદાસ,મેડમકામા,સીરાજગોપાલાચારી,રાજકુમારી અમૃતકૌર જેવા ક્રાંતિકારીઓએ દેશને આઝાદી અપાવવા માટે યોગદાન આપ્યું.

       ભારતમાં ડચ,ફ્રેન્ચો,
ડેનિસો,પોર્ટુગીઝોએ આવી વસવાટ કર્યો.પારસીઓએ સંજાણ બંદરેથી આવી ભારતમાં વસ્યા અને દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા.આ લડતમાં આપણા જેમને દેશના વિકાસ અને આઝાદી માટે લડાતી ચળવળોમાં અગત્યની ભૂમિકા ભજવી.તેમાં દાદા નવરોદજી,જમશેદજી ટાટાનુ નામ મોખરે છે.

1757માં થયેલું પ્લાસીનુ યુદ્ધ 1764માં થયેલું બક્સરનુ યુદ્ધ પણ થયું હતું પરંતુ આઝાદીની ચળવળના બીજ તો 1857ના વિપ્લવે જ રોપ્યા હતાં,ત્યારે આઝાદીની લડતનો પાયો નંખાયો હતો.

         ગવર્નર જનરલ લોર્ડ વોરન હેસ્ટિંગે સૌ પ્રથમ કામ સૈન્યબળનો વિસ્તાર કરવાનું કર્યું.વર્ણ પ્રમાણે ભરતી શરૂ કરી.આ પરંપરા 75 વર્ષ સુધી ચાલુ રહી.જોકે કોઈ ધાર્મિક પૂજા વિધિમાં વિખલાદ ન થાય તે માટે કંપનીએ ધાર્મિક વિધિઓ પ્રમાણે તેમની લશ્કરી પદ્ધતિઓ લાગુ પાડવામાં ઘણી કાળજી રાખી હતી.
સૈનિકોની પસંદગી આવડત,શરીરની ચુસ્તતા,ઈચ્છાશક્તિ,શિસ્તના આધારે નહીં પરંતુ ચોક્કસ વર્ણ અને જાતીને વધુ મહત્વ આપવામાં આવતું હતું.

     ૧૮૩૦ના દાયકામાં વિલિયમ કેરી અને વિલિયમ વિલ્બરફોર્સ જેવા ખ્રિસ્તી સમાજ સુધારકોએ સતીપ્રથા નાબુદી અને હિંદુ વિધવાઓના પુનઃલગ્ન જેવા સામાજિક સુધારા માટે સફળતાપૂર્વક કામગીરી કરી હતી.

       1857ના વિપ્લવને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સૈનિકોનો બળવો 1857ની નવજાગૃતિ,આઝાદી માટેની લડતનુ પ્રથમ ચરણ તરીકે ઓળખાય છે."આ સંગ્રામની શરૂઆત 10મેં 1857ના રોજ મેરઠમાં થઈ હતી.ઈસ્ટ ઈન્ડિયામાં ભરતી થયેલા ભારતીય સૈનિકો કેટલાક હિન્દુ કેટલા મુસ્લિમ હતા તો કેટલાક કથિતજાતીના હતાં.ઈસ્ટ ઈન્ડિયા  કંપનીમાં એવો નિયમ હતો 1830માં દારૂગોળાની તોપમા વપરાતી એન્ફિલ રાયફલમાં વપરાતી કારતૂસને મોંઢાથી ખોલવી,તેના ઉપર ડુક્કર અને ગાયની ચરબીનો લેપ લગાડેલો હતો.હિન્દુ ગાયને પવિત્ર માની પૂજતા હતા અને મુસ્લિમો ડુક્કરને વર્જિત ગણતાં હતાં.હિન્દુ મુસ્લિમ ની એકતા તોડવાનો આ પ્રયાસ હતો.ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાની ભાવના ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ભારતીય સૈનિકો પ્રત્યે કરવામાં આવતો અન્યાય,ભારતીય સૈનિકોનું અકાળે થતું શોષણથી સૈનિકોનું મનમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે આક્રોશ છલકાયેલો હતો.
આ સંગ્રામનું તાત્કાલિક કારણ હતું.પણ આ સંગ્રામનુ એક કારણ આ પણ હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અન્યાય અને દમનકારીનીતીથી સૈનિકો બંડ પૂકારી ગયા હતાં.સૈનિકોએ અંગ્રેજો વિરુદ્ધ બળવો કર્યો.

આ સંગ્રામનું તાત્કાલિક કારણ અંગ્રેજો દ્વારા દુભાવવામાં આવતી  ધાર્મિક લાગણી,અંગ્રેજોની દમનકારીનીતિ અને ભેદભાવભરીથી અંગ્રેજ સરકાર તરફ રોષ વ્યાપેલો હતો.આ સંગ્રામના પહેલા શહીદ મંગલ પાંડે હતા.

   આ સંગ્રામમાં નેતૃત્વ કરનાર ઝાંસીની રાણી જેવા નેતાઓ સતાબ્દી પછી રાષ્ટ્રીય ચળવળના નાયકો બની ગયા.જોકે તેમને જાતે નવી વ્યવસ્થા માટે સુસંગત વિચારધારા સ્થાપી નોહતી.

   1857ના વિપ્લવ થવાનું કારણ કોઈ એક નિશ્ચિત નોહતુ.લાંબા સમયથી અનેક ઘટનાઓ સામુહિક રીતે ભૂમિકા ભજવી હતી.
પોતાની ગાદી બચાવવા લડ્યા તો કોઈ અંગ્રેજો દ્વારા ખાલસા કરાયેલા રાજ્યને પાછા મેળવવા આ સંગ્રામમાં જોડાયા.આ સંગ્રામ ઉત્તરપ્રદેશ,ઉત્તરીય મધ્ય પ્રદેશ,બિહાર,દિલ્હી વિસ્તારમાં થયો હતો.20 જૂન1858 ગ્વાલિયરના પતન પછી જ આ સંગ્રામ અંકુશમાં લઈ શકાયો.આ લડતમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ,મુઘલ બાદશાહ શાહ આલમ બીજો,કુંવરસિંહ,બહાદુર શાહ ઝફર,કોટધાન સિંહ ગૂર્જર,આ સંગ્રામમાં જોડાયા.વિપ્લવને કારણે 1858માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને એટલે ભારતીયોની
કારમી હાર થયાની સાથે અંગ્રેજ સત્તા હેઠળ તાજના શાસન હેઠળ આવી ગયું.

       રાજા રામમોહનરાય,ન્યાયમૂર્તિ રાનડે,દયાનંદ સરસ્વતી,એની બેસન્ટ,રવિન્દ્રનાથ ટાગોર,સ્વામી વિવેકાનંદ જેવા સમાજ સુધારકો પણ આઝાદી પૂર્વે થઈ ગયા,જેમને સમાજમાં રીત રિવાજોના નામે ચાલતા કૂ-રિવાજો,બદીઓ,અંધશ્રદ્ધા,વહેમો,અસ્પૃશ્યો સાથે થતું અમાનવીય વર્તન વિરુદ્ધ ચળવળ અને આંદોલનો કર્યા.સમાજમાં ચાલતું એક જ જ્ઞાતિનુ વર્ચસ્વ ઓછું કર્યું.એ સમયે ભારતમાં ફરજીયાત અંગ્રેજી શિક્ષણ દાખલ થયું ભારતે ટેકનોલોજી,શિક્ષણ,સંદેશાવ્યવહાર,વ્હાન વ્યવહારમાં પરિવર્તન આવ્યું ભારતમાં ફરજિયાત અંગ્રેજી શિક્ષણ દાખલ કરવામાં આવ્યું.ભારતમાં અંગ્રેજી શિક્ષણના પ્રભાવથી ભારતીય શિક્ષણ,કાયદા,
વહીવટી,સંસ્કૃતિ,જીવનશૈલી,રીત રિવાજો,પહેરવેશ ખાનપાન,રહેણીકરણીમાં ફેરફાર થઈ ગયો.

આઝાદીની ચળવળોની ચર્ચા કરીએ એમાં 1857નાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ,જલિયાંવાલા બાગ હત્યાકાંડ (1919), અસહકારનું આંદોલન (1920-22), સવિનય કાનૂનભંગની ચળવળ (1930-34),ભારત છોડો આંદોલન (1942-44), ક્રાંતિકારી આંદોલનો (1915-34),ખેડૂત આંદોલનો,આદિવાસી આંદોલનો,રજવાડાઓમાં જવાબદાર સરકારની સ્થાપના માટે આંદોલન (પ્રજામંડળ),ઇન્ડિયન નેશનલ આર્મી (આઇએનએ1943-45),રૉયલ ઇન્ડિયન નેવીનું આંદોલન (આરઆઇએન,1946)દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો તરફથી આચરવામાં આવતી રંગભેદની નીતિથી દક્ષિણ આફ્રિકાના લોકો   લોકો પણ ત્રસ્ત હતાં.દક્ષિણ આફ્રિકામાં થયેલ રંગભેદની નીતી વિરુદ્ધ અવાજ ઉઠાવતો સત્યાગ્રહ મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ થયો.દક્ષિણ આફ્રિકાના લોકો ગાંધીજીના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ગયેલા,ગાંધીજી સત્ય અને અહિંસા સિધ્ધાંતો થકી દક્ષિણ આફ્રિકામાં આદર્શ બની ગયા.
  આ હતી આઝાદીની લડતની છેલ્લી ચરણ સીમાઇ.સ.૧૯૪૭માં જ્યારે બ્રિટીશ ભારતને સ્વતંત્રતા મળી તો સાથે સાથે ભારતના ભાગલા કરીને ૧૪ ઓગસ્ટે પાકિસ્તાની ડોમિનિયન (બાદમાં ઇસ્લામી જમ્હૂરિયાએ પાકિસ્તાન અને ૧૫ ઓગસ્ટે ભારતીય યૂનિયનબાદમાં ભારત ગણરાજ્ય)ની સ્થાપના કરવામાં આવી.આ ઘટનામાં મુખ્યત્વે બ્રિટિશ ભારતના બંગાળ પ્રાંતને પૂર્વ પાકિસ્તાન અને ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં વહેંચવામાં આવ્યું અને આ જ રીતે બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતને પશ્ચિમ પાકિસ્તાન અને ભારતના પંજાબ રાજ્યમાં વહેંચવામાં આવ્યું.આ જ વખતે બ્રિટિશ ભારતમાંથી સીલોન (હવે શ્રીલંકા અને બર્મા (હવે મ્યાનમાર)ને પણ અલગ કરવામાં આવ્યું.પરંતુ તેમને ભારતના ભાગલામાં ગણવામાં આવતું નથી.નેપાલ અને 
ભૂતાન આ વખતે પણ સ્વતંત્ર રાજ્ય હતા અને ભાગલાની અસર તેમને કોઈ પડી નહોતી.ભારતના  ભાગલા ૧૫ઓગસ્ટ ૧૯૪૭ની અડધી રાતે ભારત અને પાકિસ્તાન કાનૂની રસમથી બે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા. પાકિસ્તાનની સત્તા પરિવર્તનની રસમ ૧૪ ઓગસ્ટ શહેરમાં કરવામાં આવી, જેથી છેલ્લા બ્રિટિશ વાઇસરોય લુઈસ કરાંચી અને નવી દિલ્હી બન્ને જગ્યાની વિધીમાં ભાગ લઇ શકે.આથી પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ ૧૪ ઓગસ્ટ અને ભારતનો ૧૫ ઓગસ્ટે મનાવવામાં આવે છે.
ભારતના વિભાજનથી કરોડો લોકોના જીવન પર અસર થઇ.વિભાજન દરમિયાન થયેલી હિંસાની હોળીમાં આશરે ૫ લાખ લોકો માર્યા ગયા, અને આશરે ૧.૪૫ કરોડ શરણાર્થિઓએ પોતાના ઘર-બાર છોડીને પોતાના સંપ્રદાયની બહુમતિ વાળા દેશમાં શરણ લીધી; જેમ કે, ઘણા મુસ્લિમો પાકિસ્તાન ગયા જ્યારે ઘણા હિન્દુઅને શીખ લોકો પાકિસ્તાન છોડી ભારત આવ્યા.
       આઝાદી માટે લડવામાં આવેલી આ લડતો ઈતિહાસમાં ખુબ નોંધપાત્ર છે.દરેક લડતો આઝાદી પહેલાની પરિસ્થિતિ અને અંગ્રેજ સરકારની દમનકારી ભેદભાવભરી,"ભાગલા પાડો ને રાજ કરો,
એકતાભંગ"જેવી કરૂણ પરિસ્થિતિઓની ઝાંખી કરાવે છે.

     1857થી 1947સુધી આઝાદી માટેની ચળવળ ચાલતી રહી એવું ઈતિહાસકારોનુ માનવું છે.

       આઝાદી માટે ચાલતી આ લડતમાં સ્ત્રીઓ અને નાના બાળકોએ પણ યોગદાન આપેલું હતું.સ્કુલ શિક્ષકો વેપારીઓ,મિલ માલિકો મજૂરો,નવ લોહિયા યુવાનોએ આ આઝાદીની ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.દેશની આઝાદી માટે પોતાનું જીવન હસતા હસતાં કુરબાન કરી ઈતિહાસરૂપે એક યાદ આપી ગયા.

        આ દેશમાં અલગ અલગ કોમના લોકોએ આ દેશમાં વસવાટ કર્યો.
ભારતમાં અલગ અલગ સંસ્કૃતિ,ભાષા,ધર્મ,પરંપરા,પહેરવેશ,રીત,રિવાજનો સમન્વય થયો.ભારતે દરેક સંસ્કૃતિ,ધર્મ અને લોકોનો સ્વીકાર કર્યો છે.આપણો ભારત સહિષ્ણુતામાં માનનારો દેશ છે.આપણો દેશ ભારત સૌને સાથે લઈ ચાલનારો દેશ છે.આપણો દેશ સૌને પ્રેમ કરતાં શીખવે છે.સૌને પ્રેમ વહેંચી આ દુનિયા એક કુટુંબ છે,એ ભાવનાથી ભાઈચારો રાખી જીવતા શીખવે છે.

        પંદરમી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન દિલ્લીના લાલકિલ્લા ઉપર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત,ઝંડાગીત અને વંદેમાતરમનું ગાન થાય છે.પંદરમી ઓગસ્ટના દિવસે આઝાદીની ચળવળમાં લડતાં લડતાં શહીદ થઈ ગયેલા ક્રાંતિકારીઓને શ્રધ્ધાંજલી આપી આઝાદીનું પર્વ મનાવાય છે.ક્રાંતિકારીઓના બલિદાનને યાદ કરવાનો આ દિવસ છે.રાષ્ટ્રીય ગાન થી આઝાદીની લડતમાં શહીદ થઈ ગયેલા ક્રાંતિકારીઓને શ્રધ્ધાંજલી અપાય છે,તે દિવસ આખાય ભારતમાં એક તહેવાર તરીકે મનાવાય છે.જાહેર રજાનુ એલાન કરવામાં આવે છે.

     75મો આઝાદી દિવસ નિમિત્તે આપણે શહાદત વોરેલા વીર જવાનોને યાદ કરીએ અને દેશના વિકાસ
માં યોગદાન આપીએ,
દેશના વિકાસ કાર્યમાં પ્રધાનમંત્રીને સહાયરૂપ થઈએ.આવનારી પેઢી માટે આપણે પ્રેરણારૂપ બની શકીએ.
"એ ભારતમાતા પવિત્ર ધરણી તે શું ગૂમાવ્યુ છે,અમે જાણીએ છીએ,
તું માડી આમ ઉદાસ થઈશ માં તુ તો વ્હાલનો દરિયો છો.તુ તો પવિત્ર ધરા છો.
માડી તુ તો ભાગ્યશાળી છો તે તો વીર શહીદોના
પરાક્રમની સાક્ષી છો,અમે રહ્યા અભાગ્યા અમે તો ખાલી ગાથા થકી સાંભળેલા માડી વિલાપ કરવાનો અર્થ નથી દુનિયા છોડનાર જાનાર ચાલ્યા જાય છે,દિલ ચાહકર પણ  કદી ભૂલે તેવી યાદને આંસુ આપી જાય છે,
માટીમાં મળી ગયેલા વીર શહીદોને તારામાં સદા સમાવેલા રાખજે તને જે સાંભળે માડી એ અમને પણ સાંભળે,કુદરતના ખજાને ખોટ હશે,ત્યારે વીર શહીદ ભાઈઓ આપણને હસતા મોઢે અલવિદા કહી ગયાં.
પંદરમી ઓગસ્ટે
શ્રદ્ધાંજલી પાઠવીએ તો યાદે આંખો રડી જાય,કોઈ
કામથી અમર થઈ જાય છે,તો કોઈ નામથી પંદરમી ઓગસ્ટ 1947ની શુભ ઘડી આવી ગઈ,પરંતુ વીર જવાનો હસતાં હસતાં જીંદગી દેશને નામ કુરબાન કરી ગયાં.દેશ સદા આપનો ઋણી રહેશે.એ વીર જવાનો ધન્ય છે."
જય હિન્દ... શહીદો અમર રહો...
"75મો 15મી ઓગસ્ટનો આઝાદી દિવસ મુબારક.

શૈમી ઓઝા "લફ્ઝ"

shaimeeprajapati@gmail.com


Comments

Popular Posts