કેવડાત્રીજ સ્પેશિયલ

કેવડાત્રીજ સ્પેશિયલ...

અરજ સુનો પિતા શંકર  મહારાજ...

જય શિવ શંકર,જય ગૌરી માત ભવાની,આખુ જગત તમારું સંતાન છે,છીએ એ જગત પિતા...
એ જગજનની તમે છો પરમ કૃપાળુ...
મનમાં ભક્ત જે તમને સ્મરતા જીવન ખુશહાલ બની જાતુ,પાપ કર્મથી મુક્તિ અપાવતો પંચાક્ષર મંત્ર "ઓમ નમઃશિવાય"આપને પ્યારો,
માનવ,દાનવ,પશુ પંખી આપને સ્મરતા હોશે હોશે,
આપના આશીર્વાદથી 
જય શિવ પાર્વતી હિમાલય વાસી,કેવડાત્રીજના પારણાં જો કન્યા વિધિવત કરતી એ ઉત્તમ પતિ પરિવાર પામતી,આપના આશીર્વાદથી માતા પિતા સુખી એનો લગ્ન સંસાર રહેતો,આપ ને મૈયા એવી તે પ્રેમની ગાંઠ લગાવતાં,ફરી તે કદીયે વિખૂટા ન પડતાં,સુહાગણ સ્ત્રીનું સૌભાગ્ય આપના આશીર્વાદથી અંખડ રહેતું
હૈ શિવજી પરમ પિતા કરો કલ્યાણ...
હૈ ગોરી માં કરો કલ્યાણ...
રમત રમતમાં ભવાની પાર્વતીએ અર્પણ કર્યા કેવડાના પાન 
તે દિવસ હતો ભાદરવી ત્રીજ તે દિવસ કહેવાય છે કેવડાત્રીજ.
જેવા મૈયા પાર્વતીની આકરી કસોટી કરી એવી પિતાશ્રી અમારી ન કરજો રે...અમે તમારા બાળકો પિતાજી ભુલ અમારી ન જોતા શ્રદ્ધા અમારી જોજો રે...જય ગંગાધર શંકર મહારાજ...
માં પાર્વતીને આપના પરિવાર સાથે આશીર્વાદ આપવા આવજો પિતાશ્રી,
કેવડાત્રીજના દિવસે પિતાજી આશીર્વાદ આપજો,જય શંકરજી. મહારાજ...હે પરમાત્મા કરો કલ્યાણ...
હૈ પિતા શિવજી તમે માર્ગદર્શક બની ભવસાગર પાર કરાવજો જે,જય શંકર મહારાજ...
જ્યાં અમે સંકટ જોઈ હાંફીએ ત્યાં પાર્વતી માં 
મમતાભર્યો હાથ અમારા શિરે રાખજો રે...જય મહેશ્વરી,હિમાલયના પુત્રી
જય ગૌરી મંગલાકારી,
ત્રિભુવન સુંદરી મહામાયા કેવડાત્રીજના દિવસે થયેલી અજાણતાથી ભુલ માફ કરી માં પિતાશ્રી ચરણોમાં સ્થાન આપજો રે...આપનું સંતાન માની પિતાજી અરજ મારી સુણજો રે...જય શંકર મહારાજ

શૈમી ઓઝા લફ્ઝ...

Comments