ડાયરી...જીવનના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ...
મુક્ત મને થયેલી વાતો
(જીવન વળાંક ભાગ;4)
પોતાની જાતને સતત સક્રીય રાખવી,સમયનો સદુપયોગ કરવો પોતાની જાતને સતત પ્રવૃત્તિમય રાખવી એ સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા.
જીવનમાં મળતી નિષ્ફળતાએ મને સફળતા ની કિંમત સમજાવી છે,મહેનતનું શું મહ્ત્વ છે,દરેક સબંધોની હકીકત શું છે તે સમજતાં શીખી,ઝીણવટભર્યુ નિરિક્ષણ કરતાં શીખી.લોકોના માનસપટ અને વૃત્તિ પારખતા શીખી.આમ તો લોકોની વૃત્તિ તમે ઓળખી જ ન શકો પણ નિષ્ફળતા અને સંઘર્ષનો સમય તમને બધું જ શીખવે છે.
જીવનમાં જે ખોયું છે,એના કરતાં જે મેળવ્યું છે અને ભવિષ્યમાં જે મેળવવાની ઈચ્છા છે,તેની મને વધું ઉત્સુકતા છે.
જીવનની દરેક પરિસ્થિતિ
નો ખુશીથી સ્વીકારી કરવો,કેમકે દરેક પળ જીવનમાં ઘણું શીખવી જાય છે તે મેં 2017થી2021ના સમયગાળામાં શીખી.તમારા જીવનમાં સંઘર્ષનો સમય ખુબ અઘરો હોય છે.કહેવાય છે કે સમય સમયને માન."સમય સારો આખીય દુનિયા તમારી ગુલામ","અને સમય ખરાબ તો આખીય દુનિયાના તમે ગૂલામ."તમારે દરેક પરિસ્થિતિથી ગુજરવુ પડે છે.ફિલ્મી દુનિયા અને વાસ્તવિક જીવનમાં ઘણો ફરક હોય છે.એ સમજીને પોતાની જાતને મેચ્યોર બનાવવી જ રહી.ધીરજ અને આત્મવિશ્વાસ રાખવો
સાહસીવૃત્તિ અને સર્જનાત્મકતા એ મહત્વની ચાવી છે.પણ સારી નિતી એ તો તમામ પાસાઓને સાંકળી લે છે.
જે માણસ સાહસ નથી કરતો.એનું જીવન જોખમોથી ઘેરાયેલું રહે છે.એ પાયાની શરત છે,કોઈની સાથે પોતાની જાતને ક્યારેય અન્ય સાથે ન સરખાવવી આપણે ક્યારેય હાથની આંગળીઓ સરખી નથી ઝાડના પાંદડા સરખા નથી, તો બધી જ ખુબીઓ દરેક માણસની કેવી રીતે સરખી હોય.આપણે કેવી રીતે પોતાની જાતને બેસ્ટ બનાવી શકીએ માત્ર એના જ પ્રયાસમાં લાગી રહેવું જોઈએ.ઈર્ષ્યાએ માનસિક રોગનું કારણ છે એનાથી પણ વધારે કોઈની સાથે ખરાબ કરવાની વૃત્તિ,
કોઈને નીચા પાડવાના પ્રયાસ મા લાગવું એનાથી પણ હિન્ન કક્ષાનું પાપ છે.
પોતાની નિષ્ફળતાનો ટોપલો બીજા પર ઢોળી દેવો,એવી કચરાયુક્ત માનસિકતાથી પોતાની જાતને બચાવો.કોઈ વ્યક્તિને માણસાઈ પરથી પણ અરુચિ થઈ જાય એવા હલકા વિચારો પણ મગજમાં આવે તો પણ પોતાની જાતને કેવી રીતે બહારવાળી લેવી એ આપણા હાથમાં છે.આપણા મગજને કોઈના કંટ્રોલમાં ન રહેવા દો.એના કરતા પોતાના કામમાં રચ્યા પચ્યા રહેવું એ ઘણું સારું છે.આ ગણિત જીવનના ચડાવ ઉતરાવમાંથી શીખ્યું છે.
મારી અંગત સખી એવી મારી ડાયરી તારી સાથે રોજ નવા નવા અનુભવો શેર કરતી હોવ છું.મને ખુબ આનંદ આવે છે. મારા બે અંગત મિત્રો છે,જે મારા સુખ દુઃખના સાથી બન્યા છે.જે મારી નિષ્ફળતામાં પણ ભાગીદાર બન્યા છે.એક મારો સખા એટલે મારો સ્માર્ટ ફોન અને બીજી તુ એટલે કે મારી ડાયરી.તારી સાથે જીવનની કડવી મીઠી દાસ્તાન શેર કરતી જાવ છું.મને જે આનંદ મળે છે.એ અગણિત છે,જેને કેવી રીતે વર્ણવુ આંખો ખુશીના આંસુથી ભરાઈ આવે છે.
મને ખબર છે,દુનિયા મને આજ નહીં તો કાલ છોડી દેશે પરંતુ તારો,મારો અને સ્માર્ટફોનનો સાથ એ અવિરત છે.એ ક્યારેય નહીં તૂટે ક્યારેય નહીં છૂટે.
તુ ને હું એકબીજાની સાથે છીએ તો બીજું શું જોઈએ મારે કહે.તુ મારી સાથે છે તો કામચલાઉ સબંધની જરૂર નથી.
હવે મળીશું નવા અનુભવ સાથે....
Comments
Post a Comment