જીવનના પડાવ...

જીવનના પડાવ...


પ્રેમ દિલમાં છે,મન ઉછાળા મારે છે,મને કોઈ પુછે  "લફ્ઝ"ક્યા ખોવાઈ ગયાં,
ત્યારે હોઠ મૌન સેવે છે,યાદ આપની આવે ને આંસુ થકી આંખ સઘળું કહી જાય,જીવન અનામ લાગે છે....

કોણ જાણે હશે કેટલો સંગાથ આપણો એ વિધાતા જાણે!કોઈ આપનું નામ અજાણતા જ કહે ત્યારે પારકા જન પણ પોતાના લાગે છે,જીવન આપના વગર અનામ લાગે છે.

દિલનો એક ખૂણો છે જે આપને નામ છે;
તમે જાણે અજાણે પ્રેમનો પુરાવો માંગો છો,ત્યારે આ જીવન અનામ લાગે છે.

સંસાર છે ચાલ્યા કરે, આખી દુનિયા તમને તરછોડી દે,પરંતુ પોતિકા હોવાના વચનો આપી કોઈ આપને તન્હાઈના ઝેર પિવડાવી જાય ત્યારે આ જીવન અનામ લાગે છે.

યાદ આપની આવે રાતોની આંસુ સાથે રાતો વિતિ જાય,નવા સવારે નવી આશ સાથે જીવતી 'લફઝ'જ્યારે 
દિલ જ્યારે તૂટી જાય ત્યારે જીવન અનામ લાગે છે...
  
આ સાત જનમની તરસ આમ છિપાઈ જાય એ તો એ તરસ શાની,એક માસૂમ ચહેરો જ હસતાં હસતાં અલવિદા કહી ચાલ્યો જાય ત્યારે જીવન અનામ લાગે છે...

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments