અમને આદત નથી....
અમને આદત નથી....
એ...સનમ આ પહેલો વરસાદ છે,
જો તમારે વરસવુ હોય તો મનમૂકી વરસો
આ ઝાપટાની અમને આદત નથી...
જે હોય તે સીધે સીધું કહી નાંખોને
ખોટા વાગરુપી વાયદાઓની અમને આદત નથી...
જીવન તો સફર ચાલે જાય છે,ક્યાંક હારતા હાફતા
ચલાય છે,તો ક્યાંક કદમ લથડાય છે,
એકલતાથી મિત્રતા થઈ ગયા પછી મૃગજળસમા
ક્ષણિક સાથની અમને આદત નથી.
પ્રેમની ચર્ચા તો બહુ થાય છે,સમયે
સંજોગે પ્રેમની પરિભાષા બદલાય આતો
માન્યામાં આવે પરંતુ આવા ફોક
જુઠ્ઠાણાની અમને આદત નથી
પહેલો વરસાદ બહુ યાદગાર છે,
સુની જીદંગી પ્રેમરસથી તરબોળ કરી
નાંખશે પરંતુ ખોટા વાયદાઓની આદત નથી.
આપણે મળીશું ફરીવાર આ વાત
તો દિલના ભીતરે યાદ બની જડાઈ ગઈ,
હવે દર્દરુપી જખ્મોને ફરી તાજા કરવાની
અમને આદત નથી.
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment