કાવ્ય:સરકતો સમય
સરકતો સમય (દિકરી પર કાવ્ય....)
-----------------
શરણાઈ એ શુર છેડ્યો,
તો ઢોલકે તાલ,સમયે ખુશીઓની દસ્તક દીધી,
હૈયે હરખ સાથે
અમે તો ગણતરી કરતાં રહ્યા ને દિવસ તો આવી ગયો,
જે સમયની
રાહ જોઈ તે ઘડી ઘડીક મા આવી ગઈ,એની ખબર ન રહી,લાડકડી ઢીંગલી જોતજોતા યુવતી થઈ ગઈ,એની ખબર જ ન રહી,સમયને પણ સરકતા ક્યાં વાર લાગે છે?પપ્પા પપ્પા કરી ઘરમાં કિલ્લોલ કરી ઘર માથે લેતી,ભાઈ સાથે લડતી ઝગડતી,
છમછમ કરી આંગણુ ગુજવતી,કાલે પાપા પગલીઓ ભરી,
કાલીઘેલી ભાષા બોલી,સૌને આનંદ પમાવતી,પપ્પાનુ હરતુફરતુ હ્રદય તો મમ્મીની પડછાયી,ભાઈની મિત્ર
ઢીંગલી,તો નાના બાળકોની આદર્શ કાલ પિયુ સંગ ચાલી જશે,સુનુ આંગણુ કરી,લાગણીઓના પ્રવાહમાં તરબોળ કરી,એક હૈયે એક યાદ
મજાની આપી ગઈ,સમયને સરકતા ક્યાં સમય લાગે છે...
નાનકડી ઢીંગલી આજે યુવતી બની ગઈ,સમયને પણ સરકતા ક્યાં સમય લાગે છે,
સરકી જતો સમય પણ,એક અવિસ્મરણીય યાદ આપી જાય છે,સાથે સાથે હૈયે હરખ પણ...
પરિવારની ઢીંગલી કહેવાતી ક્યારેય પારકી થાપણ બની જાય છે,એની ખબર નથી હોતી,સમયને સરકતા ક્યાં સમય લાગે છે.
ઢીંગલીથી પારકી થાપણ બનવાની સફર હોય છે,કઠણ હૈયાને રડતાં કરી મૂકે તેવી.આ ઘડી જીવનની પરીક્ષાઓને માત આપવાનું શીખવી જાય છે,પ્રિયજનનો વિયોગની સાથે સાથે નાનીખુશીઓને
શોધતા શીખવી જાય, એવા,આ સમયને જીવવાનું શીખતા શીખતાં
લાગી રહેલા સમયને સરકતા ક્યાં સમય લાગે છે...
શૈમી ઓઝા "લફ્ઝ"
બાહેધરી પત્રક:આ રચના મારી સ્વરચિત અને મૌલિક છે,કંઈ પ્રોબ્લેમ આવ્યો તો એની જવાબદાર હું પોતે હોઈશ એની નોધ લેવી.
આપની વિશ્વાસુ
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment