તારુ મનોહર વ્યક્તિત્વ

તારું મનોહર વ્યક્તિત્વ...

તારા ચહેરે અનેક રહસ્યો
છૂપાયેલા છે,એનો ભાવાર્થ
જો શોધવા બેસુ તો દાયકો 
વીતી જશે,
તારા દાંતની પંક્તિઓ તારી 
સુંદરતાને નિખારે છે,
તારી ચહેરારુપી સરોવરમાં
ઉંડા ઉતર્યા પછી બહાર નિકળવા જાશું તો દાયકો વીતી જશે.
હવાની લહેરખીથી લહેરાતી 
તારી જુલ્ફો એતો શેરોને પણ
છઠ્ઠીના દૂધની યાદ અપાવી હશે,શરમથી ચહેરા પર છલકાતી લાલીમા,તારી નશીલી આંખોના નશામાં કોઈ સપડાઈ ગયા તો નિકળતા નિકળતા દાયકો વિતી જશે
શું ફેર પડે છે,વ્હાલી
દુનિયા જાય એકબાજુ,જ્યારે તુ મૌન મા પણ ઘણું કહી જાય છે,એને સમજવા બેસુ તો દાયકો વિતી જશે.
ફોનની સ્ક્રીન ખોલી જ્યારે તારા શબ્દોરુપી ને શૂરરૂપી 
ઓજસ તુ પાથરે છે,ત્યારે કેટલાય ના મોંઢે આહ...ની સાથે વાહ નિકળી જાય છે,તો કેટલાકના હૈયા તારા નેણ અને શબ્દો રુપી તીરથી વિંધાઈ જાય છે,જો એની મલમપટ્ટી કરવા બેસુ તો દાયકો વિતી જશે...

તારી શું તારીફ કરુ મિસુ,
મારા શબ્દો ભંડોળ પણ ખૂટી ગયા છે,જો કવિ પાસે શબ્દો વ્યાજવા લેવા જઉ તો દાયકો વિતી જશે

મારી વ્હાલી મિસુડી....

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts