ડાયરી:અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ
મુક્ત મને થયેલી વાતો
જીવન વળાંક ભાગ;7
આખીય જીંદગી તમારી બદલી નાંખે છે.
હાય...મારી વ્હાલી સખી,મારી ડાયરી તને શું નામ આપું એ વિચારમાં છું હું ચાલ આજથી તુ મારી ભાવુ...મારી ભાવુ જોડે બહુ દિવસ પછી વાત કરી હું બહુ વ્યસ્ત હોવાથી તને ટાઈમ ન આપી શકી એનો ભારાવાર અફસોસ છે ડિયર...
સમય એનું કામ કરે આપણે આપણું કામ કરતા રહીએ.પોતાની જાતને સતત કામમાં પરોવી રાખવી,લોકો શું કહેશે એના કરતાં તમને શું કરતાં આનંદ મળે એ અગત્યનું છે.મારે જોત જોતાં વર્ષ તો રમતાં રમતાં જ વિતી ગયું.જે આ દિલને સમયને વિતતા પણ ક્યાં સમય લાગી છે.કોરોનાની ભયજનક મુશ્કેલીમાંથી નિકળ્યા.ધીરે ધીરે2020નું વર્ષ પુરુ થયું,પણ 2020ના વર્ષે મને સફળતાની પહેલી સીડીએ ચડાવી બાવીસ વર્ષની ઉમરમાં મને અનુભવોએ ઘડીને રીઢી જ કરી નાખી કોઈ જ અસર નહીં... પછી તમે સૌ જાણો જ છો કે કોરોનાનો કપરો સમય આવ્યો એ હતો લોકડાઉન કાળ જેને આખોય અવિસ્મરણીય ઈતિહાસ રચી દીધો,આ સમયે લોકડાઉન હજારો નિરાશાજનક સમાચાર
માં લોકો રામાયણ મહાભારત જેવી ધાર્મિક સિરિયલ જોઈ ઘરડાં તેમની યુવાની યાદ કરે તો યુવાનો ઈતિહાસથી અવગત થાય અને નાના બાળકો ભારતની ધાર્મિક બાબતો પ્રત્યે સજાગ થાય ઈશ્વરત્વને સમજે આમાં ની હું પણ રામાયણ અને મહાભારત સિરિયલની દિવાની થઈ ગયેલી,નિરાશા જનક પરિસ્થિતિમાં પણ લોકો આનંદ શોધતા, કોઈ પોતાના છુટી ગયેલા શોખને જીવંત કર્યા જેવા કે ગાવુ,લખવુ,ચિત્રકલા તેમની અંદર રહેલો કલાકાર જાગ્યો.
લોકડાઉનની પરિસ્થિતિ એ ઘણું શીખવ્યું.ખર્ચામાં કાપ મૂકતા,સમય સાથે ચાલતા,માણસને માણસ જ સમજવો,જ્યારે માણસ ઈશ્વર સમજી બેસે છે ત્યારે કુદરતની થપાટ એવી પડે છે,કે શાન ઠેકાણે ન આવે તો કહેવું! ધીરે ધીરે વેક્સીન પણ શોધાઈ ગઈ.ધીરે ધીરે પરિસ્થિતિ સુધરવા જ થઈ ત્યાં તો ચુંટણીની મૌસમે રંગ જમાવ્યો.પાછો કર્ફ્યુ
લાગ્યો.પછી તો તુ જાણે જ છે વ્હાલી સમાચાર ટીવીના તો તે સાંભળ્યા જ હશે,સૌએ વેક્સીન મુકાવી, પણ ઇશ્વર હવે ખમૈયા કરજો આવો સમય ફરી ન લાવતા,માણસ માણસની સૂગ કરે,ગરીબ દાણા માટે તરવળે,વિદ્યાર્થીઓ ઘરે બેસી રહે,ને શિક્ષિત બેકાર બેસી રહે,દરેક ઘર ભયનો માહોલ તો કોઈવાર ફોન ઉપાડતા પણ ભય લાગે,જ્યાં જોવો જ્યારે જોવો ત્યારે બસ એક જ સમાચાર કોઈનું અવસાન થયું તો કોઈ કોરોનાગ્રસ્ત એટલે એ ઘર લોકો માટે જાણે જોવા લાયક ઘર અથવા તો ચર્ચાસ્પદ હેડલાઈન બનીને રહી જાય.
હવે મળીશુ નવા અનુભવ સાથે...
Comments
Post a Comment