કાવ્ય:ક્યાં વાર લાગે છે....

ક્યાં વાર લાગે છે....

  એ મન હવે દર્દનો કોથળો ઠાલવી દે 
આ દિલને ભાર લાગે છે,
વિરહરુપી બાણે મને હણી નાંખ્યો છે,
હવે તો ભીડમાં ચાલતા પણ ભણકાર લાગે છે,
આપની યાદોમાં સતત ઝુરેલા દિલને એકલતા ભાવી 
ગઈ છે,જ્યારે વાત પ્રેમની આવે ત્યારે કડકડતી ઠંડીમાં પણ દિલને જુદાઈ
રુપી ગરમી સતત દઝાડ્યા કરે છે.
એક સમય એવો હતો,તેમને મનમંદિરના ઈશ્વર માનેલા,પણ માનસ હ્રદયને ઈશ્વરત્વનો ગૂમાન આવતાં ક્યાં વાર લાગે છે,
અધુરા સપનાંઓને ક્યાં કોઈ હયા કે શરમ હોય છે,જે છોડીને ચાલ્યું જાય એને મેળવવા આંધળી દોટ મુકે છે.
આંખોથી આંખોની શરારત
લ્યો જોવો એવી તે ભારે પડી,સિવાયેલા હોઠે પણ
દિલના ખાનગી રહસ્યો જાણે અજાણે જાહેર કરી દીધા,રડી રડીને સૂઝી ગયેલી આંખો અને વિધાયેલા હ્રદયને શોકસૈયામા ડૂબી જતાં ક્યાં વાર લાગે છે?
લફ્ઝ મોજા બની ઉછાળા મારી રહેલી લાગણીઓ ચિંગારી બનતા ક્યાં વાર લાગે છે.
શબ્દરુપી માયાજાળને લોકો શાયરી સમજી બેઠા છે,હૈયુ વેદનાઓના પ્રહાર ઝીલી ઝીલીને પથ્થર બની ગયું છે,મને સબંધોની આન ન આપો તો સારું છે.
આ ધસમસતી ભીડમાં કોઈ સાચું ઈમાનદાર મળે તોય સારું છે,
અરે...મુહફટ કવિ છું,જે દિલમાં હોય તે કહી નાંખું છું,ધાકધમકીરુપી બાણો અમારા પર ન ચલાવો તો સારું છે.


શૈમી ઓઝા "લફ્ઝ"

Comments