વાર્તા:જીંદગી બસ કરો મેરા ઇન્હામ લેના...

"જીંદગી બસ કરો મેરા ઈન્તહામ લેના,
તેરે ઈન્તહામ સે મેં કાચ કી તરહ તૂટ સી ગઈ હુ,રેત કી તરહ બિખર સી ગઈ હું".

             ********************************
               વૈદેહીનાં કાલે લગ્ન હતા,તો એના માટે તૈયારી કરી રહી હતી,લાડકોડથી ઉછેરેલી વૈદેહી કાલે જીવનની નવી શરૂઆત કરી રહી હતી,તો સામાન પેક કરવાની સાથે મમ્મી અને થોડી શીખામણો પણ આપી રહી હતી અને કાકી એમાં હામી ભરી રહ્યા હતાં,તો દાદી શું કામ બાકી રહે,દાદી મંગુબહેન પણ એમનાં અનૂભવો મૂજબ દિકરી વૈદેહીને,શિખામણ આપી રહ્યા હતા.વૈદેહી આંખો ઝૂકાવી બધાંની શીખામણ લઈ રહી હતી.હલ્દી રશ્મ અને મહેંદી રશ્મ પણ પુરી થઈ ગઈ હતી.કાલે જાન આવવાની હતી તો એની તૈયારીમાં સૌ લાગેલાં હતાં, વૈદેહીની બધી જ સહેલીઓના અટ્ટહાસ્ય અને હાસ્યની કિલકારીઓથી ઘર ગૂંજતુ હતું,પણ મૂકુંદભાઈના ચહેરે ઉદાસી હતી.કારણ કે તેમની લાડકી ઢીંગલી કોઈની અમાનત બનવા જઈ રહી હતી.ત્યાં જ આલોચનાબહેન આવી કહેવા લાગ્યાં કે

            "એ વૈદેહીના પપ્પા...ક્યાં ખોવાઈ ગયાં છો!તમને યાદ એ એકએક યાદગાર પળ આપણી વૈદેહી નાનકડી હતી,ત્યારે નાની નાની પગલીઓથી ઝાંઝરના ઝણકારથી ઘર આખું કિલ્લોલ કરતું હતું,કાલે તો આખું ઘર સુનુ થઈ જશે નહીં!

            મૂકુંદભાઈ આશ્ચર્યવશ થઈ કહે,"તમને કેવી રીતે ખબર પડી,કે હું શું વિચારી રહ્યો છું તે !વૈદેહીના મમ્મી સમય ક્યાં વિતી જાય છે,આપણી નાનકડી કાલીઘેલી ભાષા બોલી સૌને આનંદિત કરતી વૈદેહી ક્યારે યુવાન કોડીલી કન્યા બની એનુ ખબર જ ન રહી.એની ખબર જ નથી હોતી,મને તો એમ કે આપણી દિકરી કેવી રીતે રહી શકશે સાસરીમાં મારા વગર...પણ અંકૂર કુમારને મળી મને એવું લાગ્યું કે ક્યારે મારી વૈદેહીને મારી કમી નહીં થવા દે.માટે જ તો મેં મારી વૈદેહીનો હાથ એમનાં હાથમાં સોપવાનું નક્કી કર્યું."

             આલોચનાબહેન પણ અવાજ પણ ભીનાં અવાજ સાથે પતિની વાતમાં હા માં હા ભરે છે.રાત ક્યારે પૂરી થઈ જાય છે એની ખબર જ નથી રહેતી.

                સવારે જાન આવવાની હતી,તો આલોચનાબહેન અને મૂકુંદભાઈ જાન અને વરરાજાના સ્વાગતની જોરશોરથી તૈયારી કરી રહ્યા હતા.મૂકુંદભાઈ
કેટરિંગવાળા ભાઈઓને ભલામણ કરી રહ્યા હતા કે "ભાઈ જો જો હો મારી લાડકી દિકરીના લગ્ન છે,જો જો ભાઈ સાહેબ કોઈ કચાશ ન રહી જાય આવનારા વેવાઈ ખુશ થઈ જવા જોઈએ, એમને કોઈ અહીં અગવડ ન પડવી જોઈએ.."

             મૂકુંદભાઈની ચિંતાને હળવી કરવામાં માટે કેટરિંગ સ્ટાફના જે માલિક હતાં એમને પ્રેમથી કહ્યું;"સાહેબ હું સમજી શકું છું તમારા મનની હાલત પણ સાહેબ તમે અમારા ઉપર વિશ્વાસ કર્યો છે,તો અમે તમને નિરાશ નહીં કરીએ.એ અમારું તમને વચન છે."જાન આંગણે આવી પહોંચી હતી,મૂકુંદભાઈ સ્વાગત કરવા માટે તત્પર હતાં,વૈદેહીના મમ્મી આલોચનાબહેન અને કાકી  નિકિતાબહેન વરરાજાને પૂંખવાની તૈયારી કરતાં હતાં.

                આખરે તેમની રાહનો આતૂરતાપૂર્વક અંત આવ્યો જાન આંગણે આવી પહોંચી.આલોચનાબહેન અને નિકીતાબહેન વરરાજાને પૂંખવા આવી પહોંચ્યા.જાન માંડવે આવી પહોંચી હતી.જ્યારે સોળેશણગાર સજેલી વૈદેહી,તો આજે પરી લાગી રહી હતી,આલોચનાબહેન તેમની દિકરીની નજર ઉતારતાં કહે"આજે તો મારી ઢીંગલી બહુ સુંદર લાગી રહી છે તને મારી જ નજર ન લાગી જાય કેમકે માંની નજર બહૂ મીઠી હોય છે,બેટા જીવનની નવી શરૂઆત કરવા જઈ રહી છે,સદા ખુશ રહેજે."

                   ગોર મહારાજે મંત્રો ઉચ્ચારણ શરૂ કર્યા, મૂકુંદભાઈ અને આલોચનાબહેને તેમના થનારા જમાઈની પૂજા કરી."ગોર મહારાજે કન્યા પધરાવો સાવધાન!"કહી કન્યાને લગ્ન મંડપમાં લાવવાનું સુચન કર્યું,ત્યારે
આલોચનાબહેને ઈશારા દ્વારા ભાઈ-ભાભી વૈદેહીને લગ્ન મંડપમાં લાવવાનું સૂચન કર્યું.વૈદેહીને ડોલીમાં બેસાડી વાજતે ગાજતે લગ્નમંડપમાં લાવ્યાં.દુલ્હનના વેશમાં વૈદેહી સુંદર અને આકર્ષક લાગી રહી હતી,સૌ કોઇની નજર વૈદેહી ઉપરથી હટતી જ નોહતી,વૈદેહીના સાસુમા ચૌલાબહેને તેમની વહૂ વૈદેહીની નજર ઉતારી,પળભરમાં જ સપ્તપદી,મંગળફેરા,અને દહેજ ભરવાની રશ્મ પણ પૂરી થઈ ગઈ.

          આલોચનાબહેન અને મૂકુંદભાઈએ પોતાની વ્હાલસોયી વૈદેહીને ભારે હૈયે વિદાય કરી.સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ.આલોચના બહેન તેમની લાડકી દિકરીને સાસરીમાં કેવી રીતે રહેવું એની શીખામણ આપે છે.મૂકુંદભાઈ તેમની લાડકી દિકરીને ભલામણ કરતા કહે"બેટા સાસરી જ તારું સાચું ઘર છે.પિયરમાંથી ડોલી જાય છે,ને સાસરીમાંથી અર્થી નિકળે છે.જેવી તે અમારી આજ્ઞાનું પાલન કર્યું છે,તેવું કુમારની આજ્ઞાનું પાલન કરજે.
પતિ જ્યારે ખરાબ રસ્તે જાય તો તું ધિરજ ન ગુમાવતી,
પ્રેમથી સાચા માર્ગે વાળજે.સૂહાગણ સ્ત્રીમાટે એના પતિ જ ઈશ્વર છે એમ માની ચાલજે,એમની કદમે કદમે ચાલજે દિકરા અમારા કુટુંબની આબરૂ હવે તમારા હાથમાં છે.તું એવું કંઈ જ નહીં કરે જેથી અમારું માથું શરમથી ઝૂકી જાય.અમારી આટલી શિક્ષા યાદ રાખજે,તારું સુખી લગ્નજીવન રહે."

                   આલોચનાબહેન અને મૂકુંદભાઈ નમ અવાજે  તેમના વેવાઈ અને વેવાણને ભલામણ કરતાં કહે;

                "અમારી વૈદેહીને અમે લાડેકોડે ઉછેરેલી છે.કેમકે એને અહીં લાડ પ્રેમ જ જોયાં છે.સાસરીયાની શિસ્ત અને અનુશાસન નથી જોયું.એની કંઈ પણ ભૂલચૂક થાય તો બાળકી માની માફ કરજો.આટલું કહી મૂકુંદભાઈ અને આલોચનાબહેન વેવાઈ અને વેવાણ સામે રડી પડ્યા.અંકૂરકુમાર આજથી મારી દિકરી હું તમને સોંપુ છું,તેને ખુશ રાખજો."

                 ચૌલાબહેન અને લક્ષ્મીધરભાઈ વૈદેહીના માતા પિતાને આશ્વાસન આપતાં કહે"ભાઈ તમે દાતા છો દીન તો અમે છીએ જો દિકરી લેવા આપને દ્વાર આવ્યા છીએ. અમે વહૂ નહીં દિકરી જ લઈ જઈએ છીએ,તમારી દિકરી ને ખુશ રાખવાની જવાબદારી અમારી.અમે રજા લઈએ હવે.
           આલોચનાબહેન અને મૂકુંદભાઈનું ઘર હવે સુનુ થઈ ગયું હતું,હવે જાન પ્રસ્થાન થઈ ગઈ.

           વૈદેહીની આંખો સમક્ષ વિદાયનુ દ્રશ્ય કેમે કરી નોહતુ હટતુ.વૈદેહીએ લગ્નજીવનને લઈ સપનાં સજાવેલા.

             અંકૂરે વૈદેહીને લગ્નની પ્રથમરાત્રીએ વિનંતીપૂર્વક કહેલું કે"મારા લગ્ન મારી મરજીવિરુદ્ધ થયાં છે.હું મારી કોલેજમાં ભણતી અર્ચનાને ચાહતો હતો.

             વૈદેહીએ પ્રેમથી પૂછ્યું"તો અંકૂર મારા જોડે તમે કેમ લગ્ન કર્યા?"

           અંકૂર વૈદેહીના મનમાં ઉદભવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં કહે"મમ્મી પપ્પાને દબાણવશ થઈ ને...જો વૈદેહી સમાજની દ્રષ્ટિએ તુ ભલે મારી પત્ની રહી,મારો આત્મા મારા દિલના એક એક ધબકાર અને શ્વાસોશ્વાસમાં અર્ચના વસેલી છે,મારા શરીર અને મારા ઉપર.માત્રને માત્ર અર્ચનાનો જ હક છે.તું મારા નજીક આવવા પ્રયત્ન ન કરતી.સોરી મારે તને પહેલે જ કહી દેવુ જોઈતું હતું પણ મમ્મીની આત્મહત્યા કરવાની જીદ્દે મારુ મોઢું મૌન ટંકાઈ ગયું, શક્ય હોય તો મને માફ કરી દેજે.  "

               આ સાંભળી વૈદેહીની પગ નીચેથી જમીન સરકી
ગઈ.આંખોમાં આંસુ કેમેય કરી રોકાવવાનુ નામ નોહતા લેતાં.વૈદેહીના સપનાં તો કડકભૂસ કરતાં તૂટી ગયાં,તે મમ્મી પપ્પાને દોષ ન આપતાં પોતાના ભાગ્યને દોષ દેતી હતી.

              આ સહન કરવું કોઈ પણ સ્ત્રી માટે અઘરું હોય છે.પણ વૈદેહીને માતા પિતાની આપેલી શિક્ષાએ તેને મજબૂત બનાવી રાખી.આમને આમ બે વર્ષ જતું રહ્યું,હવે એની પણ સહનશક્તિનો અંત આવી ગયો.વૈદેહીએ સાસુને બધી માંડીને વાત કરી તો એમને કહી દીધું"જરૂર તારામાં જ કંઈ કમી હશે તું કેવી સ્ત્રી છો તારા પતિને પણ સાચવી નથી શકતી,મને તો એમ હતું કે તું મારા દિકરાને એટલો પ્રેમ આપીશ કે તે અર્ચનાને ભુલી જશે.પણ હું આમાં ખોટી પડી,તારા મમ્મી પપ્પાએ અમને અંધારામાં રાખ્યા, અરે....થુ છે...વૈદેહી તને...તારા પતિને પણ તું પોતાનો ન બનાવી શકી,હદ છે તને...આમ પણ મારા દિકરાને મેં આઝાદી આપી છે,એની રીતે જીંદગી જીવવાની.

             વૈદેહી સાસુ સસરાને પગમાં પડી વિનંતી કરે છે "કે  મમ્મી પપ્પા તમે આ શું કહી રહ્યા છો?મારા પપ્પા હાર્ટ પેશન્ટ છે,એ આ આઘાત તે નહીં સહન કરી શકે,મને અહીંથી ન નિકાળશો હું તમારા પગમાં પડુ છું, તમારા દિકરા પાસે હું કોઇ જ અધિકાર નહીં માંગુ,જેમ ચાલતું હોય તેમ ચાલવા દો મમ્મી પપ્પા..."

               વૈદેહીના સાસુ સસરાને આ સાંભળી દયા આવે છે,પણ તેમનો આંધળો પૂત્રપ્રેમ દિકરાને ઠપકો આપતા રોકે છે....

     વૈદેહી માં બાપની આબરૂ ખાતર તે સમાધાન કરી રહે છે.

             (સમાજમાં કેટલી ભણેલી ગણેલી યુવતીઓ છે,જે અયોગ્ય પાત્ર સાથે માતા પિતાની આબરૂ ખાતર સમધાન કરી રહે છે શું આ યોગ્ય છે કે અયોગ્ય? તમારા અભિપ્રાયો મને જરૂરથી જણાવજો)
                

                         શૈમી ઓઝા "લફ્ઝ"
               

                   


Comments

Popular Posts