આર્ટિકલ:પ્રવાસ નિબંધ
આર્ટિકલ:પ્રવાસ નિબંધ....
મારી અવિસ્મરણીય યાત્રા
--------------------------
ખબર પડી કે સણોસરા જવાનું છે,તો પહેલાં ઉત્કંઠા જાગી કે ક્યારેય જવાનું કેવું હશે?તે જગ્યા કેવી હશે,કેવા લોકોને મળશું એવા કેટલાય પ્રશ્નો ભીતર મનમાં સરવળતા હતા.જેના સવાલો શોધવા ખુબ લગભગ અશક્ય હતાં.જે દિવસની રાહ જોઈ તે દિવસ આખરે આવી જ ગયો.
ચહેરા પર ઉત્સાહ છવાયેલો આનંદ બહુ રમણીય હતો.જેનું વર્ણન શબ્દોમાં કરવું મુશ્કેલ હતું.પછી અમે ભાવનગર ના સણોસરા ગામમાં આવી પહોંચ્યા.બીજી કોલેજના મિત્રોએ અમને ખરાદિલથી આવકાર્યા.લોકભારતી તરફ ટર્ન લીધો.મનમાં એક ચિંતા હતી કે બીજી કોલેજમાંથી આવેલા મિત્રો સાથે અમે સેટ થઈ શકશુ.મનમાં રહેલો એ ડર ગાયબ જ થઈ ગયો.મેસમાં જમ્યા પછી,અમે "સ્મૃતિભવન"ખાતે
અમારી એક્ટિવિટીની મૌસમ માટે ટૂકડીની વહેંચણી શરૂ થઈ,અમારો ટુકડી નંબર હતો 3.ત્રણેયને દિવસ પ્રમાણે અલગ અલગ કામ હતું.રાત અમે"પંચાયતી રાજ"માં વિતાવી.નવા દિવસે નવી આશ સાથે અમારી રાહ જોઈ બેઠો હતો.લોકભારતી સંસ્થા ગાંધીના સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે.લોકભારતી સંસ્થાની સ્થાપના નાના ભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી 'દર્શકે' કરી હતી.લોકભારતી સંસ્થા
શિક્ષણ ઉપરાંત લધુ ઉદ્યોગને લગતી તાલીમ આપવામાં આવે છે.અમે આ સંસ્થા વિશે તો માહિતી અગાઉ થી મેળવી રાખી હતી.અહીં આવીને અનુભવ કરવાનો હતો.આતો હજી શરૂઆત હતી.
12-9-2021ના રોજ સવારે વહેલા છ વાગે ઉઠી,
અમે રમતના મેદાને
પહોંચ્યા.રમતના મેદાને અમને બાળપણના દિવસોની યાદ અપાવી,અમે પાછા બાળકો બની ગયા.રમત રમી નાસ્તા માટે મેસમાં ગયા.નાસ્તો પતાવી અમે 'સ્મૃતિ ભવન'પહોંચ્યા.ત્યાં અમે સૌએ પ્રાર્થના કરી,એક ભાઈએ અભિનય ગીત રજુ કરી વાતાવરણને પ્રફુલ્લિત કરી નાખ્યું.બાળગીતના શબ્દો અને હાવભાવ જ એટલા મન પ્રફુલ્લિત કરી નાંખે તેવા હતા.
અમને "હું શિક્ષક છું"લખાણ વાળી ખાદીની સફેદ બેગ,પેન ચાર માસ્ક,સેનિટાઈઝરની નાની બોટલ,અને હુ શિક્ષક છું,લખાણવાળી ડાયરી આપવાનું વિતરણ કરવામાં આવ્યું.પ્રાર્થના કાર્યક્રમ પૂરો કર્યા બાદ અમને ક્લુ આપવામાં આવેલી,ક્લુ મુજબ અમારી ટીમ બનાવવામાં આવી હતી.અમારી ટીમને રમત વિશે થોડી સમજ આપી પોતાનો પરિચય,શોખ,તમે ક્યાંથી આવો છો તે,તે પરથી સંસ્થાની લાક્ષણિકતા નક્કી થશે એવુ શ્રી પાર્થેશસરે કહેલું.સૌ મિત્રોના શોખ જાણવા મળ્યા તો કેટલાક મિત્રોની અચીવમેન્ટ તો કેટલાક મિત્રોમાં દિલના અંદર ખુણે છુપાયેલી પ્રતિભા વિશે જાણવા મળ્યું,ખુબ જ આનંદ થયો.
પછી અમારી રમત ટૂકડી નો નંબર આવ્યો,સૌ મિત્રો એ પોતાનો પરિચય આપ્યો
બધા જ મિત્રોને મળીને ચર્ચા વિચારણા કરી અગત્યના પોઇન્ટ નોંધી લીધા.અમે સૌએ ભેગા મળી ચર્ચા કરી જ્યારે અમારો વારો આવ્યો ત્યારે કઠલાલવાળી બહેન રોશનીએ જીવનમાં રમત ગમ્મતનુ શું મહત્વ છે તે સમજાયું.અમારા સૌની પરિચય વિધિ પૂરી થઈ, પછી એમ સંસ્થાની લાક્ષણિકતા તૈયાર થઈ.
પછી અમારી જન્મતારીખના આધારે અમારી ટૂકડી પાડવામાં આવી,અમને એક વાક્ય આપવામાં આવ્યું,તમે સમર્થનમાં છો કે અસમર્થન માં અને જો અસમર્થન કે સમર્થન તમે જેમાં પણ હોવ એનું કારણ રજૂ કરવા માટેના મુદ્દા નોંધી અન્ય તાલીમાર્થીઓ સમક્ષ રજૂ કરવાના હતા,તો અમારા ગ્રુપને આ વાક્ય મળેલું કે "શિક્ષક અમલકર્તા છે,સર્જન નહીં"
શું આ વાત સાથે તમે સર્મથ છો કે અસમર્થ?પૂરાવા સાથે મત રજૂ કરવો.
જમવા માટેની રિસેષ પડી.જમવાનું પતાવી.અમે સ્મૃતિભવન પહોંચ્યા.રિસેષ બાદ અમે બહુ ચર્ચા વિચારણા બાદ અસંમત મત પર આવેલા.સૌ મિત્રોએ એના પુરાવા રજુ કરતાં મુદાઓ ચાર્ટપેપર પર નોંધ કરેલા.અમારા ગ્રુપના.સભ્યોવતીથી અમારા હેલીબેન અને દિક્ષિતે રજુઆત કરેલી.હું સમયના અભાવે ન કરી શકી મને એ વાતનો જરાય અફસોસ નથી.બીજા મિત્રો એ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા.કંઈક નવું શીખવા મળ્યું.
ગ્રુપ પ્રેઝનટેશનની થોડી બ્રેક આપવામાં આવી,તે બ્રેક દરમિયાન સંસ્થા દર્શનનો કાર્યક્રમ ગોઠવાયો."જેના લગ્નમાં ગયા હોય ને વરરાજા વિશે ન જાણીએ એતો કેમ ચાલે!"
પીટીસીવાળા ભાઈ બહેનોએ અમને સંસ્થા મૂલાકાત કરાવી,કૃષિ સંશોધન વિભાગ,નર્સરીમાં રહેલા ફૂલો જેનો પ્રયોગ માટે ઉપયોગ થાય છે.
વિજ્ઞાન વિભાગ માં અમે સંસ્થામાં અમને સંસ્થાની અચીવમેન્ટ, ખગોળ શાસ્ત્ર,રસાયણ શાસ્ત્ર,ભૌમિતિક આકારો,મેજીક બાબતે,એપોસ્કોપ,ભૌતિક વિજ્ઞાન,અને વૈજ્ઞાનિકો વિશેનો પરિચય મેળવ્યો.
"વિજ્ઞાનએ વિચારોના જગત અને ઘટનાઓના જગત વચ્ચેનો સેતુ સાધવા માટેનું ઉત્તમ માધ્યમ છે"
-અજ્ઞાત...
લોકભારતીની લોકસેવા મહાવિદ્યાલયની મૂલાકાત લીધી કૃષી વપરાતા સાધનો અને ઘાસચારાને સંગ્રહ કરવાની પધ્ધતિને "સાઈલેઝ" કહે,મારા શબ્દો ભંડોળમાં એક નવો શબ્દનો સમાવેશ થયો.ગાયમાતાના પણ વિવિધ નામો છે, ગાયમાતાને એમના નામથી બોલાવવામાં આવે તો જ તે આવે છે.આ પશુઓનો માનવ પ્રત્યે હુંફ લાગણીનું સૂચન કરે છે,ચોમાસામાં પણ ઘાસનો સંગ્રહ થઈ શકે છે.લેહનાલય,
ગોરસસંહાર,દૂધ દ્વારા,
જળતથ્ય,પૃથ્થકરણ,
પ્રયોગશાળા,
સંમેલન કક્ષા,ક્ષેત્રવિદ્યા, વર્ગખંડ,ભૂસર્ચ સેન્ટર, બાલદેવો ભવ:આ વાક્ય ખરેખર દિલને સ્પર્શી ગયું.
લોકભારતી અધ્યયન પૂસ્તકાલયો,કુદરતી વાતાવરણમાં થતો,વૈદિક અને ઋગવેદકાલીન સમાજના સમયની સ્મૃતિ તાજી કરાવે છે.ઋષીકુુંજની સ્થાપના મનુભાઈ પંચોળીએ કરેલી જે 'દર્શક કુંજ'તરીકે ઓળખાય છે,મનુભાઈ પંચોળીનું ઘર લોકભારતી સંસ્થામાં હાલના સમયમાં પણ હયાત છે,એની મુલાકાત કરી,આ ઉપરાંત બી.એડ સંકુલ, અધ્યાપન મંદિર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી વિદ્યાર્થી હરિત સ્મૃતિ યોજના,દયાળવતી તરીકે ઓળખાતા જીયાના ખેતર માટે વિદ્યાર્થીઓએ સહાય આપી હતી,આ ઉપરાંત સીતાફળનો બગીચો,ચીકુનો બગીચો, આંબાની વાડી,બોરડીના ખેતર,250વીઘાનુ કેમ્પસ,પ્રયોગશાળા માટે પણ વપરાતા ખેતરો.
પાણી શુધ્ધીકરણનો પ્લાન્ટ,અને ભાઈઓના સ્નાન માટેનો પ્લાન્ટ આટલાગન્ટથી ખેડૂતોને માર્ગદર્શન મળે છે.
બી.એડ.વિભાગ,સારસ્વત લાઈબ્રેરી બીજા નંબરની લાઈબ્રેરી તરીકે ઓળખાય છે.2/5 પુસ્તકો હયાત છે.ટીકીટથી પુસ્તકો વાંચવા મળે છે,ત્યાં રહેલો ડેમ સણોસરા ગામના ખેતરોને પાણી પુરુ પાડે છે.
"ચાલી ચાલી થાકી ગયેલાં
ચહેરા પરના પરશ્વેત બિંદુ
અને થાકેલા પગ અમને આગળ વધતા રોકી રહ્યા હતા,પરંતુ મનમાં કંઈ નવું જાણવાની ઉત્સુકતા થાક માં પણ આનંદની અનુભુતિ કરાવી રહી હતી."
જોતજોતાં જમવાનો બેલ ક્યારે પડ્યો,અમને ખબર જ ન રહી.સાંજે જમવાનું પુરુ થયા બાદ 'સ્મૃતિ ભવન'માં ગયા.સાંજની પ્રાર્થના પુર્ણ કરી જે બાકીના પ્રેઝનટેશન પુરા કર્યા.પ્રેઝનટેશન પતાવ્યા પછી અમને પાંચ શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી.ફિલ્મના નામ નીચે મૂજબ હતા
1.ટફ મોમ,2.ખીર,3.રાવડી હીરો,4.Little hands,5.Juice.તે ફિલ્મ શું કહેવા માંગે છે,તમે એમાંથી શું શીખ્યા.એ નોંધી બીજા દિવસે તેની રજૂઆત કરવાની હતી.અમે સૌએ તેના મુદ્દાઓ નોંધી દીધા.પછી અમે પંચાયતી રાજમાં પહોંચ્યા,બીજા દિવસે એટલે કે 13-9-2021ના રોજ નવી પ્રવૃત્તિ અમારું સ્વાગત કરી રહી હતી.નવા દિવસે નવી આશ સાથે અમે ઉઠ્યા,અમારે ટૂકડી નં 1નું કામ કરવાનું હતું.
અમારા ગ્રુપમાં રહેલા તાલીમાર્થી મિત્રો નાસ્તો બનાવવા માટે મદદઅર્થે પહોંચ્યા.નાસ્તો પુરો કરી અમે સ્મૃતિ ભવન પહોંચી ગયેલા પ્રાર્થના પુરી કરી,બે તાલીમાર્થી ભાઈઓએ સરસ અભિનયગીત રજુ કર્યું,અમારા ગ્રુપવતીથી હેલીબેને અહેવાલ આણંદ વાળા એક ભાઈએ સમાચાર તો ગઈ કાલે કઠલાલવાળા ભાઈ બહેનોએ કોવિડને લગતી,કામગીરી હાથમાં લીધેલી.
સૌ મિત્રોએ ફિલ્મને લગતા પોતપોતાના મંતવ્યો રજુ કરેલાં,એ પરથી જાણવા મળ્યું કે સૌ મિત્રો નિખાલસ અને ઉમદા વિચારો ધરાવતા હતા.પછી અમારી આલ્ફાબેટ મુજબ ટૂકડી પડી.અમારા ગ્રુપમાં બધાં જ પ્રતિભાશાળી વ્યક્તિઓ હતા,અમારા ગ્રુપમાં પંદર હતા.કોઈને નવલકથા વિશે સમજ આપવાની તો કોઈને વિજ્ઞાનના પ્રયોગો વિશે,કોઈને ક્યુ આર કોડ વિશે સમજાવવાનું હતું, કોઈને આખી સાઈકલ ખોલી એને ફરી એજ ફોમમાં લાવવાની હતી.કોઈની પેઢી વિશે માહિતી આપવાની હતી.તો કોઈને પ્રાચીન ચિત્રકલા વિશે સમજ આપવાની હતી,તો કોઈને પ્રયોગ કરી વિધાન સાબિત કરવાનું હતું,તો અમારે સ્મૃતિ ભવન પાસે રહેલા મેદાન માપન કરવાનું હતું.
અમારા ગ્રુપને મેદાન માપનનું કામ સોપવામાં આવ્યું,ગણિત વિષય છોડે મારે 8વર્ષ થઈ ગયેલા,આ અઘરા કામે અમને નાની યાદ અપાવી દીધી,પણ અમારા ગ્રુપના સંચાલક ખુબ હોનહાર હતા.એટલે અમારી ખોવાયેલી હિંમતમાં ચેતનાનો સંચાર થયો.વધુમાં જણાવુ તો મેઘરાજા પણ અમને આશીર્વાદ આપવા મેદાને આવેલા.અમે સૌએ ભેગા મળી કામ કર્યું,પછી અમારી ટૂકડીને પિરસવાનુ કામ,રસોડાની સાફસફાઈનું કામ કરવાનું હતું બપોરનું જમવાનું મારે પિરસવાનુ હતું સૌ મિત્રો અમે રસોડે પહોંચી ગયા.જમવાનું પતાવી સાફ સફાઈ કરી અમે સ્મૃતિ ભવન પહોંચી ગયેલા,અન્ય તાલીમાર્થી ભાઈ બહેનો પોતાની રજૂઆત કરી રહ્યા હતા, પણ અમે ત્યાંની પ્રકૃતિ પ્રેમ થી એવા તે આત્મવિભોર થઈ ગયા કે,અમે ચાલતા પ્રેઝનટેશને સુઈ ગયેલા,મનમાં સંકોચ પણ હતો કે પાર્થેશસર પાર્થભાઈ અથવા શિવાની મેડમની નજર અમારી તરફ પડશે તો વઢશે એવો,પણ સૌ મિત્રોના આવા જ બેહાલ હતા,
"સંપ ત્યાં જંપ"ની ભાવના સર્જાયેલી.પણ તરત જ પોતાની જાતને સ્વસ્થ કરી અમે પ્રેઝનટેશન સાંભળવામાં લાગી ગયેલા.ચાનો બ્રેક આપવામાં આવેલો અમારા ગ્રુપના સભ્યોમાંના બે ત્રણ તાલીમાર્થી ભાઈઓએ ગ્રુપ ટાઈમ ટેબલ મુજબ ચાની વ્યવસ્થા કરેલી.ચા છોડે મારે આ છઠ્ઠુ વર્ષ થયું.એટલે મારા માટે લોકભારતીમાં આટા મારવાની પ્રવૃતિ સારી રહી,પાછા અમે ફ્રેશ થઈ.'સ્મૃતિભવન'આવ્યા,
પછી બાકીના મિત્રોનું પ્રેઝનટેશન શરૂ થયું.પછી રાત્રે જમવાની રિસેષ આપવામાં આવી.પણ અમારે વહેલાં ત્યાં રસોડે પહોંચવાનુ હતું.એટલે અમે ત્યાં પહોંચી ગયેલા,જમ્યા પછી રસોડાની સાફસફાઈ કરી.સ્મૃતિભવન પહોંચી ગયાં.મનને આનંદ પ્રદાન પ્રાર્થના તેવી પ્રાર્થના ગ્રુપ એકની તાલીમાર્થી બહેનો સાથે મળીને અમે સૌએ કરી.પછી ક્વિઝી ગેમ માટે જવાબવાળુ પેપર અમને આપવામાં આવેલુ.પ્રશ્નો મુજબ રો ભરી."જે વહેલાં તે પહેલાં"ના ધોરણે જે પહોંચે તે વિજેતા.એ માટે પાંચ ઈનામ જાહેર કર્યા.જેવી ગેમ શરૂ થઈ.જનરલ નોલેજની સાથે સાથે મનોરંજન પણ ભરપૂર મળ્યું હતું.અમારી કોલેજના પાયલબેને ત્રીજા નંબરનું ઈનામ જીતી કોલેજનું નામ રોશન કર્યું.કઠલાલ કોલેજમાંથી એક બહેને વિ.આઈ.પી ઈનામ જીત્યું,ગેમમાં જનરલ નોલેજની સાથે હાસ્યના ફૂવારા પણ છૂટ્યા.અમને હસવાની ખુબ મજા આવી.આમને આમ રાત થઈ ગઈ ખબર જ ન રહી,અમે પંચાયતિરાજ ગયા હતા.થાકને લીધે આંખ ક્યારેય મિંચાઈ
ગઈ,એની ખબર જ ન રહી.સવારે છ વાગે ઉઠી તૈયાર થઈ.
પરંતુ અમારા ગ્રુપ સંચાલક શૈલેષ પ્રજાપતિ હોનહાર વ્યક્તિ હતા,કદાચ સરે એમને જોઈ અમને આવું જટીલ કામ આપ્યું હશે!એવું બની શકે નહીં પણ બન્યું હતું.
અમને રાત્રે બે મિત્રો પાસેથી એવો ફટકો મળ્યો કે અમે સૌએ જે ભેગા મળીને મેદાના માપ લીધા હતા તે ખોટું હતું, સાંભળી આઘાત લાગ્યો,પણ અમારા ગ્રુપના મિત્રો બહુ ઈન્ટેલિજન્ટ હતા.આણંદ ડાયેટથી આવેલા મિત્ર શૈલેષ કઠલાલવાળા એક બેને ભેગા મળી માપન કર્યું.અને જેમનો વિષય મારા જેવો સમાજવિદ્યા હતો એમને મેપ તૈયાર કર્યો.તેમાં થિયોડોલેટ,ગજ,મેદાન માપવા માટે આવતી મેજરટેપ જેવી ટેપનો ઉપયોગ કરી માપન કરેલું.એ મુજબ મેપ તૈયાર કર્યો.
આ કામ કરતાં કરતાં છ વાગી ગયા સવારના છતાંય અમારા ઉત્સાહી,ઈન્ટેલિજન્ટ,
મહેનતી મિત્ર શૈલેષે પોતાનું કામ પુરુ કર્યું.અમને એ જોઈ થોડી હિંમત આવી.અમારા ગ્રુપ સંચાલક પર ગર્વ એ વાત નો થયો,કે અમે એ પ્રતિભાશાળી વ્યક્તિ શૈલેષ જેવા મિત્રના ગ્રુપમાં છીએ જેને દિવસ રાત જોયા વગર કામ કર્યું છે.
14-9-2021ના દિવસની નવી પ્રવૃત્તિ અમારી આતુરતાપુર્વક રાહ જોઈ રહી હતી.અમારે ટુકડી બે નું કામ કરવાનું હતું પ્રાર્થના કરાવવી,બેઠકવ્યવસ્થા જાળવવી,સાફસફાઈ કરવી.
અમે સ્મૃતિભવનની સાફસફાઈ કરી,
નાસ્તો પતાવી અમે
'સ્મૃતિભવન'પહોંચ્યા,
પ્રાર્થનાની બેઠક વ્યવસ્થા મુજબ સૌને ગોઠવ્યા.પછી અમારા ગ્રુપે પ્રાર્થના કરાવી. પ્રાર્થના માટેની બેઠક વ્યવસ્થા અદભુત હતી.જે યાદ કરીને હૈયું આનંદિત થઈ જાય છે.પ્રાર્થના પછી જે બાકી રહી ગયેલા એ પ્રેઝનટેશન શરૂ થઈ ગયા.સૌ મિત્રોના પ્રેઝનટેશન સારા રહ્યા.જમવાની બ્રેક પડી જમીને પાછા સૌ સ્મૃતિભવન આવ્યા.
સૌથી છેલ્લે હતાં "S"મૂળાક્ષર વાળું ગ્રુપ એટલે અમારું.શૈલેષભાઇ અને કઠલાલવાળા એકબેને એવી મસ્ત રીતે પ્રેઝનટેશન આપ્યું કે અમે આફરિન થઈ ગયા.મિત્ર શૈલેષભાઇના હાવભાવ ફેસ એક્પ્રેશન,પોતાની રજૂઆત કરવાની રીત ગજબની હતી, હું તો એમની આ કળાની ફેન થઈ ગઈ.અમારા બેસ્ટ પ્રેઝનટેશનનો શ્રેય મિત્ર શૈલેષ અને કઠલાલવાળા બેનને જાય છે.અમને કઠલાલ અને આણંદ ના મિત્રો પાસેથી કેવી રીતે કામ કરવું પ્રેઝનટેશન કેવી રીતે બનાવીએ તો બેસ્ટ બને,છોકરા છોકરીઓ ભેગા મળીને કેવી રીતે કામ કરી શકાય તે અમને શીખવા મળ્યું.
સરે થોડા પ્રોજેક્ટર સ્ક્રીન પર થોડા પ્રશ્નો મુક્યા એ પરથી સર્વે કરવાનો હતો કે વિદ્યાર્થીઓ સૌથી વધુ કેવી રીતે શીખે છે,જે A,B,C
અલગ અલગ પ્રશ્નો મુજબ અલગ અલગ જવાબ હતાં, પણ ચોક્કસ તારણ કાઢવાનું હતું.ઓપ્શનમાંથી જે સૌથી વધુ આવે તે પધ્ધતિ મુજબ વિદ્યાર્થીઓ સરળતાથી શીખે છે.અમને આ રમતમાં પણ ખુબ મજા આવી પછી જમવા ગયા.પછી ચા નો બ્રેક પડ્યો, પિરસ ટૂકડીમાં રહેલા મિત્રો દ્વારા ચાની વ્યવસ્થા કરેલી.અમે ચાના બ્રેકમાં ફ્રેશ થવા બહાર ટહેલવા લાગ્યા.
જોત જોતાંનો બેલ પડી ગયો ખબર જ ન રહી.જમવા ગયેલા.જમવાનુ પતાવી અમે પાછા સ્મૃતિભવન આવ્યા ગ્રુપ નંબર ત્રણનો એટલે કે અમારો વારો હતો પ્રાર્થનાનો.હિન્દી દિવસ હતો એટલે નિષાદ સરે પોતાના સ્વરમાં સરસ પ્રાર્થના ગવડાવી જેના શબ્દો હતાં મંગલ હો શુભ મંગલ હો....
લેખક શ્રી વિશાલભાઈ મહેમાન તરીકે આવ્યા તેમને જીવનના યાદગાર પ્રસંગો,
તેમના અભ્યાસ,અને સંઘર્ષમય જીવનની એક ઝલક સૌ સમક્ષ રજૂ કરી
તેમને એક એક પ્રસંગો ખુબ જ રમુજી અને સામેવાળા પ્રેક્ષકવર્ગ સમજી શકે તેવી સરળ અને સાદી ભાષામાં વર્ણવ્યા.વિશાલ સરના ગયા પછી.14-9-2021ની રાત્રી એ સણોસરામાં અંતિમ રાત્રી હતી.આ અંતિમ રાત્રીને યાદગાર બનાવવા અમે સૌ મન મુકી ગરબે રમ્યા.અમારે સવારે "દક્ષિણામૂર્તિ"અને"વિજ્ઞાન નગરી"ની મુલાકાત લેવા જવાનું હતું તો સવારે છ વાગે તૈયાર થઈ નાસ્તા માટે તૈયાર થવાનું હતું.અમે'પંચાયતી રાજ'જઈ થાકને આધીન હતા તો પથારીમાં બેસતાવેંત સુઈ ગયાં.સવારે ચાર વાગે ઉઠી,તૈયાર થઈ ગયા.છ વાગે અમે નાસ્તા માટે મેસમાં પહોંચી ગયા.નાસ્તો પતાવી
ગાર્ડન આગળ એકત્ર થયા.બે બેની ટુકડી બનાવવામાં આવી.
લક્ઝરીમાં બેસી ગયાં,હું ને મારી મિત્ર પૂજા ભાટિયા.
અમને એક ફોર્મ આપવામાં આવ્યું,"દક્ષિણા મૂર્તિ"અને "વિજ્ઞાનનગરી"માં તમે શું જોયું?તમે શું શીખ્યા?તે ફોર્મમાં જણાવ્યા મુજબ ભરવાનું હતું.અમે સૌ પ્રથમ "દક્ષિણામૂર્તિ"પહોંચ્યા.પ્રાર્થના,અભિનય,ધૂન,સંગીતના તાલ સાથે હળવી રમત કરવાની અમને ખુબ મજા પણ આવી અને મનોરંજનથી ભરપૂર લાગ્યું.નાની બકુલ,(2-3વર્ષના બાળકો માટે) મોટી બકૂલ,(4-5વર્ષના બાળકો માટે)પારીજાત (5-6વર્ષના બાળકો માટે હતી)ત્યાં બાળકોને ભણવાની સાથે સંગીત,અભિનય અને સંગીતના તાલ સાથે હળવી રમત,બાળકનો બૌદ્ધિક વિકાસ થાય તેવી રમતો રમાડવામાં આવે છે.નાના બાળકો પાણી પી શકે તે માટે નીચા નળની પણ વ્યવસ્થા કરેલી છે.નાના બાળકોનો ગણિતમાં પાયો મજબૂત થાય એ માટે 1,1લાખની ગણતરીવાળુ ટી.એલ.એમ.પઝલ થકી બાળકને શીખવવામાં આવે છે.સૌએ આ યાદગાર પળો કેમેરામાં કેદ કરી નાંખી.
પછી વિજ્ઞાન નગરી ગયાં,કેમેસ્ટ્રીલેબ,બાયોલોજી લેબ,ફિઝિક્સ લેબ,ગણિત લેબ,મ્યુઝિયમમા રહેલ વસ્તુ અને તે કેવી રીતે કાર્ય કરે છે,અને તે કેટલા વર્ષ જૂની છે તે અમે જાણ્યું
આકાશ દર્શન મેથ્સ જેવા જટિલ વિષયને સરળ કેવી રીતે બનાવી વિદ્યાર્થીઓને કેવી રીતે સમજાવી શકાય તે અમને શીખવા મળ્યું.
ત્યાં કેમેસ્ટ્રી અને ફિઝિક્સ ની લેબમાં અમને પ્રયોગના એક્સપરિમેન્ટ કરી શીખવવામાં આવ્યું.
વિજ્ઞાન અને ગણિત જેવા અઘરા વિષયોને સરળ બનાવી કેવી રીતે શીખવી શકાય એ અમને શીખવા મળ્યું,વિડીયો થકી પણ બેસ્ટ શિક્ષણ આપી શકાય એ અમે શીખ્યા.
ત્યાં અમે જે જે જોયું તેના ફોટો લીધા.મેં ડાયરીમાં નોંધ કરી,મારી મિત્ર પૂજાએ આ કામમાં મને ખુબ મદદ કરી હતી.મોહમ્મદભાઈએ તેમનો અનુભવ શેર કર્યો.શૈલેષભાઇ એ ખુબ સરસ રીતે અહેવાલ રજુ કર્યો.પછી અમને જમવા માટે મોકલવામાં આવ્યા.જમવાનુ પતાવી.ચાર દિવસમાં અમારા સંબંધો આત્મિયતા ભર્યા થઈ ગયેલા છૂટા તો નોહતુ પડવું પણ વિદાય અને મેળાપ તો ઇશ્વરને આધીન છે.એમાં આપણે કંઈ નથી કરી શક્યા ને ક્યારેય કંઈ નથી કરી શકવાના.સૌ આણંદ અને કઠલાલ વાળા મિત્રોને પ્રેમથી આવજો તો કહી દીધું પણ મનમાં તો એક એક ઝંખના સળવળતી હતી કે ફરી ક્યારેય મળીશું.એ પ્રશ્ન સાથે અમે ઉદાસ હૈયે છૂટા પડ્યા પણ યાદો હજી તાજી છે.
અમને આ પ્રવાસમાંથી ગ્રુપ વર્ક કેવી રીતે કરવું,કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની જાતને કેવી રીતે અનુકૂળ કરવી.સૌ સાથે હળીમળીને રહેવું,એકબીજાને મદદરૂપ થવું,આવનારા પડકારોને ઝીલી સરળતાથી તેનો સામનો કેવી રીતે કરવો?
કોઈ પણ અઘરી સમસ્યાઓને કેવી રીતે સોલ્વ કરી શકાય,આત્મ વિશ્વાસનું સ્તર કેવી રીતે વધારી શકાય, સ્ટેજ બાબતે રહેલો ડર તો જળમૂળથી જાણે ગાયબ જ થઈ ગયો.સૌને સાથે લઈ કામ કેવી રીતે સહકુશળ પુરુ કરી શકાય અમે એનો અભ્યાસ કર્યો.
"સમસ્યાઓ માણસથી મોટી નથી હોતી,પણ તેનામાં એવી તાકાત હોય છે કે ભરાડી હ્રદયવાળા માણસને પળભરમાં તોડી નાંખવાની તાકાત ધરાવે છે."
-શૈમી ઓઝા 'લફ્ઝ'
ટાઈમ પ્રમાણે કાર્યનું સંચાલન કરવું,તમારામાં રહેલી પ્રતિભાને કેવી રીતે વધુમાં વધુ મઠારી શકાય?એ વાત અમને આ પાંચ દિવસનો પ્રવાસ જીવનના બોધપાઠ,અને સંઘર્ષમય જીવનને સરળ બનાવતા મૂલ્યો શીખવી ગયો.એ વસ્તુ નોંધ કર્યા જેવી લાગી આ પ્રવાસમાં મારે ફોનમાં અલાર્મ નથી મૂકવું પડ્યું.
ત્યાં કુદરતના ખોળે રમવાનો અવસર અમને પ્રાપ્ત થયો,એ માટે ગુરુજનનો જેટલો પાર માનીએ એટલો ઓછો છે.
આ યાદગાર પ્રવાસ વધુ રોચક બનાવતી કાવ્યપંક્તિ...
"એ શું યાદગાર દિવસો હતા!
પરંતુ એ ક્ષણિક હતાં,અજાણ્યાથી શરૂ થયેલી સફર પોતિકામાં પરિણમી.
શરૂઆતમાં થયેલી નાનીમોટી બોલાચાલી,મિત્રતામાં ફેરવાઈ ગઈ.ખબર જ ન રહી.એ મીઠી બોલાચાલી પણ અવિસ્મરણીય યાદ બની રહી ગઈ....
પરંતુ દિલને એ અણસાર ક્યાં હતો,કે આટલો જલદી નાતો બંધાઈ જાશે!એ મિત્રો જીવનનો એક ભાગ બની જાશે તેવો....
અમે સણોસરા કોરી સ્લેટ બની ગયાં હતાં,ને કદી ન ભૂંસાય તેવું યાદરુપી લખાણ લઈ આવ્યા....
સૌ મિત્રો હવે ગ્રુપ માધ્યમથી
હાલચાલ પૂછી કામ ચલાવી
લઈએ છીએ,સૌ મિત્રોને ખુશ જોઈ ખુશી પોતાની શોધી
લઈએ છીએ.....
એ યાદગાર પળોમાં લઈ જાય એવું ટાઈમશીન મળી જાય જલસો પડી જાય....
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment