ડાયરી:અનુભવના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ
મુક્ત મને થયેલી વાતો
(જીવન વળાંક ભાગ:6)
હું પોતાની જાત માટે જીવવામાં વધુ માનુ છું,મારી સ્પર્ધા પોતાની જાત સાથે પોતાની જાતને વધુમાં વધુ કેવી રીતે અપડેટ કરી શકો,એવા પ્રયાસો મારા આજીવન રહેશે.મને સતત વિચારો ના સંપર્કમાં રહેવાની આદત છે.વિચારોની સાથે સતત મૈત્રી જો થઈ છે.હું અને સારા વિચારો ડાયરી અને પેન સ્માર્ટફોન આટલું મારી સાથે હોય એટલે ભયો ભયો...બીજું કંઈ ન જોઈએ,
એક મા પોતાના સંતાનને કેમ શીખવે કેમ પોતાના બાળકને ખરાબ રસ્તે ચાલતા રોકે તેવી જ ભૂમિકા મારા ટીચરોની રહી છે.હું હોસ્ટેલમાં હતી ત્યારે મમ્મીની કમી નથી થવા દીધી.કેમકે આપણી નિયત જો સારી હોય અને ઈશ્વર પર શ્રદ્ધા સાચી હોય તો કળીયુગમાં પણ ઇશ્વર મદદે આવે જ છે. પરમપિતા શિવજી અને મૈયા પાર્વતીજીએ મને પોતાના સંતાનની જેમ સાચવી છે.આગળ પણ સાચવતા રહે એવી અરજ હું એમનાં ચરણોમાં કરું છું.
દરેક સમયે મને સાથ સહકાર આપ્યો છે, કોણ કહે છે કે પ્રભુ નથી. કલીયુગમાં તો સાંભળો પ્રભુ પૈસા ભોગને બાધાઓ નહીં પરંતુ શ્રદ્ધા પર રિઝે છે,ઈશ્વર તમને આપે ત્યારે સઘળું આપે છે.તમને તમારા મહેનતનું ફળ જલ્દી મળી જાય છે. કળિયુગમાં યુગે યુગે નિયમો બદલાય છે.
પાપા શિવજી અને મૈયા પાર્વતીજી દરેક સમય અને દરેક પરિસ્થિતિમાં હું જેવી છું તેવો સહજ મારો સ્વીકાર કર્યો છે.એ એમની મહાનતા છે.માટે જ તો એમને પરમકૃપાળુ કહેવાય છે.
અમદાવાદમાં દોઢવર્ષ બહુ કપરા વિત્યા પછી,મેડમ અને ક્લાસરૂમમાં લોકો જોડે સારી એવી બનવા લાગી.પરંતુ મારું કુટુંબ જુનવાણી હોવાથી મતભેદો થતા રહ્યા છે,આગળની ખબર નથી કે શું થશે.તે પાપા શિવજીનો ન્યાય મંજૂર.
અભ્યાસથી લઈ દરેક પરિસ્થિતિમાં તેમને મારો સાથ આપ્યો છે,અને આગળ પણ આપશે,પરંતુ જાત મહેનત જીંદાબાદ પોતાની જાતને એટલી બધી એટલી મજબૂત કરવી કે ક્યારેક કોઈ ઉપર આશ્રિત ન રહેવું પડે.રાહ બહુ મુશ્કેલ હોય પણ મન જો દ્રઢ મનોબળવાળુ હોય તો કોઈ તાકાત તમને રોકી શકતી નથી આગળ વધતા.તમે ગપ્પાં મારી ટાઈમ વેસ્ટ કરો એનાં કરતાં તમારામાં ઉંડા ઉતરશો તો પણ ઘણો સુધારો આવશે તો એ તમને જ ઉપયોગી થશે,આ બાબત મેં
જીવનના વળાંકમાંથી શીખ્યું છે.અમદાવાદમાં પહેલીવાર ગયેલી ત્યાંનુ વાતાવરણમાં સેટ થતાં વાર થયેલી,ત્યાંના વાતાવરણમાં પોતાની જાતને ઢાળવીએ મારા માટે ખુબ મુશ્કેલ હતી,પણ અશક્ય નથી.માણસને જીવનમાં કંઈ મેળવું હોય તો વિનમ્રતા કેળવવી જ પડે છે,વિનમ્રતા વગર બધું જ અધુરુ છે,કોઈ માણસ પુર્ણ નથી હોતો અધુરપ દરેકમાં વત્તેઓછે અંશે જ હોય છે.તમે કોઈમાં શું શોધો છો એ તમારા ઉપર લાગુ પડે છે. લોકો છે તેમના મોઢે ગરણુ થોડી બંધાશે આપણાથી દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને પાણીની જેમ ઢાળવી એ પાણી પાસે શીખવા જેવી બાબત છે. મેં પણ નવા વાતાવરણમાં પોતાની જાતને ધીરે ઢાળવા પ્રયત્ન કર્યો.
પરંતુ નસીબ તો જૂઓ અચાનક આવેલુ અણધાર્યું લોકડાઉન અને ભણવાનું પુરુ થઈ ગયેલું.
પણ હવે ઈચ્છા કંઈ એમ થાય છે કે અમદાવાદ જ ચાલી જાવ.એક મોકાની તલાશમાં છું.ક્યારે મોકો મળે...લોકોના સ્વભાવને ઓળખતા ઓળખતાં આખીય જીંદગી વિતિ જાય છે.છતાંય કંઈ હાથ નથી આવતું.મને આ બાબત અમદાવાદથી શીખી.
સમયનું તો શું,એતો ઘડીકમાં સરકી જાય છે.પણ હવે અફસોસ કરવાનો કોઈ અર્થ નથી નવી ઘોડીએ નવો દાવ.હવે જીવન કેવો ખેલ રચે એની ઉપર હવે આધાર છે.
હવે મળીશું નવા અનુભવ સાથે...
Comments
Post a Comment