ડાયરી:અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ...
મુક્ત મને થયેલી વાતો
જીવન વળાંક ભાગ;12
મારી પ્યારી ભાવુ...તને શું કહું... હુ એ દિવસે એટલી ખુશ હતી,પણ પાપા શિવને હું ખુબ યાદ કરતી હતી,કાશ પાપા હોત તો સારું હતું,પણ પોતાની જાતને ખુબ મુશ્કેલથી કંટ્રોલ કરેલી, પાપા શિવજી દેવત્વની મર્યાદાથી બંધાયેલા છે તો એ શક્ય નથી એમના પ્રતિરુપી રુદ્રાક્ષ તો ધારણ કરેલો હતો.એટલે મને કોઈ જ ભય નોહતો,કે ન એવા કોઈ ખરાબ રસ્તાનો ડર.
ત્યા નિયમ એવો હતો કે ગ્રીન જ્વેલરી કે કપડાં કે કંઈ ગ્રીન ન રાખવું સાથે ખબર જ રહી મેં ઉતાવળમા હું ગ્રીન નેકલેસ પહેરી નિકળી જ ગઈ.પણ બસમાં બેઠા પછી ખબર પડી.પણ પછી થઈ શું શકે?
સરખેજની બસમાં બેઠી એરિયા નવો અનુભવ નવો મનમાં ગભરાટ હતી,રસ્તામાં ચંપલે પણ મારો સાથ છોડેલો હું તો ચાલતી હાંફતી સ્ટુડિયો પહોંચી.એક વડીલ કહે બેન તમે પહેલાં મેકઅપ રુમમાં પહોંચી જાવ,
મને લાગ્યું કે સર જોક કરતાં હશે પણ સાચે પહેલાં મેકઅપ રુમમાં પહોંચી મેકઅપ કરાવ્યો.ત્યારે એવું લાગતું હતું કે કોઈ ફિલ્મના શુટિંગ માટે ન આવ્યા હોય તેવો આભાસ થતો હતો!☺️મેકઅપ કરાવ્યા પછી હું કવિશ્રી શૈલેષસરને મળી,પહેલાં સર બહુ સ્ટ્રીક લાગ્યા.ભાવનાબેન,હેતલબા,તેમના ભાઈ જે પોલીસખાતામાં ફરજ બજાવે છે,એમનાં પાસે મને ઘણું જાણવા શીખવા મળ્યું.દિનેશભાઈ નાયક હિમાસુભાઈને મળવાનું રહી ગયું એનો પારાવાર અફસોસ છે.
પણ મનમાં તૈયારી ને લગતી ખુબ ચિંતા હતી કે કેવું થશે,પણ સિનિયરને જોઈ થોડી હિંમત આવી કે ન હું કરી જ શકીશ.
પછી કાવ્ય પઠનનો વારો આવ્યો,મનમાં થતું હતું કે થશે! પણ શૈલેષસરે ક્યાં શું કરવું એ શીખવ્યું એટલે પછી કોઈ કઠીનાઈ ન રહી.
મારાથી થાય એવો સરસ પ્રયાસ કર્યો એનો આનંદ છે,કાવ્યપઠન પુરુ થઈ ગયા પછી યાદગીરી રુપે ફોટો સેસન પણ કરેલું ફરી સૌ મિત્રો ક્યારે મળીએ.મારી સખી રસુ પણ મારી ખુશીમાં ખુશ. હતી હું બહુ લકી છું, કે મને પિન્કી મા જેવા પ્રેમાળ મમ્મા મળ્યા ને રસુ જેવી જે મારા સુખમાં સુખીને મારા દુઃખમાં દુઃખી વ્હાલી સખી મળી મને.સતત ગ્રુમ કરતાં રહ્યા છે અને રહેશે એવી સહઆશા
બીજા જ્યાં ભુલ થાય ત્યાં મારો જોક કરવાની જગ્યાએ મારું ધ્યાન દોરે એવા વ્હાલા કવિ વડીલો જે મિત્રોરુપે મળ્યા.
ઘરે જવા નિકળી ત્યારે પાપા કેમ પોતાની દિકરીને પુછે એમ સરે પણ મને પુછ્યું બેટા કેવું રહ્યું ?સર આપના આશીર્વાદથી મેં બેસ્ટ પ્રયાસ કર્યો.કોઈ આપણને સપોર્ટ ,આગળ વધવા સતત મોટીવેટ કરે એમનો અહેસાન જીવનભર ન ભુલવો.કેમકે આ ઈશ્વરે મોકલેલા હરતા ફરતાં દેવદૂત છે,જે બહુ હાર્ડવર્ક અને પુણ્યોથી આપના જીવનમાં આવતાં હોય છે.
મારી વ્હાલી ભાવુ...
તને ખબર નથી કે મને પાપા શિવે સાહિત્યના કયા સ્ટેશને પહોંચાડી વ્હાલી.
આજે જો હું વધુ બોલીશ તો ભાવુ રડવા પર કાબુ નહીં રહે ડિયર બાકી કાલે મળીશું નવા અનુભવ સાથે તુ મસ્ત રહેજે મજામાં રહેજે...
Comments
Post a Comment