કાવ્ય:આત્મનિર્ભર નારી
આત્મનિર્ભર નારી...
..............
યુગ બદલાયો,જમાનો બદલાયો,દરેક ક્ષેત્રે સ્ત્રી શક્તિએ પોતાની આગવી પ્રતિભાનો પરિચય કરાવ્યો છે,આત્મનિર્ભર નારી નથી કોઈ પર ભારી,સંકટ સમયની યોધ્ધા છે,આત્મનિર્ભર નારી
લાગે સૌને દુલારી...
છતાંય દિકરીના અવતરણ બાબતે આ સમાજના વિચારો છે કેમ ખાટા,દરેક પુરુષોની સફળતા પાછળ તુ રહી છે,બસ હવે બહુ થયું ,
પોતાના ધ્યેય પ્રત્યે સજાગ બનો,સ્ત્રી પુરુષ એકસમાન આ સ્લોગન ને ખરા અર્થમાં સાચું કરી બતાવ જા તને તક ઈનામમાં
તુ નથી બિચારી,બાપડી
જાગ નાર જાગ મંજીલ
તારી રાહ જોઈ બેઠી છે.
ઉઠ,જાગ પોતાના લક્ષ્ય
પ્રત્યે સજાગતા લાવ,
બીજા માટે ખુબ કર્યું,
હવે પોતાની માટે જીવી લે.
સમાજ હંમેશા તને દયામણી નજરે જોતો આવ્યો છે,ચાલ એક કદમ તુ ઉઠાવ,તને ઉડવા માટે
આકાશ ઈનામ છે,21મી સદી છે સ્પર્ધાની,ચાલ તારુ એક કદમ ઉઠાવ,
હવે આવનાર જમાનાની તુ રાણી,તો પછી ન કર પાછી પાની.
માર મેદાન દુનિયા કરી લે
મુઠ્ઠીમાં,કલ્પના ચાવડા,ઈન્દિરા ગાંધી, રવિના તંડન આ નામ સ્ત્રી સમાજને ગૌરવ અપાવે,તુ કંઈક એવા કરી બતાવ કામ આ ગૌરવંતી યાદીમાં તારું નામ પણ સામેલ થાય,છોડ બધી પરોજણ,જ્યારે સખ્ત મહેનતની વાત તો બતાવી દે તુ નથી કોઈથી કમ,એકવાર નામ તમારુ ઉંચુ હશે,પોતાની મહેનત,લગન સાચી હશે,બેન્ક બેલેન્સ હશે તારા ખાતામાં તો સમાજમાં તને,માન પાન ને સ્થાન મળશે મફતમાં,
શરૂઆત કઠીન હોય છે,
માની લીધું,પણ એટલુંય કઠીન નથી,અશક્ય શબ્દ ભૂસી નાંખ તારા શબ્દકોષમાં,જો પછી. રસ્તે આડે આવતા દુઃખ તકલીફ પણ કેવા મજાના લાગે છે.જીવનમાં
મનમાં જોશને કંઈ કરવાની તમન્ના સદાય દિલમાં સળવતી રાખજે,ચાલ સફળતા તને ઈનામમાં
શૈમી ઓઝા "લફ્ઝ"
સ્વરચિત રચનાની બાંહેધરી આપું છું.
Comments
Post a Comment