ડોક્ટર દિવસ નિમિત્તે
આ જગત કોરાનાથી પીડાયુ,
ત્યારે સાથ આપનો મળ્યો,
આખો દેશ ત્રાહીમામ પૂકારે,
ત્યારે આપ ઢાલ બની ઉભા રહ્યા,
સૌની જીવન ડોર છે,આપના હાથે,
આપને સૌ લોકો ઇશ્વરનું રુપ માનતા,
કોરાનાકાળે લોકોની હિંમત બન્યા,
લોકોએ કપરાકાળે ઇશ્વર તમારામાં શોધ્યો,
અમને સમજ ન આવ્યું ઈશ્વરને માન
આપવાનો એક દિવસ શું કામ હોઈ શકે?
ક્યારે લોકો આપનુ મહ્ત્વ સમજતા થાશે,
દર્દી જ્યારે હારી શરણે આપની આવે,
પોતાનું પીડીત કુટુંબીજન આપને શોપે છે?
આપ આપના પ્રયાસ થકી એક કુટુંબને
વિખરતુ અટકાવો છો,દર્દીને મૃત પથારીમાંથી
સજીવન કરતા ઇશ્વર સમાન ડોકટરને
કોટી કોટી વંદન....
🖋️ રચનાકારનું નામ:શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment