વાર્તા:સપનાં ને ફૂટી પાંખો
સપનાંને ફૂટી પાંખો...
સામાજિક સત્યઘટના ઉપર આધારિત....
આલિયા સ્વતંત્ર વિચારો ધરાવતી છોકરી હતી. હતી,આલિયા દેખાવમાં કંઈ ખાસ નોહતી લાગતી પણ એની સેન્સ ઓફ હ્યુમર બહુ સારી હતી,ને અભ્યાસની સાથે સાથે એક્સ્ટ્રા એક્ટીવીટીમાં પણ અવ્વલ હતી
તેની સોસાયટીની શાન હતી,લોકો તેને ખુબ પ્રેમ કરતાં,પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે!!!આલિયા હવે મોટી થઈ ગઈ.આલિયા બહુ મહત્વકાંક્ષી છોકરી હતી.તેને ખુબ આગળ વધવું હતું,પણ આલિયાના ઘરની પરિસ્થિતિ ખુબ વીક હતી.આલિયાનો એક ભાઈ હતો,એટલે આલિયાના મમ્મી પપ્પા રુઢીવાદી વિચારોથી ઘેરાયેલા હતાં,આલિયા પાછળ એક રૂપિયો ખર્ચવા નોહતા માંગતા,તેઓ માનતાં હતાં કે,"દિકરી પાછળ પૈસા શું કામ ખર્ચવાના,જો છોકરી વધુ ભણે તો જાતિમાંથી છોકરો શોધવામાં તકલીફ પડે,છોકરીઓનું જોણ વધી જાય.અને જો દિકરા પાછળ ખર્ચશુ તો કામ આવશે,કેમકે તે કુળનો વારસ છે"આવી રુઢીવાદી વિચારધારામાં ઘરનાં વડીલોની હતી,ને આ વિચારધારા આલિયા માતા પિતાને વારસામાં મળી હતી.આલિયાના દાદા દાદી ઘરનાં મોભી હતાં,ઘરનાં બધાં જ સારા ખોટા નિર્ણયો એ જ લેતાં,જેટલો આલિયાના ભાઈ પાછળ ખર્ચ કરવામાં આવતો એનો અડધોય ખર્ચ આલિયા પાછળ નોહતો કરવામાં આવતો,આલિયાને સારું ઠેકાણું મળે એ માટે થોડું ઘણું ભણી લે એ માટે તેને ભણવા મોકલવાનું નક્કી કર્યું. તેને ગર્લ્સ સ્કૂલમાં મુકવાનો આગ્રહ વધુ રાખવામાં આવ્યો.તેના પપ્પા કારખાને જાય તો સાથે
તો આલિયાને લેવા મુકવા આવતાં.
દાદી સવિતા બહેન કહે "હાઈસ્કૂલ સુધી ભણી રહી,આપણી આલિ.હાઈસ્કૂલ સુધી ભણી એટલું બવ સ.એના માટે ઠેકાણું ક્યારેય હોધવાનુ સ."
સવિતાબહેન ભવિષ્યના સપનાં સજાવતા કહે" મારો એક હબરખો મનમાં આલી અને વિહાના છોકરાં રમાડી મારે પરધામ જાવું..."ત્યાં જ વિશ્મય દાદીની મજાક ઉડાડતા કહેવા લાગ્યો"દાદી આલી...નહીં આલિયા અને આ શું વિહો વિહો કરે વિશ્મય નામ છે મારું, આલિયાદીદીને ભણવા દે,આજકાલ દરેક ક્ષેત્રે છોકરીઓ આગળ છે,વિશ્મય દાદીના કાન આગળ જઈ બોલે છે કે..
એ દાદી કહું છું સાંભળે છે,નથી આ તારી બીજી ત્રીજી સદી બહાર નિકળી જો દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ.
પોતાના પૌત્રની વાત સાંભળી દાદી હેબતાઈ જાય પણ પૂત્રમોહ બહુ બૂરી બલા છે,જે ભલભલાને ભાન ભુલાવી દે છે,દાદી વિશ્મયને લાડ લડાવતા ન થાકતી. દિકરા વિશ્મયનો ગુસ્સો આલિયા ઉપર ગુસ્સો ઉતારતા કહે
"હાય...હાય...મુઈ...તું તો છોડી છે,કે વેરી?મન તો એ નથ સમજાતું મારા પૌત્રને દાદી વિરુદ્ધ કરી નાંખ્યો હવે તારા દિલને ટાઢક પડી ન.તો ચુપચાપ કામ કર."
દાદીનો બફાટ જોઈ વિશ્મય અકડાઈ જાય છે,તે પોતાની બહેન વિશે આવા કટુ વાક્યો સહન નથી કરી શકતો,તે ગુસ્સામાં દાદીને જે તે બોલી બેસે છે,
વિશ્મય કહે,"દાદી આ શું તમે મંડાઈ પડ્યા છો,આલિયા કશું જ બોલતી નથી એટલે એનો મતલબ એવો કે આખો દિવસ તમે એને વઢે રાખો.અને આલિયા આગળ ભણવા માંગે તો તમને શું વાંધો છે?
મને તો એ નથી સમજાતું.વિશ્મય વધુમાં કહે છે,દાદી જમાનો બદલાઈ ગયો પણ તમારા જેવા જડબુદ્ધિનાં લોકો ક્યારે બદલાશે!
આલિયા વિશ્મયને પ્રેમથી સમજાવતા કહે,"ભૈલુ દાદી વડીલ છે આમ ન કહેવાય,ચાલ માફી માંગ,મને વચન આપ કે મારા કારણે તું પરિવારના કોઇ સભ્યો જોડે ઝગડો નહીં કરે."
ત્યાં જ સવિતાબહેન અકડાઈ બોલ્યાં" તું હુ કામ ચ્યારની વાતની ધતંગ કરે જાય સ.આ તે જ આને ચડાવેલો છે,નહીં તો મારો ફૂલ જેવો સિયો પોતાની દાદી જોડે આમ ન વર્તે તને કહું છું.
આલિયા આગળ ભણવા માંગતી હતી.પણ મમ્મી પપ્પાનો કોઈ સપોર્ટ નો'હતો.
આલિયા ઉદાસ હતી,બહેનને આમ ઉદાસ જોઈ,વિશ્મય કહે "બહેન તુ ઉદાસ ન થઈશ....ભગવાન સમસ્યાઓ આપે છે તો સામે લડવાની શક્તિ પણ આપે છે,દરેક સમસ્યાઓનુ સમાધાન હોય જ છે.તારી સમસ્યાનો પણ કંઈક હલ નિકળશે,બહેન તું ચિંતા ન કર.."
આલિયાનો ખોવાયેલો આત્મવિશ્વાસ ફરી જાગ્યો.
ત્યાં જ આલિયાના પિતા કૃષ્ણકાંત બે ભાઈબહેન વચ્ચેના વાર્તા લાભમાં વચ્ચે બોલતાં કહે"એ...આ...શું નાટક માંડ્યુ છે.તમે બેઉ એ....આલિયાને જો અહીં રહેવું હોય તો દાદા દાદી વાતનું માન રાખવું પડશે,વડીલોની વાતનું માન રાખવું પડશે નહીં તો આ ઘરના દરવાજા એના માટે ખુલ્લા છે,અને તને પણ જો એના માટે દયા આવતી હોય તો તું પણ બહેનની સાથે નિકળી જા,અમે સમજશુ કે અમારો દિકરો મરી ગયો.
આ સાંભળી આલિયા આક્રોશ સાથે કહે"પપ્પા બસ કરો તમને ભુલ મારી લાગતી હોય તો મને બોલો પણ આમાં ભાઈને કંઈ ન કહો.કેમકે આમાં ભાઈનો તો કોઈ વાંક જ નથી.એટલે આમાં ભાઈને કંઈ ન બોલશો પપ્પા મહેરબાની કરીને."
આલિયાના પિતા કૃષ્ણકાંતમાં પણ તાકાત નોહતી,કે માતા પિતાની વાતનો વિરોધ કરી શકે.કેમકે એ ઘર દાદા તેમનાં પિતાના નામે કરી ગયા હતાં,કૃષ્ણકાંતભાઈ
ની કાઈ એવી ખાસ નોકરી નોહતી કે તે માં બાપથી જુદા રહી પરિવારનું ગુજરાન ચલાવી શકે,કૃષ્ણકાંતભાઈ અને સૂર્યાબહેન ચાહકર પણ કંઈ કરી શકે તેમ નોહતા.
આલિયાનો ભાઈ વિશ્મય ખુબ સમજદાર હતો,એ પોતાની બહેનની મદદ કરવા તત્પર રહેતો.વિશ્મય પ્રેમથી આલિયાને કહે" દીદી મારી પાસે એક આઈડિયા છે.
તમને ઈન્ટરનેટ ફાવે છે..
આલિયા કહે "હા ભૈલુ... "
વિશ્મય આ સાંભળી ખુબ ખુશ થાય છે,તેના આનંદનું કંઈ ઠેકાણું રહેતું નથી,તે કહે કે "તો તો દીદી તમારું કામ થઈ ગયું સમજો.તમારા માટે કોસ્મિક અને હેન્ડીક્રાફ્ટનો ઓનલાઈન બિઝનેસ ખુબ યોગ્ય રહેશે ન કોઈ પૈસાનું જોખમ કે ન કંઈ ઝંઝટ અને હા દીદી મને નાનો એટલે બાળક ન સમજતાં મારી ઓળખાણ ઘણાં બધાં સાથે છે."કોઈને કહી તને કંપનીમાં સેટ કરાવી દઈશ,તું પાર્ટ ટાઈમ જોબ પણ કરજે.જેથી ભણવાનો અને તારા કપડાં લત્તા નો ખર્ચો નિકળી શકે.અને વધુમાં કહે અને મને શું આપે.
આલિયા કહે."તું કહે તે આપે ભૈલુ."
વિશ્મય આલિયાને હિંમત આપતાં કહે "હું ભગવાનને પ્રાર્થના કરીશ તું દીદી જલ્દી નોકરી એ લાગે અને ભગવાન આ જડબુધ્ધીના લોકોને થોડી બુદ્ધિ આપે."
આલિયા વિશ્મય ને પ્રેમથી સમજાવતા કહે ભૈલુ આવુ ન બોલાય હું તો લગ્ન કરી બીજા ઘરે ચાલી
જઈશ પણ તારે અહીં રહેવાનું છે.હું નથી ઈચ્છતી કે મારો બદલો તારી જોડે લે કોઈ માટે તું એવું કંઈ જ નહીં કરે એ વાતનું મને વચન આપ.
વિશ્મય કહે"હા.દીદી હું તને વચન આપું છું કે એવું કંઈ જ નહીં કરું કે જેથી મારા વર્તનનો બદલો આ લોકો તારી જોડે લે.
આલિયા કહે "ભૈલુ આ કામ થશે તો કેવી રીતે થશે?મને નોકરી તો મળશે ને મને!!!
વિશ્મય આલિયાને કહે દીદી ચિંતા શું કામ કરે!!તારો ભાઈ છે ને તારી સાથે શરુઆતમાં ખુબ મુશ્કેલી આવશે પણ તું જરાય ગભરાતી નહીં તું ભણવા અને કામમાં ધ્યાન રાખજે.પપ્પાએ મને ફોન અપાયો હતો પપ્પાએ એમાં તું તારું અલગ આઈડી બનાવજે.પછી જો તારું કામ કેટલું આસાન બની જાય છે.
આલિયાએ હિંમત હારવાને બદલે પોતાના શોખ પુરા કરવા ઘરમાં છુપાવી પાર્ટ ટાઈમ જોબ કરતી હતી અને ભણવાનો ખર્ચ ઓનલાઈન બિઝનેસ કરતી હતી,આડોશ પાડોશના લોકોએ આલિયાને ભણાવવાની જવાબદારી પોતાની ઉપર લીધી,પણ આલિયાએ આડોશી પાડોશીઓને વિનંતી કરતાં કહ્યુ ,
"તમારો ખુબ જ આભાર પણ હું નહીં લઈ શકું કેમકે હું એટલા પૈસા કમાઈ લઉ છું, કે એમાંથી મારો ભણવાનો અને અંગત ખર્ચ પણ નિકળતાય પૈસા વધે છે.જ્યારે જરૂર પડશે ત્યારે તમને હું કહીશ...તમને સૌને હું હાથ જોડી વિનંતી કરું છું કે,ઘરે વાત ન કરતાં નહીં તો મારું કામ અને ભણવાનુ કાયમ માટે બંધ થઈ જશે.."
આમને આમ સમય વિતતો ગયો.દિવાળીનો દિવસ આવ્યો,સવિતાબહેન અને સુર્યાબહેન દિવાળી કામ કરી રહ્યા હતા તો આલિયાના કબાટમાંથી નવા કપડાં અને કેટલીક ચોપડીઓ જોઈ,તેમના મનમાં કેટલાય નકારાત્મક વિચારો ઘર કરી ગયાં.એક દિવસ આલિયાને જે વાતનો ડર મનમાં રહેતો હતો તે જ આજે બન્યું,ત્યાં જ તો સુર્યાબહેને કડકાઈથી પુછપરછ શરુ કરી દીધી,આલિયા તું સાચું કહે "કોઈ અવડા ધંધા તો નથી કરતી ને ?આ વસ્તુ ક્યાંથી આવીત્યારે નાનકડો વિશ્મય કહેવા લાગ્યો
"મમ્મી આટલી વસ્તુમાં શું તું કાગ નો વાઘ કરે મેં આપી હતી.બહેનને ગઈ ભાઈબીજે અને રક્ષાબંધને આપી હતી.એમાં મમ્મી આટલું બધું શું વાતનું વતેસર કરે જાય છે."
ત્યાં જ દાદી સવિતાબહેન ટાપસી પૂરતાં કહે" તુ બંધ થઈ જા વિશ્મય તુય ઓની જોડે રહી બગડતો જાય છે.તન પણ હવે સીધો કરવો પડહે."
પણ એ પહેલાં આનું જેમતેમ કરી ઠેકાણું પાડવું જ પડશે નહીં તો આતો આપણાં હોળાભોળા વિહાને પણ બગાડહે."
વિશ્મય ગુસ્સે થઈ કહે...એ દાદીમાં...તારા જડ મગજમાં ઉતરતું કેમ નથી?મારું નામ વિશ્મય છે.આ વિહો વિહો શું કરે છે?
આમને આમ બે વર્ષ વીતી ગયાં આલિયાને નોકરી અને ઓનલાઈન બિઝનેસમાં સારી એવી ફાવટ આવી ગઈ,
અને ભણવામાં પણ સારો એવો દેખાવ કર્યો,પણ આલિયાના દાદી સવિતાબહેનને આલિયાની પ્રગતિ જોઈને કેમ કરતાંય ન ચૈન ન પડ્યું.
આલિયા હવે છોકરીમાંથી યુવતી બની ગઈ,પણ આલિયાને ખુબ આગળ વધવું હતું, એના ભાઈ વિશ્મયે આલિયાને આગળ વધવા ખુબ મદદ કરી હતી.પણ વિશ્મય નાનો હતો,એટલે આલિયાને લગ્ન માટે દબાણ વધવા લાગ્યું.
વિશ્મય આલિયાને કાનમાં કહે"દીદી મેં આજે
મારી પીગી બેન્ક તોડી છે..."
આલિયા કહે,"અરે...વાહ ભૈલુ"આતો ખુબ
સરસ વાત કહેવાય.
વિશ્મય માથે હાથ મૂકી કહે "અરે...દીદી,તું નથી સમજી રહી કે હું તને શું કહી રહ્યો છું તે...જો મારી વાત ધ્યાનથી સાંભળ.
આલિયા કહે,"તું કહે તો સાંભળુને ભૈલુ"
મને તો કંઈ વાત સમજ નથી આવતી,કંઈ સમજાય એવું બોલ.તું શું કહે છે મને કંઈ જ સમજ નથી આવતું."
નિખીલ તેને અગત્યની વાત જણાવતાં કહે, આલિયા મારી પીગી બેન્કમાંથી બે હજાર નિકળ્યા છે,અને જે તું અત્યાર સુધી કમાઈ છે,એ લઈ તુ અહીંથી ભાગી જા નહીં તો દીદી તારી જીંદગી જોખમમાં મુકાઈ જશે.
આલિયા તેનાં ભાઈ વિશ્મયને પ્રેમથી સમજાવે છે કે"ભૈલુ સાચી વીરતા જીવનમાં આવતી મુશ્કેલીઓથી હારીને ભાગવામાં નથી પણ મુશ્કેલીઓનો સામનો કરવામાં છે.માટે ભૈલુ તું ડરીશ નહીં નિશ્ચિત થઈ જા."
વિશ્મય ગુસ્સે થઈ કહે "અરે...દીદી તુ સમજતી કેમ નથી.આ સમય વીરતા દેખાડવાનો નથી,બુદ્ધિથી કામ લે તું અહીં રહીશ તો દાદી દાદા તારી જીંદગી બરબાદ કરી નાંખશે.દીદી તું હોસ્ટેલમાં રહીને ભણજે...તું આવેલી તક આમ ગુમાવીશ નહીં નહીં તો ખુબ પછતાઈશ,કેમકે આવાં મોકા વારંવાર ન આવે,તુ લાભ લઈ
લે દીદી...હું તને હાથ જોડી રહ્યો છું તું સમજ મારી વાત.
આલિયા ચિંતિત થઈ ગયેલાં વિશ્મયને શાંત પાડતાં કહે"તું ખોટી ચિંતા કરે છે,મને એવું કંઈ જ નહીં થાય ભૈલુ...
વિશ્મય કહે "એ...બહેન...આલિયા આજે તને શુ થઈ ગયું છે,તું કેમ આવું કરે છે, દેખ દીદી પાગલપન છોડ...તું ઘર છોડી જવા તૈયાર થઈ જા.મેં પપ્પાને વાત કરતાં સાંભળ્યા છે,કે કાલે છોકરાવાળા આવવાના છે.
એ છોકરો મોટો ભદ્દો લાગે છે,નથી સરખું ભણેલો મેં જોયો છે એ છોકરાનો ફોટો અને બાયોડેટા છતાંય દાદા દાદી જીદ્દ ઉપર અટક્યા છે,એની જોડે તારા લગ્ન કરાવવા માટે
એટલે દીદી હું તારી જીંદગી બરબાદ નહીં થવા દઉ.બહેન તું જલ્દી ચેતી જા એટલું તારા માટે સારું છે,પછી તો હું પણ તારી કંઈ જ મદદ નહીં કરી શકું માટે તું આ મોકો તારા હાથમાંથી ન જાવા ન દઈશ.
આલિયા કહે "ભૈલુ હું એટલી સ્વાર્થી ન બની શકું કે મારા મોજશોખ ખાતર તને મુશ્કેલીમાં મૂકીને જવો આમ યોગ્ય નથી,ભૈલુ હું એવી સ્વાર્થી ન બનું,ભગવાને મુસીબત આપી છે તો લડવાની ક્ષમતા પણ આપશે."
વિશ્મય કહે "દીદી ભગવાને બતાવેલા રસ્તાને સમજ.આ વિચારવાનો સમય હવે નિકળી ગયો છે,કેમકે છોકરાવાળા આવશે તો તને એવી રીતે ફસાવવામાં આવશે કે તું ચાહકર પણ ના નહીં કહી શકે.એટલે તું નિકળી જા હું તો આ ઘરનો ચિરાગ છું, કુલદિપક છું મારી ઉપર કોઈ નહીં ખિજાય,પણ તારું જીવવું મુશ્કેલ બની જશે,તને આપણાં ભાઈ બહેનના સબંધના સોગંધ છે."
તું જા...દીદી..."
આલિયા તેના ભાઈ વિશ્મયની વાતનું માન રાખવા રાતો રાત ભાગી તો જાય છે,પણ તે હોસ્ટેલમાં નહીં પોલીસ સ્ટેશનમાં જાય છે,તે પોતાના અને નાના ભાઈ વિશ્મય માટે પોલીસ પ્રોટેક્શન માંગે છે.પોલીસ ઓફિસર તેને સમજાવતાં કહે,અમે તારી ફરિયાદ તો નોંધીયે,પણ તારે અમને સબૂત આપવા ત્યાં પાછું જવું પડશે,તો જ અમે અપરાધીઓને રંગે હાથ પકડી શકશુ,આ માટે તમારે તમારા ઘરે જાવું પડશે બહેન જરાય પણ ગભરાતા નહીં તમને બેઉને કોઈ આંચ નહીં આવે,એની અમે તમને ગેરંટી આપીએ.
આલિયા ઘરે આવી ત્યારે વિશ્મય ગુસ્સે થઈ કહે "દીદી તું જાણી જોઈ કુવામાં પડવા માંગે છે તો પડ.હવે કશું જ નહીં થઈ શકે તારું,ખબર નહીં તારું હવે શું થશે ભગવાન જાણે, તે તારા નસીબનો દરવાજો જાતે જ બંધ કર્યો છે,હવે તને ભગવાન જ ઉગારી શકશે તને..."
સવાર પડી ગઈ,દાદી અને મમ્મીએ આલિયાને તાલિમ આપવાનું શરૂ કર્યું કે છોકરા સામે કેવી રીતે વર્તવું,પછી છેલ્લેએ પણ કહેવામાં આવ્યું કે"એ...છોડી અમારી નાક ન કપાવતી,નહીં તો તારી ખેર નહીં,અમે કહીએ એમ જ કરજે આવા ઠેકાણા વાર વાર નહીં મળતાં"
આલિયાએ મૌન ધારણ કર્યું તે બધું જ રેકોર્ડિંગ પોલીસ સ્ટેશનમાં મોકલતી હતી.બપોરે કહ્યા મૂજબ છોકરાવાળા આવ્યા એટલે આલિયાએ વિડિયો સહિત પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યું.
પોલીસ મોકલેલી લોકેશન ઉપર આવી પહોંચી,પોલીસને જોઈ આલિયાનો પરિવાર ઢીલો પડી ગયો,"ઈન્સપેક્ટર તમે અહીં શું કામ આવ્યાં આવો...આવો...આજે દિકરીની સગાઈ છે તો તમે પણ સામિલ થાવ...પોલીસ ઓફિસર કહે "કોન્સ્ટેબલ આમને પકડી લો,આમને બહુ શોખ છે કોઇના જબરજસ્તીથી લગ્ન કરાવવાનો તો જેલમાં આ વિધી રશ્મો નિભાવે રાખશે સાચું ને.પાડોશીઓ પણ કહેવા લાગ્યા કે આ લોકો આલિયાને ખુબ માનસિક ત્રાસ આપતાં હતા,પણ આલિયા ખુબ ડાહી અને સમજદાર છે,જે આટલી નાની ઉંમરે આટલો સંઘર્ષ કરે છે.આલિયા છોકરી છે તો એને આ લોકો એની સાથે ઓરમાયુ વર્તન કરે છે,અમે પણ સમજાવ્યા પણ કંઈ ફરક ન પડ્યો,અમને કહેતા કે સૌ પોતપોતાના ઘરની સંભાળ લો તો સારું છે.
હવે ચાલો દાદા દાદી,ભાઈ ભાભી અને છોકરાવાળાઓ જેલમાં રીત રિવાજ નિભાવજો.આટલું કહી કોન્સ્ટેબલ સૌના હાથમાં હાથકડી બાંધી જેલમાં લઈ જવાની તૈયારી કરે છે.પોલીસ ઓફિસર નાનકડા વિશ્મયને કહે "બેટા તને કંઈ જ નહીં થાય,તે તો આટલી નાની ઉંમરે બહેનની મદદ કરી છે,તેને હિંમત આપી છે,તને તો અમે પુરસ્કાર આપશું નાની ઉંમરના એન્ટરપિનિયર તરીકેનો...વિશ્મય ના આનંદનો કોઈ પાર રહેતો નથી.
નાનકડો વિશ્મય કહે "જોઈ લીધું ને... દાદા દાદી મમ્મી પપ્પા કુકર્મોનુ પરિણામ,આને કહેવાય કુદરતની લાઠીમાં અવાજ ન હોય, તમને હલાવી નાંખે,તમે આના જ લાયક છો.મમ્મી પપ્પા તમે તો અમારા હતાં ને દીદીને સમજવા અને સહકાર આપવાને બદલે તમે તમારો સ્વાર્થ સાધ્યો એનું પરિણામ તમારી નજર સમક્ષ છે જ,"વાવો તમે બાવળિયા તો કેરી કેવી રીતે આવે,વારસામાં બાળકોને નફરત આપો તો તમને પ્રેમ કેવી રીતે મળે,જેવું તમે કોઈને આપો છો એવું વ્યાજ સહીત પરત મળે છે."
આલિયાને પોતાની સખ્ત મહેનતના દમ ઉપર ઉચ્ચ પોસ્ટની નોકરી મળી તે પોતાના ભાઈની જવાબદારી તે હોશે હોશે લે છે,મોટી સંસ્થા ચલાવે છે.જરુરિયાતોની મદદ કરે છે.હજી પણ આપણાં સમાજમાં એવા કેટલાય લોકો છે,જે દિકરા દિકરીઓમા ભેદભાવ રાખે છે,સમાજના રીત રિવાજના નામ પર પોતાની દિકરીની પાંખો કાપે છે.તેમને આગળ વધવાનો મોકો આપવાની વાત તો દુર રહી,પણ અવરોધરૂપ પરિબળ બને છે તો તમારું શું કહેવું છે આ વાર્તા વાંચી ને?
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment