વાર્તા:એક તસ્વીર
(એક રાત જે નાયિકાના જીવનમાં એવો વળાંક લાવે છે,જે જીવન બદલવા માટે કાફી છે.)
એક તસ્વીર... હ્રદય સ્પર્શી વાર્તા...
સત્યઘટના પર આધારિત...
રામપુરા ગામમાં સેંધા ચૌધરી નામે એક વૃદ્ધ રહેતા હતાં,તેમને ચાર રમીલા,રાજલ,રંજન,શિવાની એમ દિકરીઓ અને નાનો કનોજ દિકરો હતો.તેનું નામ કનોજ હતું,ચાર બહેનો વચ્ચે એક હોવાથી તે લાડકાવાયો હતો.
બે વર્ષ પહેલાંની વાત છે,ચાર દિકરીઓ હતી,તેમને એક ઝંખના સદાય રહેતી કે "તેમને એક પુત્ર હોય", સેંધાભાઈએ દિકરાને પામવા માટે બાધા રાખી હતી.આકરી બાધા તેમને ફળી જે તમને એક પુત્ર સુંદરની પ્રાપ્તિ થઈ,ચૌધરી પરિવારનો વારસદાર આવ્યો એની ખુશીમાં સેંધાભાઈએ આખું ગામ ગાંડુ કર્યું.
તે સુંદર રાજકુમારનું નામ કનોજ રાખ્યું,પત્ની અને પુત્રના ખબર અંતર પુછવા હોસ્પિટલ ગયાં,ચાર બહેનો ભાઈના ઓવારણાં લે નો'હતી થાકતી,પરંતુ કંકુબહેનને દિકરાનો જન્મ થયા પછી એકાએક પેટમાં અસહ્ય પીડા થવા લાગી.તેમને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યાં.સેંધાભાઈ અને તેમની માસુમ દિકરીઓ ભયભીત હતાં,ડોકટરના આવવાની રાહ જોતાં હતાં,ડોક્ટરના સોરી...શબ્દે આખાય ચૌધરી પરિવારને હચમચાવી નાંખ્યો.ડોક્ટરે ભયભીત અવાજે કહ્યુ,"હું સમજી શકું છું સર તમારા મનની હાલત પરંતુ અફસોસ કે અમે મેડમને ન બચાવી શક્યાં,આ સમાચારે પુત્ર જન્મની ખુશીને મોતના માતમમાં બદલી નાંખી,આખાય પરિવારમાં રોકકળને કાળો કૂકવાટ શરૂ થયો.સેંધાભાઈના ધર્મપત્ની કંકુબહેન કનોજનું મોઢું જોવાય ન રહ્યાને દેવ થઈ ગયા.
આ વાતને બે વર્ષ પુરા થઈ ગયા,"આ કુટુંબ પણ શોકમાંથી બહાર આવ્યું.સેંધાભાઈએ પણ સંતાનો માટે પોતાના અંગત સુખનું બલિદાન આપ્યું હતું.તેમને ક્યારે બીજા લગ્ન કરવાનો વિચાર ન કર્યો જેથી સંતાનોને નવી માં નું દુઃખ નો મળે.સેંધાભાઈની મોટી દિકરી રમીલાએ ઘરની તમામ જવાબદારી સંભાળી પિતાની જવાબદારી હળવી કરી નાંખી.નાનાભાઈ કનોજનો ઉછેર માં બનીને કર્યો. તેને ત્રણ બહેનો અને નાનાભાઈ કનોજને કદી માતાની ખોટ ન સારવા દીધી,પણ સેંધાભાઈ પુત્ર પ્રેમમાં એવા તે અંધ બની ગયાં,તેઓ તેમની ચાર પુત્રીઓ સાથે અન્યાય કરી બેઠા,
મોટી દિકરી રમીલા બધું સમજતી પણ ત્રણ નાની દિકરી રંજન, રાજલ અને શિવાનીને આ વધારે પડતું લાગતું,પિતાના આ વર્તન જોઈ ત્રણ બહેન તો એકદમ ડઘાઈ જ ગઈ.પરંતુ રમીલાની સમજાવટથી મામલો ઠારે પડી જતો.
પિતાનું પક્ષપાતી વર્તન જોઈ, શિવાનીથી ન રહેવાયું તે ગુસ્સામાં બોલી ગઈ,કે "પિતાજી આતો વધારે પડતું છે,તમે ભાઈની ભુલ નજર અંદાજ કરો પણ આ તમને એક દિવસ જરૂર ભારે પડશે.તમે મારા આ શબ્દો યાદ રાખજો."શિવાનીને આ સત્ય બોલવાની મોટી કિંમત ચુકવવી પડી.
એક રાતની વાત છે,જેને શિવાનીની જીદંગી જળમૂળથી બદલી નાંખી. શિવાનીને અનાથ આશ્રમ મુકી દેવામાં આવી.આ જોઈ બીજી બહેનોએ પિતાજીને આ બાબતે કાંઈ કહેવાનું છોડી દીધું.
રમીલા પર ઘરની જવાબદારી વધું હોવાથી તે ઝાઝું ભણી નોહતી,જોત જોતામાં રમીલા હવે યુવાન થઈ ગઈ,ડાહી "દિકરી તો સાસરે જ શોભે"આ ઉક્તિને ધ્યાનમાં રાખી સારા ઠેકાણે તેને પરણાવી દીધી,રમીલા તેના સાસરે ઘર કરીને રહેવા લાગી.
રમીલા સાસરે ગઈ પછી સેંધાભાઈના કુટુંબનું વાતાવરણ ડામાડોળ થઈ ગયેલું.દિકરા કનોજને આપવામાં આવતું હતું.રાજલ અને રંજન તે પોતાના કામથી મતલબ રાખતી શિવાનીની હાલત જોઈ તેઓએ પણ પોતાની આ હાલત સાથે સમાધાન કરી જીવતાં શીખી ગઈ.
પરંતુ સમય વીતતો ગયો,હવે રાજલ અને રંજન પણ ધીરે ધીરે યુવાન થઈ ગઈ.સમાજના રીત રિવાજ મુજબ સેધાભાઈએ તેમની સગપણ નાનપણમાંજ નક્કી કરી દીધું,
પણ રાજલને પસંદ ન પડ્યું,તેને પિતાજીને વિનંતીપુર્વક કહ્યું"પિતાજી તમે આ સગપણ કર્યું છે,પણ મને પસંદ નથી હું મારી કોલેજમાં ભણતા નિર્મલને ચાહું છું પપ્પા માટે હું આ સગાઈ માન્ય નહીં રાખી શકુ,શક્ય હોય તો માફ કરજો.સેંધાભાઈ આ વાત સહન કરી ન શક્યા કે તેમનાથી રહેવાયું નહીં જવાન દિકરી રાજલ પર હાથ ઉપાડી ગયો,ગુસ્સામાં તે દિકરી રાજલને ન કહેવાના વેણ કહે"રાજલ તુ મને આ દિવસ બતાવવા માટે આવી હતી,તુ આટલી મોટી થઈ ગઈ છે કે આવા નિર્ણય તું કોને પુછીને
લઈ શકે તારે નિર્મલ સાથે જે હોય તે પણ લગ્ન તો બાળપણમાં નક્કી થયેલા છોકરા વિવેક જોડે જ કરવા પડશે,એ...મારે તારું કંઈ જ નથી સાંભળવુ."તેમની દિકરી આમ સમાજમાં નાક કપાવે,તેઓ ઈચ્છતા હતા કે રાજલ તમને સગાઈ નક્કી કરેલા છોકરા સાથે લગ્ન કરે પણ રાજલ કોઈ પણ હિસાબે તૈયાર ન થઈ આ બાબત પર પિતા અને પુત્રી વચ્ચે ખટરાગ થઈ ગયો,પિતાની આ વાત લાગી આવતા,રાજલ નિર્મલ સાથે ભાગી ગઈ.સેંધાભાઈનુ નાક કપાઈ ગયું,દિકરી રાજલ આમ પરનાતના છોકરા સાથે ભાગી ગઈ.આ સાંભળી નાતમાં થુ થુ થઈ ગયું,વચ્ચેલા વેવાઈને ખબર પડતાં રંજન સાથે પોતાના દિકરાનુ સગપણ ફોક કરી નાંખ્યુ.સેધાભાઈ વેવાઈ આગળ બહુ કરગર્યા,પરંતુ વેવાઈ ટશના મશ નો થયાં
તેમનો દિકરો કનોજ અવડી લાઈને ચડી ગયો.સેંધાભાઈની હાલત પડ્યા ઉપર પાટું જેવી હાલત થઈ.દિકરો કનોજ નશામાં ધુત થઈ ઘરે આવતો,પિતા તેને ટોકે તો કનોજ તેના પિતાને ધુત્કારી કાઢતો.આ કનોજનો રોજિંદાક્રમ થઈ ગયેલો.
એક દિવસ કનોજ નશામાં દ્યુત થઈ ઘરે આવ્યો,આજ સહન શક્તિની સીમા આવી ગઈ હતી.સેધાભાઈથી રહેવાયું નહીં કનોજ પર હાથ ઉપાડી ગયો,કનોજને આ વાત લાગી આવતાં તેને પિતા સેંધાભાઈ પર હાથ ઉગામ્યો.સેંધાભાઈને આજે દિકરીઓ સાથે કરેલા અન્યાય પર આજે ભારાવાર પછ્તાવો હતો.પણ લાચાર પિતા કરી પણ શું શકે,તેમને રંજનને પરણાવવાની હતી,તેમને ગમ ખાધે જ છુટકો હતો.રંજન પાસે પરિસ્થિતિથી હારેલા પિતાજીને હિંમત આપતાં કહે,
"તમે ભગવાન પર વિશ્વાસ રાખો સૌ સારા વાના કરશે,હું તમારી સાથે છુ,પપ્પા તમે આમ હારી ના જશો.પપ્પા શિવાની તમને બહુ કહેતી કે આટલો આંધળોપુત્ર મોહ સારો નહિ પણ તમારા અહમને ઠેસ પહોંચી તો તમે એને કાઢી મૂકી.
"અમે આજે જે ભાઈ ના અમે રાખડી બાંધી હાથ મજબૂત કર્યા એને પોતાની આ મજબૂતાઇ પિતા ઉપર દેખાડી."અરે છી...ભાઈ...તને આજે ભાઈ માનતાય અમને શરમ આવે શું પિતાએ આ દિવસ માટે પથ્થર એટલા દેવ કર્યા...તા...તારા કારણે તો પપ્પાએ શિવાનીને કાઢી મુકી..."
કનોજ કાંઈ પણ સાંભળવાની સ્થિતિમાં નોહતો,રંજનને ધમકાવતા કહે એ...ય...ભાષણ ન આપ વધુ પડતું જેવા પિતાના હાલ કર્યા છે એનાથી ય ખરાબ હાલ તારા કરે માટે તુ મુંગી મર તો હારુ સે..."
કનોજ સાથે બોલાચાલી કરતી રંજનને પિતાજી ઈશારાથી ચુપ રહેવા સમજાવે છે.
સેંધાભાઈને પોતાની આ ભુલ માટે ભારાવાર પછ્તાવો હતો.રંજને વધુમાં"ઉમેરતાં કહ્યુ પપ્પા અમે શિવાનીમાંથી બોધપાઠ લીધો તમારા આંખ પર પુત્રપ્રેમથી બંધાયેલી છે,તમને અમારી વાત સમજ નહીં આવે.માટે તમને મેં અને રાજલે કહેવાનું છોડી જ દીધું,દિકરી રંજનના મુખેથી આ સાંભળી સેંધાભાઈની આંખોમાં આશ્રુધારા વહેવા લાગી.
તેઓ દિકરી રંજનની માફી માંગતા કહે,હા બેટા ખોટો તો હું હતો જે તમારા સૌ સાથે અન્યાય કરી બેઠો.પણ હવે શું કરું મને સમજાતું નથી આટલું કહેતાની સાથે સેંધાભાઈ રોઈ પડ્યાં.
જોત જોતાં રંજનની સગાઈ થઈ ગઈ તે રંજનના લગ્નની ધાધલ ધમાલ ચાલી રહી હતી, સેંધાભાઈએ કનોજને કોઈ જ તમાશો ન કરવા વિનંતી કરી.રંજનના લગ્ન પણ થઈ ગયા.રંજન તેના પતિ સાથે પિયરે પિતાને મળવા આવી હતી.પિતાને ચિંતાતુર જોઈ રંજનથી પુછાઈ ગયું"પિતાજી શું વાત છે,નથી તમે સરખી રીતે જમ્યા,નથી તમારું કોઇ વાતમાં ધ્યાન શાની ચિંતામાં ડુબેલા છો,જરા અમને જણાવશો?
સેંધાભાઈ ગંભીર અવાજે કહે છે,"શું કહું રંજન તને...મને પોતાને પોતાની જાત પર શરમ આવે છે,દિકરી શિવાનીને મેં નાની અમથી વાત માટે તરછોડી દીધી એનો ગુનો શું હતો એજ કે એને કનોજ પર વધારે પડતી લાગણી ન રાખવા મને ટોક્યો હતો,પણ હું મુરખ એની આ ચેતવણી ને ભાઈ પ્રત્યેની ઈર્ષા સમજી બેઠો.મેં શિવાનીની વાત માની હોય તો મારે આ દિવસ ન જોવો પડોત."મારી દિકરી શિવાની...હું જાણે અજાણે તમારી ચાર જોડે અન્યાય કરી બેઠો શક્ય હોય તો...મને...આટલું કહેતાની સાથે સેંધાભાઈના ગળામાં ડૂમો બાઝી ગયો.
રંજન પિતાને આશ્વાસન આપતાં કહે પણ પિતાજી હજી પણ કાંઈ મોડું નથી થયું.તમે તમારી ભુલ સુધારી માફી માંગી શિવાનીને સમજાવીને લાવી શકો છો "પણ રંજન દિકરા તારી બહેન શિવાની માનશે,મને માફ કરશે?..."આટલું કહી સેંધાભાઈએ ઉંડો નિ:શાસો નાંખતા કહ્યું.રંજન તેનાં પિતાજીને હિંમત આપતાં કહે "પ્રયત્ન તો કરી જુઓ,પછી આગળ વાત."
મારી દિકરી શિવાની કેવી હાલતમાં હશે શું કરતી હશે તે?આટલું કહેતા જ તેના પિતા શિવાનીને જે અનાથ આશ્રમ છોડી આવ્યાં હતાં,તે અનાથ આશ્રમમાં તપાસ કરાવી,પણ અફસોસ શિવાની ત્યાં પણ ન મળતાં,પિતાના હ્રદયના ધબકારા વધી ગયાં.દિકરી શિવાની ક્યાં હશે તાજેતરનો ફોટો તો હતો નહીં.તે દિકરી શિવાની શોધે તો પણ કેવી રીતે?રંજન અને તેના પતિ નિરજ મદદ કરે તો પણ કેવી રીતે?પિતાજીને નિરાશાજનક અવાજે કહ્યું"પિતાજી અમે બેઉ તમારી મદદ કરીયે,તો પણ શાના આધારે...પિતાજી શક્ય હોય તો માફ કરજો..."
લાચાર પિતા પાસે પોતાની દિકરી પાસે કોઈ ઓળખ હતી નહીં,પણ તેમને આશા છોડી નહીં તેઓને વિશ્વાસ હતો કે તેમની દિકરી શિવાનીને તે જરૂર મળશે અને પોતાના પાપનું પ્રાશ્ચિત જરુર કરશે,એવી ઉમ્મીદથી જીવતાં હતાં.
પિતાજીને આમ લાચાર જોઈ,કનોજને લાગ્યું કે પિતાની માનસિક સ્થિતિ સારી નથી તો તેને સેંધાભાઈની લાચારીનો લાભ લઈ,ઘર અને મિલકતના દસ્તાવેજ પર અંગુઠો કરાવી પિતાને ઘરથી બે ઘર કરી નાંખ્યા.રંજનને આ વાતની ખબર પડી તો એની ઉપર આભ તુટી પડ્યું તે તેના ભાઈ કનોજને ઠપકો આપ્યો,પણ વ્યર્થ.રંજને તેના અસહાય પિતાને પોતાના ઘરમાં આશરો આપ્યો.સેંધાભાઈ ચૌધરી પોતાના નામ મુજબ પુરાણા વિચારો અને રૂઢિઓથી ઘેરાયેલા હતા,તેઓ માનતા હતા કે "દિકરીના ઘરનું અન્નજળ ન લેવાય".રંજનના સાસરીવાળા બહુ સારા હતા,તેઓ સેંધાભાઈની બહુ કાળજી રાખતા તેમને અગવડ નો પડે તેનું ધ્યાન રાખતાં.
રંજન અને નિરજ સુઈ રહ્યા હતાં,પરંતુ સેંધાભાઈની ઊંઘ તેમને કરેલા આ અપરાધના પશ્ચાત્તાપ રુપી જ્વાળા એજ ઉડાડી નાંખી હતી,તેઓ ગાંડીતુર નજરે શિવાનીને શોધવા નિકળી ગયાં,રસ્તામાં તેઓ ટ્રકની અળફેટે આવ્યાં,તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં,ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યાં,ડોક્ટર રાહુલ દેસાઈ નર્સ અને કમ્પાઉન્ડરને આદેશ આપતાં કહે"તાત્કાલિક ધોરણે ઓ નેગેટિવ બ્લડની વ્યવસ્થા કરો નહીં તો આ પેશન્ટ નહીં બચે."હોસ્પિટલમાં અફળાતફળી મચી ગઈ,કોઈ ન મળ્યું,પછી ડો રાહુલનો સ્ટાફ ચિંતાતુર થઈ ગયો,ડોક્ટર રાહુલની સાથે કામ કરતી એક યુવતી કહે "સર મારું બલ્ડ ઓ નેગેટિવ છે,હું આ કાકાને બ્લડ આપે.
આ સ્ટાફને સાંભળી સૌને હાશ...થઈ.સેંધાભાઈ મોતના મુખમાંથી બચી ગયાં.એ યુવતી સેંધાભાઈની ખુબ સેવા કરી.તેમને સ્ટાફમાંથી જાણવા મળ્યું કે તેમને રક્તદાન આપી બચાવનાર આજ યુવતી હતી,તેઓ ચરણે પડીને કહેવા લાગ્યા"બેટા તુ સદા સુખી રહેજે"પણ એ યુવતી આ કરતાં અટકાવતા કહે"કાકા તમે આ શું કરો છો તમે મારા માટે પિતા સમાન છો તમારા હાથ આશીર્વાદ આપવા હોય આમ દિકરી સામે હાથ ન જોડવા ન હોય,ખબર નહીં કેમ સેધાભાઈ એ યુવતીના ચહેરાને તેમના હાથમાં રહેલી તસ્વીર સાથે સરખાવતા રહેતા.પિતાનો અંતરાત્મા ખોટું ન બોલે,તે મનમાં બોલી ઉઠે કે" આ જ મારી શિવાની છે...!"
એ યુવતી કાકાને હિંમત આપતાં કહે "ચાલો કાકા કાલતો તમને રજા આપવાની છે,ચાલો તૈયાર થઈ જાવ.ખબર નહીં કેમ કાકા તમને જોઈ મને મારા પિતાજીની યાદ આવી ગઈ.મારી એક ભુલે મને પિતાજીથી અલગ કરી નાંખી,આ સાંભળી સેંધાભાઈ દિકરીને માથે હાથ ફેરવતા કહે" એ અભાગ્યો પિતા તારી સામે છે દિકરા શક્ય હોય તો મને માફ કરજે,બાપ દિકરીનુ આ ભાવુક મિલન જોઈ સૌ સ્ટાફ મિત્રોની આંખ ભીની થઈ જાય છે.
શૈમી ઓઝા "લફ્જ"
Comments
Post a Comment